1 એપ્રિલ પહેલાં કરો આ કામ નહીંતર નહીં જોઇ શકો TV

હવે તમારી પાસે મનપસંદ ચેનલ નક્કી કરવા માટે થોડાક જ દિવસો છે

News18 Gujarati
Updated: March 26, 2019, 10:52 AM IST
1 એપ્રિલ પહેલાં કરો આ કામ નહીંતર નહીં જોઇ શકો TV
1 એપ્રિલ પહેલાં મનપસંદ ચેનલ નક્કી કરો
News18 Gujarati
Updated: March 26, 2019, 10:52 AM IST
ન્યૂઝ18 ગુજરાતી: હવે તમારી પાસે મનપસંદ ચેનલ નક્કી કરવા માટે થોડાક જ દિવસો છે. ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા (TRAI)નો નવો નિયમ 1 એપ્રિલથી લાગુ થશે. પહેલાં આની ડેડલાઇન 1 ફેબ્રુઆરી નક્કી કરવામાં આવી હતી, પરંતુ તેને વધારીને 31 માર્ચ કરવામાં આવી હતી.

શું છે ટ્રાઇનો નવો નિયમ?

ટ્રાઇએ કેબલ અને ડીટીએચ ઓપરેટર્સ માટે નક્કી કરેલા નવા નિયમમાં કહેવામાં આવ્યું છે કે, તે ગ્રાહકો પર ટીવી ચેનલ ન થોપી શકે. પરંતુ ગ્રાહકો પાસે ટીવી ચેનલોને પસંદ કરવાની આઝાદી હશે. ગ્રાહકો પોતે પસંદ કરેલી ચેનલો માટે જ પૈસા ચૂકવશે. ટીવી સ્ક્રીન પર દરેક ચેનલની કિંમત લખેલી હશે. કોઇપણ કેબલ અથવા ડીટીએચ ઓપરેટર બ્રોડકાસ્ટર દ્વારા નક્કી કરવામાં આવેલી કિંમત કરતાં વધુ કિંમત નહીં લઇ શકે.

વેબસાઇટ દ્વારા સિકેક્ટ કરો મનપસંદ ચેનલ

ગ્રાહકોને મનપસંદ ચેનલ પસંદ કરવામાં મદદ કરવા માટે TRAI વેબ એપ્લિકેશન લાવ્યું છે. આ એપની મદદથી તમે જોઇ શકો છો કે તમારા માટે ક્યો પ્લાન બેસ્ટ છે. ટ્રાઇની આ વેબ એપ પર જઇને કન્ઝ્યુમર ચેનલ્સના મંથલી પેકેજની કિંમત જોઇ શકો છો. આ માટે https://channel.trai.gov.in/ પર જવાનું રહેશે. જેમાં નીચે આપેલા Get Started પર ક્લિક કરો. અહીં યુઝરને પોતાનું નામ, રાજ્ય, ભાષા, ક્વોલિટી જેવી માહિતી આપવાની રહેશે.

આ પણ વાંચો: SBIના ચેરમેને કહ્યું,'31 મે સુધી મળી જશે જેટ એરવેઝના નવા માલિક!'
Loading...

100 ફ્રી ટુ એર ચેનલ

આ નવા નિયમ પ્રમાણે ગ્રાહકોન 548માંથી 100 ફ્રી ટુ એર ચેનલ પસંદ કરવાની પણ આઝાદી આપવામાં આવી છે. 100 પછી પણ પસંદ પ્રમાણે ગ્રાહક ચેનલ પસંદ કરે અને તેની કિંમત ચૂકવે.

18% જીએસટી

નેટવર્ક કેપેસિટી ચાર્જ તરીકે તમામ ગ્રાહકોને 130 રૂપિયા માસિક ચાર્જ આપવાનું રહેશે. આ ચાર્જમાં ગ્રાહકોને 100 ફ્રી ટુ એર ચેનલ બતાવવામાં આવશે જેમાં દૂરદર્શનની 25 ચેનલ અનિવાર્ય છે. ઉપભોક્તા અન્ય 75 ચેનલ પોતાની મરજી પ્રમાણે પસંદ કરી શકશે. ગ્રાહકોને નેટવર્ક કેપેસિટી ચાર્જ અને ચેનલની બેસ પ્રાઇસ પર 18 ટકા જીએસટી પણ આપવાનું રહેશે.
First published: March 26, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...