ખુશખબર! 1 એપ્રિલથી લાગુ થશે પેન્શનનો નવો નિયમ, ખાતામાં જમા થશે વધુ રકમ

News18 Gujarati
Updated: March 24, 2020, 8:18 AM IST
ખુશખબર! 1 એપ્રિલથી લાગુ થશે પેન્શનનો નવો નિયમ, ખાતામાં જમા થશે વધુ રકમ
એજન્સીએ કોવિડ 19ના સંકટની વચ્ચે સરકારે અત્યાર સુધીની પ્રતિક્રિયાની આલોચના કરતા કહ્યું છે કે સરકારી સમર્થનમાં જોરદાર વુદ્ધિ થવી જોઇએ. એજન્સીની આ પહેલ ચાલુ નાણાંકીય વર્ષ દરમિયાન સફળ ધરેલુ ઉત્પાદન (GDP)માં 6 ટકા વુદ્ધિનું અનુમાન વ્યક્ત કર્યું છે. જે માર્ચના અંતમાં ઓછું થઇને 3.5 ટકા અને હવે 1.8 કરવામાં આવ્યું છે.

6 લાખથી વધુ ઈપીએસ પેન્શનર્સ માટે સારા સમાચાર, 1 એપ્રિલથી વધુ પેન્શન મળશે

  • Share this:
નવી દિલ્હીઃ 6 લાખથી વધુ ઈપીએસ પેન્શનર્સ માટે સારા સમાચાર છે. 1 એપ્રિલથી EPS પેન્શનર્સને વધુ પેન્શન મળશે. સરકારે નિવૃત્તિના 15 વર્ષ બાદ પૂરું પેન્શન આપવાની જોગવાઈને મંજૂરી આપી દીધી છે. આ નિયમને 2009માં પરત લેવામાં આવ્યો હતો. શ્રમ મંત્રાલયે નવા નિયમોને અધિસૂચિત કરી દીધા છે. આ ઉપરાંત કર્મચારી ભવિષ્ય નિધિ (ઈપીએફ) સ્કીમ હેઠળ પીએફ ખાતાધારકો  (PF Account holders)  માટે પેન્શન કમ્યૂટેશન એટલે કે આંશિક ઉપાડની જોગવાઈ પણ અમલમાં આવી ગઈ છે. આ પગલું ખાસ કરીને તે ઈપીએફઓ પેન્શનર્સ માટે ફાયદારૂપ સાબિત થશે જેઓ 26 સપ્ટેમ્બર 2008 પહેલા નિવૃત્ત થયા છે અને પેન્શનના આંશિક ઉપાડનો વિકલ્પ પસંદ કર્યો છે. કમ્યૂટેડ પેન્શનનું વિકલ્પ પસંદ કરવાની તારીખથી 15 વર્ષ બાદ તેમને પૂરા પેન્શનનો ફાયદો મળવા લાગશે.

શું છે નિયમ?

કર્મચારી પેન્શન સ્કીમ (ઈપીએસ)ના નિયમો મુજબ, 26 સપ્ટેમ્બર 2008 પહેલા નિવૃત્ત થયેલા ઈપીએફઓ મેમ્બર પોતાના પેન્શનનો મહત્તમ એક-તૃતીયાંશ એટલે કે કમ્યૂટેડ પેન્શન તરીકે મેળવી શકે છે. બાકી બે તૃતીયાંશ પેન્શન તેમને જિંદગીભર માસિક પેન્શન તરીકે મળે છે.

પહેલા 15 વર્ષ બાદ પૂરા પેન્શન આપવાની જોગવાઈ હતી. તેને સરકારે 2009માં પરત લઈ લીધી હતી. 20 ફેબ્રુઆરી 2020ના રોજ જાહેર નોટિફિકેશનથી આવા કમર્ચારીઓને ફાયદો થશે કારણ કે 15 વર્ષ બાદ તેમને ફરી જૂનું પેન્શન મળવા લાગશે. આ રીતે જો કોઈ 1 એપ્રિલ 2005ના રોજ નિવૃત્ત થયું હશે તો 1 એપ્રિલ 2020 એટલે કે 15 વર્ષ બાદ વધુ પેન્શનના હકદાર થઈ જશે.

આ પણ વાંચો, લાખો પેન્શનરો માટે રાહત, બેગણું થઈ શકે છે ન્યૂનતમ પેન્શન

પ્રસ્તાવને મંજૂરી ક્યારે મળી?પૂરા માસિક પેન્શન આપવાના પ્રસ્તાવને ઈપીએફઓના સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીએ 21 ઓગસ્ટ 2019ના રોજ લીલી ઝંડી આપી દીધી હતી. નવા ફેરફારોથી આ સુવિધા વધુ આકર્ષક થઈ જશે.

આ પણ વાંચો, કોરોના વાયરસઃ સાવધાન! NASAના નામે આ Fake Messageને વાયરલ કરાયો

 
First published: March 24, 2020, 8:07 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading