Home /News /bhuj /

Kutch News: વિશ્વના ટોચે કચ્છ, ઇતિહાસમાં પહેલી વખત કોઈ કચ્છીએ માઉન્ટ એવરેસ્ટ સર કર્યું

Kutch News: વિશ્વના ટોચે કચ્છ, ઇતિહાસમાં પહેલી વખત કોઈ કચ્છીએ માઉન્ટ એવરેસ્ટ સર કર્યું

છ

છ મહિના પહેલા જ હિમાલય પર્વતમાળાનો સૌથી કઠિન ડુંગર સર કર્યો હતો

કચ્છના એક યુવા પર્વતારોહકે માઉન્ટ એવરેસ્ટ સર કરી આ સિદ્ધિ હાંસલ કરનાર પ્રથમ કચ્છી યુવાન બન્યો છે ત્યારે ગુરુવારે ટોચ પર પહોંચી BAPS સ્વામિનારાયણ મંદિરનો ધ્વજ લહેરાવ્યો હતો.

  Kutch: કચ્છના એક યુવાને વિશ્વનો સૌથી ઊંચો પર્વત (Mount Everest) સર કરી પોતાનું નામ સોનેરી અક્ષરે ઇતિહાસમાં મુકાવ્યું છે. ભુજ (Bhuj) ના યુવાને માઉન્ટ એવરેસ્ટ સર કરી (Kutchi on Everest) પોતાના માટે તો એક અનેરી સિદ્ધિ હાંસલ કરી જ છે પણ સાથે માઉન્ટ એવરેસ્ટ સર કરનાર પ્રથમ કચ્છી (First Kutchi on Everest) તરીકે હંમેશા હંમેશ માટે નામાંકીત થયા છે. થોડા સમય પહેલા જ હિમાલય પર્વતમાળાનો (Himalayan Range) સૌથી કઠિન પહાડમાંનાડબલમ (Ama Dablam) સર કર્યાના થોડા મહિનાઓમાં જ માઉન્ટ એવરેસ્ટ સર કરી કચ્છનું નામ રોશન કર્યું છે.

  દરિયાઈ સપાટીથી 8848 મીટર એટલે કે 29 હજાર ફૂટ ઊંચા વિશ્વના સૌથી ઊંચા પહાડ માઉન્ટ એવરેસ્ટ પર એક કચ્છીએ ઝંડો લહેરાવ્યો છે. વિશ્વભરમાંથી 50 લોકો આ સમિટ માટે સિલેક્ટ થયા હતા જેમાં ભારતમાંથી ફક્ત જતીન ચૌધરી એવરેસ્ટ શિખર પર પહોંચ્યા હતા. મૂળ ઉત્તરપ્રદેશના પણ બાળપણથી જ કચ્છમાં વસેલા જતીને આ કપરૂં ચઢાણ પૂર્ણ કરીને શિખર પર પહોંચ્યા હતા.

  બાળપણમાં ભુજના ભુજીયા ડુંગર પર ચડવાની ટેવે એવો તે રસ જમાવ્યો કે એક મલ્ટીનેશનલ કંપનીમાં ઇજનેર તરીકે નોકરી કરતા જતીનભાઈએ પોતાની નોકરી મૂકી પર્વતારોહણ કરવાનું શરૂ કર્યું હતું. તો થોડા મહિનાઓ પહેલા જ જતીનભાઈ એ હિમાલય પર્વતમાળા પર ચઢાઈ માટે સૌથી કઠિન પર્વત લેખાતા અમા ડબલમ સર કર્યા બાદ News18 ને જણાવ્યું હતું કે તેઓ માઉન્ટ એવરેસ્ટ સર કરવાની ઈચ્છા ધરાવે છે અને છ મહિનામાં જ તેમણે પોતાનું આ સપનું સાકાર કરી વિશ્વના ટોચે પહોંચનાર પહેલા કચ્છી બન્યા છે.

  ગુરૂવાર સવારે એવરેસ્ટની ટોચે પહોંચીને બીએપીએસ સ્વામિનારાયણ મંદિર (BAPSSwaminarayan Mandir) નો ધ્વજ લહેરાવ્યો હતો. સાહસિક વ્યક્તિઓ જાનની પરવા કર્યા વિના પ્રતિકૂળ પરિસ્થિતિનો સામનો કરી પડકારોનો સામનો કરતા હોય છે. આવા જ એક મૂળ ઉત્તરપ્રદેશના અને કચ્છને કર્મ ભૂમિ બનાવનારા ભુજના યુવાન જતિન રામસિંહ ચૌધરીએ 12 મેના 8848 મીટરની ઊંચાઈ જેટલું કપરું ચઢાણ પૂર્ણ કરી માઉન્ટ એવરેસ્ટ સર કરી પરિવારની સાથેસાથે ક્ચ્છનું નામ રોશન કર્યું છે.

  નિવૃત્ત પી.એસ.આઈ. રામસિંહ ચોધરીના ૪૨ વર્ષીય પુત્ર જતિને ગત 14 એપ્રિલથી માઉન્ટ એવરેસ્ટના પર્વતારોહણની શરૂઆત કરી હતી. તેમને લુક્લાથી બેઝ કેમ્પ સુધી પહોંચવામાં 10 થી 15 દિવસનો સમય લાગ્યો હતો, ત્યારબાદ 9 મેના ફાઈનલ ચઢાણ શરૂ કરી ગુરુવારે સવારે એવરેસ્ટની ટોચે બીએપીએસ સ્વામિનારાયણ મંદિરનો ધ્વજ લહેરાવ્યો હતો.

  આ પણ વાંચો: Kutch: હમીરસર કિનારે બનતા કલ્ચરલ પાર્કમાં સનસેટ પોઇન્ટ બનશે, કચ્છી વાજિંત્રો મધુર સંગીત રેલવશે

  આ પર્વતારોહણ દરમ્યાન એસપીઓ-ટુ એટલે કે તેનું ઓક્સિજન લેવલ 53 જેટલું થઈ ગયું હતું. સામાન્ય રીતે આટલા લેવલમાં કોઈપણ અન્ય વ્યક્તિને હોસ્પિટલમાં વેન્ટિલેટર પર રાખવાની જરૂર પડે છે. એવરેસ્ટ સર કરવા પર્વતારોહકો સાથે નેપાળથી ખાસ શેરપા સાથે હોય છે, આ શેરપાઓને ખાસ તાલીમ આપવામાં આવતી હોય છે. જતિને નેપાળમાં આ તાલીમ લઈ ડિગ્રી હાંસલ કરી છે, તેથી નેપાળ સરકારના સચિવ દ્વારા તેને ગ્રુપ લીડર બનાવાયો હતો. આ ગ્રુપમાં અન્ય 50 પર્વતારોહક જોડાયા હતા, જેની તમામ જવાબદારી સવાયા કચ્છીને સોંપાઈ હતી, તેની સાથે જોડાયેલા પૈકી 25 લોકોએ એવરેસ્ટ સર કરી લીધું હતું, બાકીના હજુ રસ્તામાં છે.
  Published by:kuldipsinh barot
  First published:

  Tags: Kutch City, કચ્છ

  આગામી સમાચાર