Home /News /bhuj /

Bhuj: શાકભાજીના કચરા માટે ફળ વિક્રેતાઓને અપાઈ નોટિસ, સોમવારે ફેરિયાઓ મનાવશે ‘ધિક્કાર દિવસ’

Bhuj: શાકભાજીના કચરા માટે ફળ વિક્રેતાઓને અપાઈ નોટિસ, સોમવારે ફેરિયાઓ મનાવશે ‘ધિક્કાર દિવસ’

સોમવારે

સોમવારે નગરપાલિકાના વિરોધમાં ફેરિયાઓ મનાવશે ધિક્કાર દિવસ

શુક્રવારે સવારે નગરપાલિકા કર્મચારીઓ દ્વારા ફેરિયાઓને ગંદકી કરવા માટે નોટિસ અપાતા ફેરિયાઓ અને નગરપાલિકા કર્મચારીઓ વચ્ચે ડખો ઉપડ્યો હતો જે નગરપાલિકા પ્રમુખના આવવા છતાંય શાંત થયો ન હતો.

    Kutch: શુક્રવારે સવારે રાબેતા મુજબ ભુજના જૂના બસ સ્ટેશન (Bhuj Bus Station) બહાર ભરાતી શાક માર્કેટમાં (Bhuj Vegetable Market) ફેરિયાઓ પોતાની લારી લગાડી ફળ અને શાકભાજીનું વેચાણ કરી રહ્યા હતા. અને લોકો બજારમાં લારીએ લારીએ ફરી શાકભાજી ખરીદી રહ્યા હતા. આ વચ્ચે નગરપાલિકાના કર્મચારીઓ દ્વારા ફેરિયાઓને ગંદકી કરવા મુદ્દે નોટિસ પાઠવવામાં આવી હતી. જેથી જોતા ને જોતા બન્ને પક્ષો વચ્ચે ડખો ઉપડ્યો હતો (Nagarpalika Vendors Scuffle) અને છેવટે નગરપાલિકા પ્રમુખને (Bhuj Nagarpalika President) પણ બજારમાં આવી ફેરિયાઓ સાથે વાતચીત કરવી પડી હતી. પણ સમગ્ર મામલાનો ઉકેલો ન આવતા શેરી ફેરિયાઓમાં રોષ ફેલાયો હતો અને સોમાવરે ધિક્કાર દિવસ તરીકે પાડવાનો નક્કી કરાયું હતું.

    બનાવ મુદ્દે બનતી માહિતી મુજબ શુક્રવારે સવારે નગરપાલિકાના કર્મચારીઓ દ્વારા બસ સ્ટેશન બહાર ભરાતી શાક માર્કેટમાં જઈ ગંદકી કરવા બાબતે ફેરિયાઓને નોટિસ પાઠવવામાં આવી રહી હતી. જે જગ્યાએ કચરો દેખાતો હતો તેની બાજુમાં ઊભેલા લારી ધારકને નોટિસ પકડાવી દેવામાં આવી રહી હતી. તો પોતે કચરો ન કર્યા હોવાનું કહી ફેરિયાઓએ નોટિસ સ્વીકારી ન હતી.

    અનેક ફેરિયાઓ ભેગા થઈ જતાં તેમણે કર્મચારીઓને ઉપરના અધિકારીઓને બોલાવવા માંગ કરી હતી જે બાદ નગરપાલિકાના અન્ય કર્મચારીઓ પણ સ્થળ પર પહોંચ્યા હતા પણ મામલો છતાંય થાળે ન પડતાં છેવટે નગરપાલિકા પ્રમુખ ઘનશ્યામ ઠક્કર પણ સ્થળ પર દોડી આવ્યા હતા. ફેરીયાઓએ ફરિયાદ કરી હતી કે શાકભાજીના કચરા માટે ફળ વેંચતા ફેરિયાઓને નોટિસ ફટકારવામાં આવી રહી હતી.

    ઉલ્લેખનીય બાબત છે કે વહેલી સવારે અનેક લોકો લારી, છકડા તેમજ ટેમ્પા લઈને શાકભાજી વહેંચવા આ વિસ્તારમાં આવતા હોય છે, જેઓ સવારે 9.30 વાગ્યા સુધીમાં પોતાનું માલ વેંચી નીકળી જતા હોય છે, જેબાદ બીજા શાકભાજી અને ફળ વિક્રેતા તે સ્થળ પર પોતાની લારી લગાડે છે. ફરિયાઓની ફરિયાદ છે કે સવારે આવતા વિક્રેતાઓ દ્વારા કરવામાં આવેલા કચરા માટે તેમને નોટિસ ફટકારવામાં આવી હતી.

    આ પણ વાંચો: Jamnagar: દર્દીના સગા અને સિક્યુરિટી ગાર્ડ વચ્ચે માથાફૂટના CCTV વિડીયો થયા વાયરલ

    જો કે આ સમગ્ર મામલો સ્થળ પર થાળે ન પડતા ફેરિયાઓ દ્વારા આવતા સોમવારે ધિક્કાર દિવસ તરીકે મનાવવામાં આવશે, જેમાં નગરપાલિકાના વિરોધમાં કલેકટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવશે.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Kutch City, કચ્છ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन