Home /News /bhuj /

Kutch News: કચ્છના રાજાશાહી ઇતિહાસને ફરી ઉજાગર કરશે આ બગીચો, પ્રાગમલજી ત્રીજાની કાંસ્ય મૂર્તિ સ્થપાઈ

Kutch News: કચ્છના રાજાશાહી ઇતિહાસને ફરી ઉજાગર કરશે આ બગીચો, પ્રાગમલજી ત્રીજાની કાંસ્ય મૂર્તિ સ્થપાઈ

રાજપરિવાર

રાજપરિવાર દ્વારા મહારાવ પ્રાગમલજી ત્રીજાની કાંસ્ય મૂર્તિ પણ સ્થાપવામાં આવી

વર્ષો પહેલાં સુધી કચ્છની શાળાઓમાં (Kutch Schools) કચ્છના રાજાશાહી ઇતિહાસ (Kutch Royal History) વિશે પણ ભણાવવામાં આવતું હતું. કચ્છના 18 મહારાવ (Kutch Kings) વિશે બાળકો તેમના નામના પહેલા અક્ષરે વંશાવળી યાદ રાખતા પણ આજે શાળાઓના અભ્યાસમાંથી રાજાશાહી ઇતિહાસ ભૂંસાઈ ગયું છે.

વધુ જુઓ ...
  Kutch: વર્ષો પહેલાં સુધી કચ્છની શાળાઓમાં (Kutch Schools) કચ્છના રાજાશાહી ઇતિહાસ (Kutch Royal History) વિશે પણ ભણાવવામાં આવતું હતું. કચ્છના 18 મહારાવ (Kutch Kings) વિશે બાળકો તેમના નામના પહેલા અક્ષરે વંશાવળી યાદ રાખતા પણ આજે શાળાઓના અભ્યાસમાંથી રાજાશાહી ઇતિહાસ ભૂંસાઈ ગયું છે. ત્યારે આ સંપૂર્ણ રાજાશાહી ઇતિહાસને ફરી એક વખત ઉજાગર કરવા કચ્છના મુખ્યમથક ભુજમાં કચ્છનું સંપૂર્ણ રાજાશાહી ઇતિહાસ દર્શાવતું પાર્ક (Kutch Royal Park) આજે ખુલ્લું મુકાયું હતું. તો સાથે જ કચ્છના અંતિમ રાજવી મહારાવ પ્રાગમલજી ત્રીજાની (Pragmalji Third) કાંસ્ય પ્રતિમાનું અનાવરણ પણ કરવામાં આવ્યું હતું.

  આજ રોજ કચ્છના અંતિમ રાજવી મહારાવ પ્રાગમલજી ત્રીજાનો જન્મદિવસ છે, ત્યારે આજે તેમના નિવાસસ્થાન રણજીત વિલાસ પેલેસ ખાતે 2.5 એકરમાં 15 લાખના ખર્ચે કાંસ્યની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું. ઉપરાંત 30 લાખના ખર્ચે સ્મારક ઉદ્યાન પણ ઊભું કરવામાં આવ્યું છે જેનું કામ હજી ચાલુ છે.આ પ્રસંગે મહારાવ પ્રાગમલજી ત્રીજાના વારસદાર એવા કુંવર ઇન્દ્રજીત સિંહ જાડેજા, કુંવર મયુરધ્વજસિંહ જાડેજા, કુંવર કૃતાર્થસિંહ જાડેજા અને રાજ પરિવારના અન્યો સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

  આ સ્મારક ઉદ્યાનમાં મહારાવ પ્રાગમલજી ત્રીજાની કાંસ્યની પ્રતિમા સાથે કચ્છના 18 મહારાવના ઈતિહાસ વિશેની માહિતી પણ દર્શાવવામાં આવી છે.જેથી કરીને કચ્છની જનતા કચ્છમાં જે જે રાજવીઓએ શાસન કર્યું છે તેના અંગે માહિતી મેળવી શકે અને રાજવીઓ દ્વારા કરાયેલ વિવિધ કાર્યોથી માહિતગાર થઈ શકે.

  15 ઓગસ્ટ 1947ના રોજ ભારત (India) જ્યારે અંગ્રેજો (Britishers) ની ગુલામીમાંથી આઝાદ થયું હતું.ત્યારે દેશ અલગ અલગ રજવાડાઓ (Princely State) માં વહેંચાયેલો હતો. જેને એક કરવા સરદાર વલ્લભભાઈ પટેલે (Sardar Vallabhbhai Patel) બીડું ઝડપ્યું હતું. દેશ સ્વતંત્ર થયો ત્યારે કચ્છના તત્કાલિન રાજવી વિજયરાજજી લંડનમાં સારવાર મેળવતાં હતા. તેમના હુકમથી તેમના પુત્ર મદનસિંહજીએ 16 ઓગસ્ટ 1947ના રોજ કચ્છ રાજ્યના ભારતમાં વિલિનીકરણ પર સહી કરી હતી. તે સમયે કચ્છનો ‘ક’ વર્ગના રાજ્ય તરીકે ઉદય થયો હતો. જેનું સંચાલન કેન્દ્રીય સરકારથી કરવામાં આવતું હતું. પાછળથી કચ્છને ગુજરાત રાજ્યના જિલ્લા તરીકે ભેળવી દેવાયુ હતું.

