Home /News /bhuj /

Kutch: નર્મદાના નીર મુદ્દે ખેડૂતોના ધીર તૂટ્યા; કલેકટર કચેરી બહાર અચોક્કસ મુદ્દતના ધરણાં

Kutch: નર્મદાના નીર મુદ્દે ખેડૂતોના ધીર તૂટ્યા; કલેકટર કચેરી બહાર અચોક્કસ મુદ્દતના ધરણાં

દુધઈથી

દુધઈથી રુદ્રમાતા કેનાલ બનાવવા ખેડૂતોની માંગ

નર્મદાનું પાણી કચ્છ માટે પ્રાણપ્રશ્ન બન્યું છે ત્યારે લાંબા સમયથી નર્મદા કેનાલનું કામ પૂર્ણ ન થતાં હવે ખેડૂતોના ધુર તૂટ્યા છે. અને ગુરુવારે સવારથી કચ્છ જિલ્લા કલેકટર કચેરી બહાર ખેડૂતો અચોક્કસ મુદ્દતના ધરણાં પર બેઠા હતા.

  Kutch: સરહદી અને સૂકા રણ પ્રદેશ કચ્છમાં નર્મદાના નીર (Kutch Narmada Water) મુદ્દે વખતે ને વખતે ખેડૂતો (Kutch Farmers) દ્વારા રજૂઆત કર્યા છતાં પણ હજુ કચ્છના ખેડૂતોને નર્મદાના પાણી માટે તરસ્યા બેઠા છે. ભારતીય કિસાન સંઘ (Bharatiya Kisan Sangh) દ્વારા દુધઇ સબબ્રાન્ચ કેનાલની (Kutch Narmada Canal) અધૂરી કામગીરી તાત્કાલિક પૂરી કરવાની માંગણી સાથે રુદ્રમાતા જાગીર પાસે સભા તેમજ ટ્રેકટર રેલી યોજવામાં આવી હતી.અને ઉચ્ચારેલી ચીમકી મુજબ સરકાર દ્વારા કેનાલની મંજૂરી મુદ્દે કોઈ ચોક્કસ પગલાં ન લેવાતાં કલેક્ટર કચેરી (Kutch Collector) સામે અચોક્કસ મુદતના ધરણા (Farmer's Protest) પર બેઠા હતા.

  ભારતીય કિસાન સંઘ કચ્છ જિલ્લા દ્વારા નર્મદાના નીર બાબતે \"અભી નહીં તો કભી નહીં, નર્મદા લાવો કચ્છ બચાવો\"ના સૂત્ર સાથે અનેકવાર રજૂઆતો કરવામાં આવી છે.ઉગ્ર આંદોલન પણ કરવામાં આવ્યા છે છતાં ખેડૂતોની સમસ્યાનો નિવારણ આવતું નથી. જેથી કરીને ખેડૂતો સરકારના ખોટા વાયદાઓથી પરેશાન થયા છે અને હવે જુદાં જુદાં સ્તરે કાર્યક્રમો આપી રહ્યા છે તો સાથે જ ખેડૂતો જણાવે છે કે જરૂર પડશે તો ગામો પણ બંધ કરવામાં આવશે.

  દુધઇ સબ બ્રાન્ચ કેનાલ 68 કિલોમીટર જેટલી લંબાઇ ધરાવે છે તેમાં નિયમિત પાણીના 33 કિલો મીટરના કામો થઇ ગયા છે, જ્યારે બાકીના 45 કિલો મીટરના કામ બાકી છે. નર્મદા નિગમ દ્વારા તેનો સર્વે પણ કરાઇ ગયો છે તેમજ એસ્ટીમેટ પણ બની ગયો છે માત્ર ખેડૂતોને જમીન સંપાદનના એવોર્ડ કરવાના બાકી રહ્યા છે. ખેડૂતો પણ જમીન આપવા સરકારના નીતિ નિયમો મુજબ તૈયાર છે.

