નાદવ લાપિડ સામે એક થયુ બોલિવૂડ, વિવેક અગ્નિહોત્રી સાથે આ લોકોએ કરી ટિપ્પણી

ફાઇલ ફોટો

The Kashmir Files Remark: ઈઝરાયલ ફિલ્મમેકર્સ અને 53માં ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઑફ ઈન્ડિયાના જ્યૂરી હેડ નાદવ લાપિડ(Nadav Lapid)એ 'ધ કાશ્મીર ફાઈલ્સ (The Files Kahmir)'ને વલ્ગર કહ્યુ છે. તેના પર હવે ભારતીય ફિલ્મમેકર્સ અને એક્ટર્સ રિએક્ટ કરી રહ્યા છે. અનુપમ ખેર, અશોક પંડિત, સુદોપ્તિ સેન અને વિવેક અગ્નિહોત્રીએ તેના પર પ્રતિક્રિયા આપી છે.

વધુ જુઓ ...
  મુંબઈઃ 'ધ કાશ્મીર ફાઈલ્સ' રિલીઝ થયાના 8 મહિના બાદ એકવાર ફરી ચર્ચામાં આવી ગઈ છે. હકીકતમાં, હાલમાં યોજાયેલા 53માં ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઑફ ઈન્ડિયા (IIFI)માં તેની સ્ક્રિનીંગ કરવામાં આવી હતી. આ સ્ક્રીનિંગ 22 નવેમ્બરે 'ઈન્ડિયન પનોરમા સેક્શન'ની હેઠળ થઈ હતી. ફેસ્ટિવલની સમાપ્તિ પર ફેસ્ટના જ્યૂરી હેડ અને ઇઝરાયલી ફિલ્મમેકર નાદવ લાપિડે ફિલ્મને માટે વિવાદિત નિવેદન આપ્યુ હતું. જેનાથી મામલો ગરમ થયો હતો. તેણે ફિલ્મને વલ્ગર, અને અનુચિત જણાવ્યુ હતું. તેણે કહ્યુ હતપં કે તે ફિલ્મ જોઈને હેરાન થઈ ગયો હતો. તેણે આ ફિલ્મને એક પ્રોપોગેન્ડા જણાવ્યુ હતું.

  IIFIના જ્યૂરી હેડ નાદવ લાપિડના આ નિવેદનથી તેની ભારત અને ઈઝરાયલમાં આલોચના થઈ રહી છે. તેના પર 'ધ કાશ્મીર ફાઈલ્સ'ના ડિરેક્ટક વિવેક અગ્નિહોત્રીએ અપ્રત્યક્ષ રુપે પ્રતિક્રિયા આપી છે. તેની સિવાય, ફિલ્મમાં લીડ રોલનું પાત્ર ભજવનાર અનુપમ ખેર, ફિલ્મમેકર અશોક પંડિત અને સુદિપ્તો સેને પણ નાદિવના આ નિવેદન પર પ્રતિક્રિયા આપી છે.


  આ પણ વાંચોઃ માણસ તરીકે શરમ આવે છે, કાશ્મીર ફાઇલ્સને અશ્લીલ પ્રોપેગન્ડા ફિલ્મ કહેવા બદલ જુઓ કોણે માંગી માફી

  વિવેક રંજન અગ્નિહોત્રીએ પોતાના ટ્વિટમાં કોઈનું નામ લીધા વિના અને ફિલ્મનો ઉલ્લેખ કર્યા વિના લખ્યુ, ''સત્ય સૌથી ખતરનાક ચીજ છે. આ લોકોને જૂઠ્ઠો બનાવી દે છે." વિવેકે પોતાના ટ્વિટમાં કોઈનો ઉલ્લેખ કર્યો નથી પરંતુ ટ્વિટર યુઝર તેને નાવેદના વિવાદિત નિવેદનના જવાબ રીતે જોઈ રહ્યા છે.


  વળી, અનુપમ ખેરે 'ધ કાશ્મીર ફાઈલ્સ'ના અમુક ફોટો શેર કરતા પોતાની ટ્વિટમાં લખ્યુ, "જૂઠનું કદ ભલે ગમે તેટલું ઉંચુ હોય, સત્યની સામે હંમેશા નાનું જ રહે છે."

  વીડિયો શેર કરી કહી આ વાત
  આ પણ વાંચોઃ Bigg Boss 16ના ઘરમાં થશે પહેલી વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી, 'ગોલ્ડન બૉય' એમસી સ્ટેનને આપશે ટક્કર

  અશોક પંડિતે કર્યુ બહિષ્કારનું આહ્વાન


  ફિલ્મમેકર અશોક પંડિતે પોતાની ટ્વિટમાં લખ્યુ, "ધ કાશ્મીર ફાઈલ્સની સામે નાદવ લાપિડનું ગેરજવાબદારીય નિવેદન ભારતીય ફિલ્મમેકરની બેજ્જતી છે. હું તમામ ફિલ્મમેકર્સને અપીલ કરુ છુ કે તે વિવેક અગ્નિહોત્રીની સાથે ઉભા રહે અને એક એવા વિદેશીનો બહિષ્કાર કરો જેણે કાશ્મીરી પંડિતના નરસંહાર અને સાંસ્કૃતિક ખાત્માનો મજાક ઉડાવ્યો છે."


  ફિલ્મમેકર અને IFFI જ્યૂરી મેમ્બર સુદીપ્તો સેને પણ નાદવ લાપિડના નિવેદન પર પ્રતિક્રિયા આપી. તેણે કહ્યુ કે તે તેનો અંગત વિચાર છે. તેનાથી તે અને જ્યૂરી બોર્ડના અન્ય સભ્યો કોઈ સંબંધ ઘરાવતા નથી.


  આ પણ વાંચોઃ IIFI જ્યૂરી હેડએ 'ધ કાશ્મીર ફાઇલ્સ'ને ગણાવી 'Vulgur', કહ્યુ- 'આ જોઈને અમે હેરાન...'

  સુદિપ્તોએ કહ્યુ - નાદવના 'પર્સનલ વિચાર'


  તેણે પોતાના ટ્વીટમાં લખ્યું હતું કે જ્યુરી તરીકે તેણે ફિલ્મની ટેકનિકલ, સૌંદર્યલક્ષી, ગુણવત્તા અને સામાજિક-સાંસ્કૃતિક સુસંગતતા વિશે વાત કરવી હતી.


  તેમણે કહ્યું કે જ્યુરી કોઈપણ ફિલ્મ પર રાજકીય ટિપ્પણીમાં સામેલ નથી. આ નાદવના અંગત વિચારો છે.
  Published by:Hemal Vegda
  First published:

  Tags: Bollywood બોલિવૂડ, The kashmir files, અનુપમ ખેર, મનોરંજન

  विज्ञापन
  विज्ञापन