  26 જાન્યુઆરી 1948ના રોજ વિજયરાજજીના અવસાન બાદ મદનસિંહજી મહારાવ બન્યા હતા. 17 ઓક્ટોબર 1991માં મદનસિંહજીનું અવસાન થયું હતું. ત્યારબાદ ભુજના પ્રાગમહેલ પેલેસમાં ટીલામેડી વિધિ દ્વારા તેમના જ્યેષ્ઠ પુત્ર પ્રાગમલજી ત્રીજાને મહારાવ (હિઝ હાઈનેસ મહારાજધિરાજ મિર્ઝા મહારાવ શ્રી પ્રાગમલજી ત્રીજા, સવાઈ બહાદુર, કચ્છ મહારાવ) તરીકે ઘોષિત કરાયા હતા. મહારાવ પ્રાગમલજી ત્રીજાએ અજમેરની મેયો કૉલેજ અને દહેરાદૂનની દૂન સ્કૂલમાં શાળાકીય શિક્ષણ મેળવી દિલ્હી યુનિવર્સિટીની હિંદુ કૉલેજમાંથી ગ્રેજ્યુએશન કર્યું હતું. જીવનના પૂર્વાર્ધનો મોટાભાગનો સમય તેમણે મુંબઈ અને લંડનમાં વીતાવ્યો હતો. જો કે પાછળથી તે મોટાભાગનો સમય કચ્છમાં ગાળતા હતા. મિલનસાર સ્વભાવ ધરાવતાં મહારાવ વર્ષો જૂની પરંપરાઓ સાથે આધુનિક પ્રગતિશીલ વિચારધારાના પણ પ્રોત્સાહક હતા.

  આઝાદી બાદ કચ્છને અનેક બાબતમાં થતાં અન્યાય બાબતે તેમણે અલગ કચ્છની માંગને સંપૂર્ણ સમર્થન જાહેર કર્યું હતું. તેમણે ભૂકંપમાં ધ્વસ્ત પ્રાગમહેલ અને આયના મહેલનું પુનઃનિર્માણની કામગીરી કરાવી હતી. રાજવી પરિવારના નામે ભુજમાં રણજીતવિલાસ પેલેસ, પ્રાગમહેલ, આયના મહેલ, શરદબાગ પેલેસ, માંડવીના વિજય વિલાસ પેલેસ, ચાડવા રખાલ સહિત અનેક ઐતિહાસિક સ્મારક અને વારસો છે. મુંબઈમાં પણ મોટી મિલકત છે. પ્રાગમલજી ત્રીજાની વિદાયથી ક્ચ્છ આજે શોકમાં ગરકાવ છે તેમની ખોટ કદી પણ પુરી શકાશે નહીં. મહારાવ પ્રાગમલજી ત્રીજાએ એક એવા રાજવી હતા, જેમણે યુવા કાળથી કરીને અંતિમ સુધી તેમણે પવિત્રતા જાળવી રાખી હતી તથા કોમી એકતા માટે તો હંમેશા ઊભા રહ્યા હતા.

  આ પણ વાંચો: Kutch: કચ્છના અંતિમ રાજવીની ઈચ્છા મહારાણીએ પૂરી કરી: ચાડવા રખાલ ખાતે બંધાવ્યું મહામાયા માતાજીનું મંદિર

  પ્રખ્યાત વંશના અંતિમ વારસ મહારાવ પ્રાગમલજી ત્રીજા કે જેઓએ 185 વર્ષના સમયગાળા બાદ ભુજમાં પ્રાચીન માઆશાપુરા મંદિરનું મોટા પાયે પુનઃ નિર્માણ અને જીર્ણોધ્ધાર કરવા માટે અન્યોને પ્રેરિત અને માર્ગદર્શિત કરેલ અને મહારાણી પ્રીતિદેવી સાથે સંયુકત નામે દેશદેવીમાં આશાપુરાને કચ્છી કોરી અર્પણ કરી. તેમણે પ્રાગસર તળાવ પાસે અનન્ય વન્યજીવોનાં પોષણ અને સંવર્ધન માટે વાતાવરણને અનુરૂપ ઉદ્યાન સંરક્ષીત કરેલ. વાંઢાય તપોભૂમિ અને બૌતેર જીનાલય તીર્થમાં ભવ્ય નવાં યાત્રાધામોનું નિર્માણ કરવામાં આવ્યું હતું. મુંબઈ મધ્ય વસતા લાખો કચ્છીઓના અનાજ વિતરણ અને પુરવઠાનું નિયંત્રણ પણ કરવામાં આવી રહ્યું છે.

  ગુજરાતના કચ્છી મુખ્યમંત્રી સુરેશચંદ્ર મહેતા (Suresh MehtaFormer Chief Minister of Gujarat)તેઓના સમકાલીન 2001 ના વિનાશક ભૂકંપ બાદ અંગત સ્ત્રોતોમાંથી તેમણે પ્રાગમહેલ, રણજીતવિલા,વિજયવિલાસનું પુનરૂધ્ધાર કરાવ્યું. ભુજ દરબારગઢમાંનવા ભવ્યદ્વારનું નિર્માણ કરી અને સુખ સદાચાર દ્વાર નામકરણ કરવામ આવ્યું હતું. મહારાણી પ્રીતિ દેવી કચ્છ પ્રત્યેના પ્રેમનાં પ્રતીકરૂપે પાંચ દેવીઓશ્રી મહામાયા, શ્રી રૂદ્રાણીજી, શ્રી મહાકાલી, શ્રી હિંગલાજ અને શ્રી ત્રિપુરસુંદરી સાથે 51 શકિતપીઠ ધરાવતા શ્રી શકિતસ્થળનું ચાડવા રખાલ મધ્યે નિર્માણ કરાવ્યું.
  Published by:kuldipsinh barot
  First published:

  Tags: Kutch City, કચ્છ

  આગામી સમાચાર