Home /News /bhuj /

PM Modi in Kutch: પીએમ મોદીના 92 વખત કરવામાં આવેલા કચ્છ પ્રવાસનું ચિત્ર પ્રદર્શન

PM Modi in Kutch: પીએમ મોદીના 92 વખત કરવામાં આવેલા કચ્છ પ્રવાસનું ચિત્ર પ્રદર્શન

સી.આર.

સી.આર. પાટિલના હસ્તે નવા કાર્યાલયનું ભૂમિપૂજન કરાયું

કચ્છ પ્રત્યે અપાર પ્રેમ દર્શાવતા નરેન્દ્ર મોદીની સર્વે કચ્છ પ્રવાસ દર્શાવતું ચિત્ર પ્રદર્શન કચ્છ ભાજપના નવા કાર્યાલયના ભૂમિપૂજન પ્રસંગે કરવામાં આવ્યું હતું જેમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ હાજર રહ્યા હતા.

  Dhairya Gajara Kutch: વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) ગુજરાતના મુખ્યમંત્રી હતા તે સમયથી જ તેમને કચ્છથી એક વિશેષ લગાવ રહ્યું છે. સમયાંતરે કચ્છના પ્રવાસે (Modi in Kutch) આવેલા મોદીએ કચ્છના લોકો સાથે અહીંની સ્થાનિક ભાષામાં વાત કરી તેમની લાગણીઓ વ્યક્ત કરી છે. તો સામે કચ્છના લોકોએ પણ તેમને એટલી જ ચાહના આપી છે. ત્યારે શનિવારે કચ્છ જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના (Kutch BJP) નવા કાર્યાલયના ભૂમિપૂજન પ્રસંગે પક્ષ દ્વારા નરેન્દ્ર મોદીની અત્યાર સુધીની સર્વે કચ્છ પ્રવાસની ચિત્ર પ્રદર્શની "મોદી ઈન કચ્છ" રજૂ કરી હતી.

  દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સરહદી જિલ્લા કચ્છ પ્રત્યે વિશેષ લગાવ રહ્યું છે. કચ્છ જિલ્લો નરેન્દ્ર મોદીનો સર્વાધિક પ્રિય જિલ્લો રહ્યો છે. નરેન્દ્ર મોદી ભલે ને ગુજરાતમાં ગમે ત્યાં હોય, ભારતમાં ગમે ત્યાં હોય કે પછી વિદેશમાં ગયા હોય ત્યારે ત્યાં પણ કચ્છને યાદ કર્યું છે. 2001ના વિનાશક ભૂકંપમાં કચ્છમાં સર્વસ્વ વિનાશ થઈ ગયું હતું ત્યારે નરેન્દ્ર મોદીએ કચ્છમાં એક કાર્યકર્તાના સ્વરૂપે કચ્છના ગામડે ગામડે સ્કૂટર પર ફર્યા હતા. ભૂકંપગ્રસ્ત થયેલા લોકોની સમસ્યા જાણી અને સમસ્યા દૂર કરવાના પ્રયત્નો કર્યા અને સેવા હી સાધના માનીને લોકોની સેવા કરી છે.

  કચ્છ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી અનિરુદ્ધ દવેએ "મોદી ઈન કચ્છ" અંગે News18 સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી મુખ્યપ્રધાનના પદ પર લોકોની વચ્ચે આવ્યા. મુખ્યપ્રધાન પદ પર હતા ત્યારે તેઓ કચ્છની 87 વખત મુલાકાતે આવ્યા છે. અને કુલ અંદાજિત 92 વખત તેઓ કચ્છની મુલાકાતે આવ્યા છે. નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યપ્રધાન હતાં ત્યારે પણ અનેકવાર કચ્છની મુલાકાતે આવ્યા છે. અને હાલમાં દેશના વડાપ્રધાન છે ત્યારે પણ અનેક વાર કચ્છની મુલાકાતે આવી ચૂક્યા છે અને કચ્છ જિલ્લાની મુલાકાતે જ્યારે જ્યારે આવ્યા છે ત્યારે ત્યારે કચ્છને વિશેષ ભેટ આપી છે.

  આ પણ વાંચો: Gujarat Weather Update: ગુજરાતીઓ સંભાળજો! અમરેલી-સુરેન્દ્રનગરમાં 44 ડિગ્રી તાપમાન, અમદાવાદમાં આજે રેડ એલર્ટ

  જે કચ્છનું 2001ના ભૂકંપમાં વિનાશ થયું હતું તે જ કચ્છ આજે એશિયાનો સૌથી ઝડપથી વિકસતોજિલ્લો બન્યો છે તેનો શ્રેય દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જાય છે. નરેન્દ્ર મોદીએ જેટલી વાર કચ્છની મુલાકાત લીધી છે તે મુલાકાત દરમિયાન પાડવામાં આવેલ તસવીરોની પ્રદર્શનીનું આયોજન આજે ભુજના ટાઉનહોલ મધ્યે કરવામાં આવ્યું હતું. આ મોદી ઈન કચ્છ ફોટો પ્રદર્શની લોકોની યાદો તાજી થાય તે અર્થે ગોઠવવામાં આવી હતી.
  Published by:kuldipsinh barot
  First published:

  Tags: Bjp gujarat, Kutch, કચ્છ

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन