Home /News /business /

Save Money: દર મહિને વધારે પૈસા બચાવાની 11 કારગર Tips, એક્સ્ટ્રા સેવિંગ્સ અંગે આટલું જાણો

Save Money: દર મહિને વધારે પૈસા બચાવાની 11 કારગર Tips, એક્સ્ટ્રા સેવિંગ્સ અંગે આટલું જાણો

બચત માટેની ટીપ્સ

Tips for Saving Money: પૈસા બચાવવાની શરૂઆત કરવાનો સૌથી સ્માર્ટ રસ્તો છે તમારા ખર્ચા (expenses)ઓને એનાલાઈઝ કરવા અને તેમને મેનેજ કરવા.

મુંબઈ: દરેક માણસ નાની કે મોટી બચત (Savings) કરવા ઈચ્છતો હોય છે. કેટલીક વખત એવું હોય છે કે આપણે બચત કરવા તો ઈચ્છીએ છીએ પણ કરી શકતા નથી. જો તમે એક પગારદાર વ્યક્તિ (Salaried person) છો તો એ વાત બખૂબી જાણતા હશો કે બચત કરવી કેટલી જરૂરી છે. તમારા દ્વારા ત્યારે બચાવવામાં આવા પૈસા ભવિષ્યમાં (Future planning) તમને કામ લાગશે. આજે અમે તમને કેટલીક નાની નાની બાબતો વિશે જણાવીશું જેમને ફોલો કરવાથી તમે સરળતાથી પૈસા બચાવી (How to save money) શકશો.

તમારા માસિક ખર્ચાઓને ટ્રેક કરો

પૈસા બચાવવાની શરૂઆત કરવાનો સૌથી સ્માર્ટ રસ્તો છે તમારા ખર્ચા (expenses)ઓને એનાલાઈઝ કરવા અને તેમને મેનેજ કરવા. સૌ પ્રથમ તો તમારે મનમર્જીના નકામા ખર્ચાઓ ઓછા કરવાના પ્રયત્નો કરવા જરૂરી છે. શક્ય હોય ત્યાં સુધી જરૂરી ન હોય તેવી જગ્યાએ પૈસા ન વાપરો. જેટલા ઓછા ખર્ચા તમે કરશો તેટલી જ વધુ બચત કરી શકશો. આવું કરવા માટે તમે બજેટ મેનેજ કરવા સંબંધિત એપ પણ ડાઉનલોડ કરી શકો છો.

તમારા એડિક્ટિવ ટેવોને સુધારો

આપણામાંથી મોટાભાગના લોકોને કોઈને કોઈ વસ્તુની ટેવ હોય છે. કોઈને ખાવાની, કોઈને ફરવાની તો કોઈને શોપિંગની. આ ટેવને એડિક્શન બનવામાં વધુ સમય નથી લાગતો. આવી ટેવોને કારણે આપણે નકામા પૈસા વેડફવા લાગીએ છીએ. આવી ટેવ અથવા એડિક્શનને કારણે બચત પર અસર પડે છે. આવી ટેવને કારણે થતા ખર્ચાઓ પર નિયંત્રણ કરવું જરૂરી છે જેથી ખોટા ખર્ચા ન થાય અને વધુ બચત કરી શકાય.

ઓટોમેટિક સેવિંગની શરૂઆત કરો

જો તમારા વેતનનો એકભાગ ઓટોમેટિક કપાઈને અને સેવિંગ થઈ જાય તો કેવું રહે, તમારા બચત ખાતામાં એક સારી રકમ હોવી એ સારી બાબત છે તેની માટે ખર્ચા પર લગામ લગાવવી જરૂરી છે. કેટલીક વખત એવું થાય છે કે મહિનાના અંતે તમામ ખર્ચા કર્યા પછી આપણી પાસે બચત તરીકે ખૂબ ઓછી રકમ વધતી હોય છે. આવું ન થાય તે માટે ઓટોમેટિક સેવિંગ એ સારો વિકલ્પ છે. આવું કરવા માટે તમારા સેલેરી અકાઉન્ટમાંથી તમારા પગારના કેટલાક નિશ્ચિત ટકા તમારા સેવિંગ અકાઉન્ટમાં જમા કરો.

સંતોષકારી વલણ અપનાવો

આજકાલની લાઈફ સ્ટાઈલ ખૂબ મટિરિયાલિસ્ટિક થઈ ગઈ છે. લોકો દેખાડો કરવામાં વધુ વિશ્વાસ કરવા લાગ્યા છે. આવી દેખાદેખીમાં લોકો બિનજરૂરી મોંધી વસ્તુઓની ખરીદી કરી લેતા હોય છે. જેને કારણે નકામા ખર્ચામાં વધારો થાય છે. આવામાં જોશમાં આવી ખર્ચ કરવાથી બચો. જે વસ્તુ જરૂરી નથી તેની પાછળ ખર્ચ કરવાનું ટાળો. આ કરવાનો શ્રેષ્ઠ ઉપાય મિનિમલિઝમ કલ્ચર અપનાવવું છે. જ્યારે પણ કોઈ બિનજરૂરી વસ્તુ ખરીદવાનું મન થાય તો 24 કલાકની રાહ જુઓ, હોઈ શકે કદાચ તમારો વિચાર બદલાઈ જાય અને તમારો નકામો ખર્ચ બચી જાય.

