કોરોના વાયરસ સામેની જંગમાં કમલ હસનની જાહેરાત, 'મારા ઘરને હોસ્પિટલ બનાવી દો'

G
Updated: January 1, 1970, 5:30 AM IST
કોરોના વાયરસ સામેની જંગમાં કમલ હસનની જાહેરાત, 'મારા ઘરને હોસ્પિટલ બનાવી દો'
કમલ હસને આ પત્ર ટ્વિટર પર પણ શેર કર્યો હતો.

કમલ હસને આ પત્ર ટ્વિટર પર પણ શેર કર્યો હતો.

  • Share this:
દેશમાં કોરોના વાયરસ (Coronavirus)ના સંક્રમણને ફેલાતો અટકાવવા માટે 21 દિવસનો લોકડાઉન સરકારે જાહેર કર્યો છે. આ આદેશ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) 24 માર્ચ રાતે 8 વાગે કર્યો હતો. કોરોના વાયરસના કારણે અનેક સેલેબ્રિટી પોતાના ઘરમાં જ્યાં કેદ છે ત્યારે સાઉનના જાણીતા અભિનેતા કમલ હસને કોરોના વાયરસની સંક્રમિત લોકોના ઇલાજ માટે પોતાના ઘરને હોસ્પિટલમાં પરિવર્તીત કરવાની સરકારથી રજૂઆત કરી છે. કમલ હસને (Kamal Haasan) એક ટ્વીટ કરીને કહ્યું કે તેમની પાર્ટી મક્કલ નીધિ માઇલ (MMM)માં ડોક્ટરોની મદદથી તે પોતાના ઘરને કોરોના વાયરસ સંક્રમિત રોગીઓના ઇલાજ માટે અસ્થાઇ રૂપે હોસ્પિટલમાં ફેરવવા માંગે છે. અને તેમણે એમ પણ કહ્યું કે સરકાર જો આવું કરવાની પરવાનગી આપે છે તો તે એવું કરવા તૈયાર છે. દેશમાં 21 દિવસનો લોકડાઉન છે અને મંગળવારે પીએમ મોદીએ જાહેરાત કરી છે કે સોશ્યલ ડિસ્ટેશિંગ આ બિમારીનો એક માત્ર વિકલ્પ છે. જે ઝડપથી ફેલાઇ રહી છે. કેટલાક દિવસ પહેલા કમલ હસને વકર્સની મદદ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ખુલ્લા પત્રમાં મદદ માંગી હતી. અને તેમણે આ પત્ર ટ્વિટર પર પણ શેર કર્યો હતો. તમને જણાવી દઇએ કે કોરોના વાયરસનો તેજીથી ફેલાવો થઇ રહ્યો છે. અને આ મહામારી હાલ પૂરી દુનિયામાં ફેલાઇ ગઇ છે. અને ભારતમાં જ ગત 24 કલાકમાં આ સંક્રમણના 95 નવા કેસ સામે આવ્યા છે. જેનાથી હવે ભારતમાં સંક્રમિતાની સંખ્યા 649 થઇ ગઇ છે અને 16 લોકોની મૃત્યુ થઇ ગઇ છે.
First published: March 26, 2020
વધુ વાંચો
अगली ख़बर