  તાત્કાલિક ધોરણે બાકીના કામો પુરા કરવા સરકાર સમક્ષ વિનંતી કરવામાં આવી છે, કારણ કે, 45 કિલો મીટરમાં આવતા ભુજ તાલુકાના 10 ગામો પહેલાથી જ મૂળ યોજના મુજબ કમાન વિસ્તારમાં આવે છે. આ ગામો પાસે સિંચાઇ માટે અન્ય કોઈ વ્યવસ્થા નથી અને સરહદો પરના ગામો છે તેમાં પાણી અભાવે ખેડૂતીઅને માલધારીઓ હિજરત કરી રહ્યા છે જેને રોકવા માટે પાણી અગત્યનું હોતાં બાકી રહેતાં કામો તાત્કાલિક પૂરા કરવા યોગ્ય પગલા સરકાર લે તેવી માંગણી ઊભી થઈ છે.

  ભારતીય કિસાન સંઘ કચ્છ જિલ્લના પ્રમુખ શિવજીભાઈ બરાડીયાએ જણાવ્યું હતું કે, ભારતીય કિસાન સંઘ કચ્છ જિલ્લા દ્વારા છેલ્લાં બે વર્ષથી વિવિધ કાર્યક્રમો આપવામાં આવી રહ્યા છે. દુધઇ સબ બ્રાન્ચ કેનાલ 68 કિલો મીટર જેટલી લંબાઇ ધરાવે છે તેમાં નિયમિત પાણીના 33 કિલો મીટરના કામો થઇ ગયા છે જ્યારે બાકીના 45 કિલો મીટરના કામ બાકી છે.

  જે કામ બાકી છે તે કામ હવે પાઇપલાઇન મારફતે કરવાનું સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યું છે ત્યારે તેનો ખર્ચ છે તે 5000 કરોડ થવા પામશે પરંતુ કેનાલ કરવામાં આવે તો માત્ર 1200 કરોડ રૂપિયાનો જ ખર્ચ થાય તેમ છે. આટલા સમયથી જો કામ ટલ્લે ના ચડ્યું હોત તો હાલમાં લોકોને પાણી પણ મળતું થઈ ગયું હોત. સરકારને 5000 કરોડ ખર્ચવામાં કેમ રસ છે 1200 કરોડમાં યોજના પૂર્ણ થઈ શકે તેમ છે લોકો દ્વારા ભરાયેલ જીએસટીના રૂપિયા છે. હવે પ્રાંત સ્તરથી કાર્યક્રમો આપવામાં આવશે.

  આ પણ વાંચો: Kutch: ધો.12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર, જાણો કેટલા વિદ્યાર્થીઓને મળ્યો A1 ગ્રેડ

  ભારતીય કિસાન સંઘ ગુજરાત પ્રદેશના ઉપપ્રમુખ શ્યામજી મ્યાત્રાએ જણાવ્યું હતું કે, આજના ધરણાં કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય સરહદી વિસ્તારના જે ગામો છે ત્યાં જે કેનાલને પાઇપલાઇનમાં ફેરવવામાં આવી તેના કારણે ભારતીય કિસાન સંઘે વાંધો લીધો છે અને છેલ્લા 2 વર્ષોથી લેખિત,મૌખિક રજૂઆતો કરવા છતાં પણ સરકારે પોતાના નિર્ણયમાં ફેરફાર નથી કર્યો. સરકાર સમક્ષ અવારનવાર રજૂઆતો કરવા છતાં હજી કોઈ નિર્ણય નથી આવ્યો. જો નર્મદાના પાણી, મીટર પ્રથાને લઈને જો સરકાર યોગ્ય નિર્ણય નહીં લે તો ગુજરાત પ્રાંત દ્વારા પણ કાર્યક્રમો આપવામાં આવશે.
  Published by:kuldipsinh barot
  First published:

  Tags: Kutch City, કચ્છ

  આગામી સમાચાર