લાંબાગાળા અને ટૂંકાગાળાનો ગોલ નક્કી કરો

બચત કરવાની શરૂઆત નાના ગાળા અને ટૂંકી રકમથી કરો. જેમ કે 3 મહિનાના સમય સુધી મહિને રૂ. 500ની બચત કરો સમયની સાથે આ રકમમાં વધારો કરતા જાઓ અને વર્ષ સુધી દર મહિને 3000 રૂ. સુધીની બચત કરવાનું નક્કી કરો. આવું કરવાથી તમારી બચત કરવાની ટેવમાં સુધારો આવશે અને તમે વધુ બચત કરવા તરફ પ્રેરાશો. આ રીતે તમે ધીરે ધીરે એક મોટી રકમ બચત તરીકે ભેગી કરી શકશો.

આ પણ વાંચો: Mutual fund: ફિક્સ ડિપોઝિટ કે બચત ખાતાની જેમ મ્યુચ્યુઅલ ફંડમાં નિશ્ચિત વળતર શા માટે નથી હોતું?

શોપિંગમાં ડિસ્કાઉન્ટને પ્રાધાન્ય આપો

દરેક લોકોને શોપિંગનો ઘણો શોખ હોય છે. એવામાં જ્યારે પણ તમે શોપિંગ કરવા માટે જાઓ છો તો ડિસ્કાઉન્ટ અને અન્ય લાભોને પ્રાધાન્ય આપો. આવું કરવાથી તમે શોપિંગ સમયે પણ પૈસા બચાવી શકશો. ઓનલાઈન અને ઓફલાઈન બન્ને પ્રકારની શોપિંગમાં તમે આ રસ્તો અજમાવી શકો છો. આવું કરવાથી તમે ઘણી બચત કરી શકશો.

બ્રાન્ડને બદલે સામાન્ય વસ્તુઓ ખરીદો

તમે એ વાત તો જોઈ જ હશે કે મોટા બ્રાન્ડ પોતાની વસ્તુઓ અને સામાન ઉંચા ભાવે વેચે છે. તેની સરખામણીએ સામાન્ય વસ્તુઓના ભાવ ઘણા ઓછા હોય છે. તમે બચત કરવા વિશે વિચારી રહ્યાં હોવ તો વસ્તુ બ્રાન્ડેડને બદલે સામાન્ય ટેગ વાળી ખરીદો. આવું કરવાથી તમે એકની કિંમતમાં વધુ વસ્તુઓ ખરીદી શકશો સાથે જ તમે એક મોટી રકમની બચત પણ કરી શકશો.

તમારી ફૂડ સ્પેન્ડિંગ ટેવો પર નિયંત્રણ

ફુડ ડિલિવરી એપ અને પ્રોસેસ્ડ ફુડના આ જમાનામાં તમે ફુડ પાછળ વધુ ખર્ચ કરતા હોવ તો તેમાં કોઈ નવાઈ નથી. ઘરમાં કે ઓફિસમાં બેઠાબેઠા કંઈક ખાવાનું મન થાય તો તરત જ આપણે ઓર્ડર કરી દઈએ છીએ. આવું કરવાથી એક તો આપણા સ્વાસ્થ પર ખરાબ અસર થાય છે અને સાથે જ આપણી બચત ખોરવાય છે. આવી ટેવથી બચવા માટે એક્સપેન્સિવ પ્રોસેસ્ડ ફુડને હેલ્ધી ફ્રુટ અને જ્યુસ સાથે રિપ્લેસ કરો, આ તમારા સ્વાસ્ઠ અને ખિસ્સા બન્ને માટે સારું છે.

આ પણ વાંચો: બચત કરતાં રોકાણને શા માટે વધારે મહત્ત્વ આપવું જોઇએ? આ રહ્યું ફાયદાઓનું આખું લીસ્ટ

ઈકોનોમી રેન્જમાં ડ્રાઈવ કરો

જો તમે તમારા વર્કપ્લેસ પર તમારા પર્સનલ વાહનથી જતા હોવ તો કાર પૂલ તમારી માટે એક શ્રેષ્ઠ વિકલ્પ છે. આવું કરવાથી તમારા જીવનું જોખમ તો ઘટશે સાથે જ તમારા પૈસાની પણ બચત થશે. જો તમે આવુ નથી કરતા તો તમારા વાહનમાં સ્પીડ રેન્જ કંટ્રોલ કરો જેથી તમે પેટ્રોલના પૈસાની બચત કરી શકો.

માર્કેટિંગ ઈ-મેઈલની અવગણના કરો

આપને કોઈને કોઈ ઓફર અંગે દરરોજ આકર્ષક ઈમેઈલ મળતા હોય છે. એવામાં કેટલીક વખત લલચાઈને આપણે બિનજરૂરી વસ્તુઓની ખરીદી કરી બેસતા હોઈએ છીએ, જેને કારણે આપણું બજેટ ખોરવાઈ જાય છે. આવું ન થાય તે માટે આવા આકર્ષક ઓફરના ઈ મેઈલને ઈગ્નોર કરવું જરૂરી છે.

ઓટોમેટિક સબસ્ક્રિપ્શન બંઘ કરો

આપણામાંથી મોટાભાગના લોકોએ ઓટીટી અને કેબલ કનેક્શનમાં ટો રિન્યુ સબસ્ક્રિપ્શન પસંદ કરેલું છે. જેને કારણે તે જાતે જ રિન્યૂ થાય છે અને તેના પૈસા આપણા ખાતામાંથી કપાઈ જાય છે. વધારાના ખર્ચાઓ ટાળવા માટે આવું ન કરવાની સલાહ આપવામાં આવે છે.
Published by:Vinod Zankhaliya
First published:

Tags: Bank, Money, Personal finance, Savings

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन