Home /News /business /Multibagger Stock: પાંચ રૂપિયાના આ શેરે બે વર્ષમાં 1 લાખ રૂપિયાને બનાવી દીધા 22 લાખ રૂપિયા, શું તમારી પાસે છે?
Multibagger Stock: પાંચ રૂપિયાના આ શેરે બે વર્ષમાં 1 લાખ રૂપિયાને બનાવી દીધા 22 લાખ રૂપિયા, શું તમારી પાસે છે?
મલ્ટીબેગર સ્ટોક
Multibagger Stock Sindhu Trade Links: સિંધુ ટ્રેડ લિંક્સના શેરની કિંમતના ઇતિહાસ પરથી અંદાજ લગાવવામાં આવે તો કોઈ રોકાણકારે નવા વર્ષની શરૂઆતમાં 72.84 રૂપિયા પ્રતિ શેરના ભાવે 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોય તો તેની કિંમત હાલ 1.55 લાખ રૂપિયા હોય.
મુંબઇ. Multibagger Stock: કોવિડ પછી બુલ માર્કેટ (Bull Market)માં અનેક એવા શેર્સ છે જેમણે રોકાણકારોને મોટું વળતર (Multibagger return) આપ્યું હોય. નાણાકીય વર્ષ 2022માં ભારતીય ઇક્વિટી માર્કેટમાં આશરે 90 મલ્ટીબેગર શેર (Multibagger stock) જોવા મળ્યા છે. Sindhu Trade Links આવો જ એક શેર છે. છેલ્લા બે વર્ષમાં આ શેર 5.16 રૂપિયાથી વધીને 114.60 રૂપિયા પ્રતિ શેરના સ્તર પર પહોંચ્યો છે. કોવિડ બાદ માર્કેટમાં આવેલી રેલી દરમિયાન આ શેર 2,120 ટકા ભાગ્યો છે.
સિંધુ ટ્રેડ લિંક્સના શેરની કિંમતના ઇતિહાસ પર નજર કરીએ તો છેલ્લા એક મહિનાથી આ શેર વેચવાલીના દબાણ હેઠળ છે. છેલ્લા એક મહિનામાં આ શેર ચાર ટકા તૂટ્યો છે. આ કેલેન્ડર વર્ષમાં આ શેર 73 રૂપિયાથી વધીને 114.60 રૂપિયાના સ્તર પર પહોંચ્યો છે. આ દરમિયાન રોકાણકારોને 55 ટકા વળતર મળ્યું છે.
છેલ્લા છ મહિનામાં આ શેર 45 રૂપિયાથી વધીને 114.60 રૂપિયાના સ્તર પર પહોંચ્યો છે. છ મહિનામાં આ શેર 150 ટકા વધ્યો છે. જ્યારે છેલ્લા એક વર્ષમાં આ શેર 5.59 રૂપિયાના સ્તરથી વધીને 114.60 રૂપિયા પર પહોંચ્યો છે. 1 વર્ષમાં આ શેર આશરે 1,950 ટકા ભાગ્યો છે. આજ રીતે છેલ્લા બે વર્ષમાં આ મલ્ટીબેગર શેર 5.16 રૂપિયાના સ્તરથી વધીને 114.60 રૂપિયાના સ્તર પર પહોંચ્યો છે. એટલે કે બે વર્ષમાં આ શેરે 2,120 ટકા વળતર આપ્યું છે.
સિંધુ ટ્રેડ લિંક્સના શેરની કિંમતના ઇતિહાસ પરથી અંદાજ લગાવવામાં આવે તો કોઈ રોકાણકારે નવા વર્ષની શરૂઆતમાં 72.84 રૂપિયા પ્રતિ શેરના ભાવે 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોય તો તેની કિંમત હાલ 1.55 લાખ રૂપિયા હોય. આવી જ રીતે છ મહિના પહેલા આ શેરમાં 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોય તો આજે તેની કિંમત 2.50 લાખ રૂપિયા હોય. જો કોઈ રોકાણકારે આ શેરમાં એક વર્ષ પહેલા 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોય તો આજે તેની કિંમત 20.50 લાખ રૂપિયા હોય. આવી જ રીતે જો કોઈએ બે વર્ષ પહેલા આ શેરમાં એક લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોય તો આજે તેની કિંમત 22.20 લાખ રૂપિયા હોય.
ઉલ્લેખનીય છે કે સિંધુ ટ્રેડની વર્તમાન માર્કેટકેપ 5,890 કરોડ રૂપિયા છે. શેરનું ટ્રેડ વોલ્યૂમ આશરે 26,000 છે, જે 1.51 લાખના તેના 20 દિવસના સરેરાશ વોલ્યૂમથી ખૂબ ઓછું છે. આ મલ્ટીબેગર સ્ટોકની બુલ વેલ્યૂ પ્રતિ શેર 13.23 છે. શેરનો 52 અઠવાડિયાનો લો 5.32 અને 52 વીક હાઈ 166.20 રૂપિયા છે, જે તેની લાઇફ ટાઇમ હાઈ સપાટી છે.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર