Home /News /bhuj /

Kutch News: ભુજમાં સુકાયેલા હમીરસર તળાવને ચોમાસામાં ભરવા પાલિકા દ્વારા પ્રિ મોન્સુન કામગીરી શરૂ કરાઈ

Kutch News: ભુજમાં સુકાયેલા હમીરસર તળાવને ચોમાસામાં ભરવા પાલિકા દ્વારા પ્રિ મોન્સુન કામગીરી શરૂ કરાઈ

મુંબઈના

મુંબઈના જૈન સંગઠન દ્વારા ટોકન ચાર્જ પર બે જેસીબી મળ્યા

કચ્છના મુખ્યમથક ભુજના તળાવોમાં પાણીની આવક વિશેષ રહી ન હતી. તો સાથે જ જેટલું પાણી આવ્યું તેમાં ગટરનું પાણી પણ ભળી જતા ભુજના હૃદય સમાન હમીરસર તળાવનું પાણી દુષિત થયું હતું.

    Kutch: કચ્છના મુખ્યમથક ભુજના તળાવોમાં (Bhuj Lakes) પાણીની આવક વિશેષ રહી ન હતી. તો સાથે જ જેટલું પાણી આવ્યું તેમાં ગટરનુંપાણી પણ ભળી જતા ભુજના હૃદય સમાન હમીરસર તળાવનું (Hamirsar Lake Bhuj) પાણી દુષિત થયું હતું. તો આ વર્ષે કેન્દ્રીય હવામાન વિભાગ (Indian Meteorological Department) દ્વારા ચોમાસાની (Monsoon in Kutch) જાહેરાત થતાં જ જિલ્લા તંત્ર દ્વારા પ્રી મોન્સુન કામગીરી શરૂ કરવા સર્વે વિભાગને સૂચના અપાઈ હતી. તો આ વર્ષે ભુજના તળાવોમાં પાણી સારી માત્રામાં આવે તે માટે ભુજ નગરપાલિકાએ (Bhuj Nagarpalika) પ્રિ મોન્સુન કામગીરી શરૂ કરી છે.

    ભુજ નગરપાલિકા દ્વારા 55 કિલોમીટરમાં વિસ્તરેલા 35,000 રનિંગ મીટરમાં આવેલા વરસાદી નાળાની સફાઈ હાથ ધરાઇ છે. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષા અને ભુજ મતવિસ્તારના ધારાસભ્ય ડૉ. નિમાબેન આચાર્યના પ્રયત્નોથી આ વર્ષે સમસ્ત મહાજન જૈન સંઘ મુંબઈ દ્વારા બે મહિના માટે બે જેસીબી ફાળવવામાં આવ્યા છે ઉપરાંત નગરપાલિકાના પાંચ ટ્રેક્ટર 20 સફાઈ કામદાર દ્વારા નાળાસફાઈનું કામ શરૂ કરાયું છે આયોજનને પગલે આ વર્ષે સુધરાઈના 7થી 8 લાખનો ખર્ચ બચાવી શકાશે અને સફાઇ પણ યોગ્ય રીતે થશે.

    આ પણ વાંચો: Kutch: રાજાશાહી સમયની સેલોર આજે પણ કચ્છમાં મીઠું પાણી પૂરું પાડે છે, વિસરાતી સેલોરની જાળવણી ખૂબ જરૂરી

    આ ઊપરાંત પ્રિમોન્સુન કામગીરી અંતર્ગત આયોજનની ગ્રાન્ટમાંથી અંદાજે 15 લાખના ખર્ચે દેશલસર અને હમીરસર તળાવની આવમાં આવેલી ગટરની ચેમ્બરો બહાર કઢાશે. જો બહાર કાઢવી શક્ય નહીં બને તો આરસીસી સ્ટ્રક્ચર બનાવાશે તેમ જ અમુક જગ્યાએ ચેમ્બરને ઊંચાઈ આપવામાં આવશે આ કામ આવતા અઠવાડિયાથી શરૂ કરવામાં આવશે અને તળાવમાં આવતા ગટરના પાણીને અટકાવવામાં આવશે.

    ઉલ્લેખનીય છે કે, ભુજ નગરપાલિકા દ્વારા કરવામાં આવી રહેલી પ્રિમોન્સુન કામગીરી અંતર્ગત 24 જેટલા કૂવાની આવની સફાઈ પણ પૂર્ણ કરવામાં આવી છે. ભાડાના સહયોગથી ઉમાસર તળાવના ઓગનનું રિપેરીંગ કામ હાથ ધરાશે તેમજ સર્જન કાસા સોસાયટીની દીવાલ ને બદલે બોરીબંધ બનાવાશે જેથી સોસાયટીમાં પાણી ન ભરાય.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Kutch City, કચ્છ

    આગામી સમાચાર