Home /News /bhuj /

Kutch: દબાણકર્તાઓએ હદ વટાવી: સરકારી આયુર્વેદ હોસ્પિટલમાં જ ગાયનો વાડો બનાવી નાખ્યો

Kutch: દબાણકર્તાઓએ હદ વટાવી: સરકારી આયુર્વેદ હોસ્પિટલમાં જ ગાયનો વાડો બનાવી નાખ્યો

વાડાના

વાડાના કારણે હોસ્પિટલમાં દુર્ગંધ અને મચ્છરની પરેશાનીઓ વધી

કચ્છના મુખ્યમથક ભુજમાં સરપટ નાકા પાસે આવેલી સરકારી આયુર્વેદ હોસ્પિટલમાં અતિક્રમણકારીઓએ હોસ્પિટલની અંદર દબાણ કરી ગાયો માટે વાડો બનાવી નાખ્યો છે જે મુદ્દે હોસ્પિટલ દ્વારા પ્રાંત અધિકારીને રજૂઆત કરવા છતાં હજુ સુધી કોઈ પગલાં લેવાયા નથી

વધુ જુઓ ...
    Kutch, Bhuj: કચ્છભરમાં વર્ષોથી ઠેકઠેકાણે દબાણ (Land Grabbing in Kutch) થતાં હોવાની ફરીયાદો આવતી હોય છે. છેલ્લા થોડા સમયથી સખત કલમો (Rigorous Sections) તળે લેન્ડ ગ્રેબિંગના ગુનાઓ પણ નોંધવામાં આવે છે, પણ દબાણકર્તાઓને કોઈ ફરક પડતું ન હોય તેમ બેફામ બન્યા છે. ત્યારે ભુજમાં તો અતિક્રમણકારીઓએ (Bhuj Land Grabbing) તો હદ કરી નાખી છે. અને સરકારી આયુર્વેદ હોસ્પિટલ(Government Ayurved Hospital Bhuj)માં જ દબાણ કરી ગાયો માટે વાડો બનાવી નાખ્યો છે.

    ભુજ શહેરમાં સરપટ નાકા પાસે આવેલી જ્યુબિલિ હોસ્પિટલ છેલ્લા અનેક વર્ષોથી સરકારી આયુર્વેદ હોસ્પિટલ તરીકે કાર્યરત છે. તો હાલ થોડા દિવસો પહેલા આ હોસ્પિટલ પાસે આવેલી એક ખાનગી જમીન ધારકોએ હોસ્પિટલના પ્રાંગણ અંદર ગાયો રાખવા માટે વાડો બાંધી નાખ્યો છે.

    સરકારી જમીન પચાવવા ઉપરાંત હોસ્પિટલના કર્મચારીઓ તેમજ દર્દીઓ માટે આ પરેશાની બની છે. ગાયોના વાડાના કારણે સતત ગોબર અને મળમૂત્રની દુર્ગંધ હોસ્પિટલમાં ફેલાઈ રહીછે, તેવી ફરિયાદ હોસ્પિટલના કર્મચારીઓ અને અધિકારીઓએ કરી હતી. તો આ મુદ્દે વધુ જણાવતા હોસ્પિટલના મેડિકલ ઓફિસર જણાવ્યું હતું કે આ દબાણના કારણે હોસ્પિટલમાં મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે તો સાથે જ ઇન્ફેક્શન કંટ્રોલ પણ જળવાઈ રહ્યું નથી.

    આ પણ વાંચો:રાજકોટ : ટ્રાફિક બ્રિગેડના જવાનો દારૂનો વેપલો કરતાં ઝડપાયા, જાણો કેવી રીતે ફૂટ્યો ભાંડો

    તો હોસ્પિટલના અધિકારીઓ દ્વારા આ મુદ્દે ભુજ પ્રાંત અધિકારીને પણ 20 દિવસ પહેલા રજૂઆત કરવામાં આવી હતી છતાંય હજુ સુધી કોઈ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી નથી.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Kutch City, કચ્છ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन