Home /News /bhavnagar /Bhavnagar: મહુવામાં યુવાનો કરી રહ્યાં છે અનોખી સેવા, ગાયના છાણમાંથી બનાવે છે ધૂપ

Bhavnagar: મહુવામાં યુવાનો કરી રહ્યાં છે અનોખી સેવા, ગાયના છાણમાંથી બનાવે છે ધૂપ

ગાયના છાણમાંથી ધૂપ બનાવી બજારમાં વેચાણ કરવામાં આવે છે.

મહુવાના વાસી તળાવ વિસ્તારમાં ગૌસેવા સંસ્થાન ગ્રુપ દ્વારા ગીર ગાયના છાણમાંથી ધૂપબતી બનાવવાનું કાર્ય કરવામાં આવે છે. ગીર ગાયનું છાણ તથા યજ્ઞ કર્મમાં વપરાતા તમામ ઔષધી અને પંચદ્રવ્યોનું મિશ્રણ કરી તેમાંથી પ્રાકૃતિક ધૂપ બનાવવામાં આવે છે.

વધુ જુઓ ...

Dhruvik gondaliya, Bhavanagar : આપણે ત્યાં ગાયને માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે. ગાય દૂધ આપવાની સાથે સાથે આજે ગાય આધારિત ખેતી, ગૌમુત્રમાંથી વિવિધ પ્રોડક્ટ બનાવવામાં આવી રહી છે. આ પ્રોડક્ટથી પર્યાવરણને તો ફાયદો થાય જ છે સાથે સાથે કેટલાક લોકો માટે આવકનો શ્રોત પણ બની ગયો છે. ભાવનગરના મહુવામાં કેટલાક યુવકો દ્વારા ગાયના છાણમાંથી અગરબત્તી, ધૂપ દીવા બનાવવામાં આવી રહ્યાં છે. આ પ્રોડક્ટ વેચવાથી થતી આવકને ગાય પાછળ જ ખર્ચ કરવામાં આવી રહ્યો છે. છ મહિના પહેલા યુવાનો દ્વારા શરૂ કરવામાં આવેલી આ સેવાકીય પ્રવૃતિને સારો પ્રતિસાદ મળ્યો છે.


મહુવાના વાસી તળાવ વિસ્તારમાં ગૌસેવા સંસ્થાન ગ્રુપ દ્વારા ગીર ગાયના છાણમાંથી ધૂપબતી બનાવવાનું કાર્ય કરવામાં આવે છે. ગીર ગાયનું છાણ તથા યજ્ઞ કર્મમાં વપરાતા તમામ ઔષધી અને પંચદ્રવ્યોનું મિશ્રણ કરી તેમાંથી પ્રાકૃતિક ધૂપ બનાવવામાં આવે છે. ત્યારબાદ આ ધૂપનું બજારમાં વેચાણ કરવામાં આવે છે. વેચાણ કર્યા બાદ જે રકમ મળે તે બીમાર ગાય પાછળ ખર્ચ કરવામાં આવી રહી છે. 



ગાયના છાણમાંથી ધૂપ કેવી રીતે બને છે ?


ગીર ગાયનું છાણમાં યજ્ઞ સમીધ, યજ્ઞ કાસ્ટ તથા પંચદ્રવ્યનો ઉપયોગ કરવામાં આવે છે,  ધૂપકુંડ બનાવવામાં પ્રાકૃતિક વનસ્પતિ ઔષધ અને પંચગવ્ય વપરાયેલા છે જેથી દિવ્ય સુગંધ પ્રફુલિત વાતાવરણ મળે છે.  ધૂપ કુંડથી ધુમ્રસરો પર્યાવરણને શુદ્ધ બનાવે છે. ધૂપ પ્રાણવાયુ અને ગૃહ શાંતિ પ્રદાન કરે છે. ધુપકુંડ કરવાથી પરિસર પ્રાકૃતિક સુગંધથી ભરપૂર બનશે અને દિવ્યતાની અનુભૂતિ થશે. ધૂપકુંડ કરવાથી રોગ ફેલાવતા જીવજંતુનો નાશ થાય છે અથવા દૂર રહે છે.  ગૌ સેવા સંસ્થાન ગ્રુપ છેલ્લા મહિનાથી કાર્યરત છે. ગૌ સેવા સંસ્થાન ગ્રુપના કાર્યકર્તા અક્ષયભાઈ નવનીતરાય કાણકિયા છે.




ગાયના છાણમાંથી ધૂપ બનાવી બજારમાં વેચાણ કરવામાં આવે છે.
First published:

Tags: Cow