વર્ષ 2022માં ઘર વપરાશના બાટલાનો ભાવ આશરે રૂ.154 મોંઘો થયો.
LPG cylinder prize: 1 ફેબ્રુઆરીથી ઘરેલુ અને કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં કોઈ વધારો નોંધાયો નથી. અહીં જાણો પાછલા વર્ષના ભાવોની સંપૂર્ણ વધ-ઘટ. ભારતના મોટા શહેરોમાં શું ભાવ ચાલી રહ્યો છે.
LPG Prize 1 Feb 2023: આજે બજેટ રજૂ થનાર છે. નાણાંમંત્રી નિર્મળ સીતારમણ આજે મોદી સરકારના બીજા કાર્યકાળનું અંતિમ બજેટ રજુ કરશે. આ વચ્ચે ચાલો જાણી લઈએ કે ઘર વપરાશ અને કોમર્શિયલ એલપીજી ગેસના ભાવો. દર મહિનાની પહેલી તારીખે એલપીજી ગેસના ભાવો અપડેટ થાય છે. તમને જણાવી દઈએ કે બજેટ 2021 બાદ ભાવમાં 100 રૂપિયાનો વધારો નોંધાયો હતો.
જો આજની વાત કરીએ તો કોમર્શિયલ એલપીજી સિલિન્ડર દિલ્હીમાં રૂ.1769, કલકત્તા રૂ.1870, મુંબઈ રૂ.1721 અને ચેન્નાઈમાં રૂ.1917 છે. ઘર વપરાશ કે કોમર્શિયલ કોઈમાં પણ ભાવનો ફેરફાર નોંધાયો નથી.
બજેટ 2021માં ત્રણ દિવસ પછી ઘરેલુ વપરાશ માટેના બાટલાના ભાવમાં વધારો નોંધાયો હતો. જેમાં રૂ.25નો વધારો નોંધાયો હતો. દિલ્હીમાં તેનો ભાવ રૂ.694 થી રૂ.719 પર પહોંચી ગયો હતો. ત્યારબાદ 11 દિવસે એટલેકે 15 ફેબ્રુઆરીએ સિલિન્ડરના ભાવમાં વધારો થયો અને નવો ભાવ રૂ.769 થયો. એટલેકે 50 રૂપિયાનો જંગી વધારો નોંધાયો. આ ઘટનાક્રમ આજુ આગળ વધ્યો અને 10 દિવસ બાદ 25 રૂપિયાના વધારા સાથે બાટલાનો ભાવ રૂ.794 થયો હતો.
જો આ વર્ષની વાત કરીએ તો એલપીજી સિલિન્ડર દિલ્હી થી પટના સુધી મોંઘો થઇ ગયો. 1 જાન્યુઆરી 2023માં ઘરેલુ વપરાશ માટેના બાટલામાં કોઈ વધારો આવ્યો નહિ. પરંતુ કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં રૂ.25નો વધારો ઝીંકાયો. તેમજ 6 જુલાઈ 2022ના રોજ ઘરવપરાશના બાટલામાં ભાવ વધારો કરાયો. જે વધારો રૂ.50નો રહ્યો. દિલ્હીમાં ઘર વપરાશના બાટલામાં કુલ જોઈએ તો 153.5 રૂપિયાનો વધારો કરાયો છે.
વર્ષ 2022માં ઘર વપરાશના બાટલાનો ભાવ આશરે રૂ.154 મોંઘો થયો. તેનાથી વિપરીત 19 kg સિલિન્ડરના ભાવમાં કુલ 18 વાર બદલાવ આવ્યો. જેમાં 12 વાર ભાવ ઘટ્યો અને 6 વાર વધારો નોંધાયો. લીલા રંગના સિલિન્ડરનો ભાવ 1 નવેમ્બર 2022 એ બદલાયો હતો. જે દિલ્હીમાં રૂ.1860 થી 1744 થયો હતો. હવે આ વખતે પહેલીવાર 25 રૂપિયા વધીને 1769 થઇ ગયો છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર