Home /News /bhavnagar /Bhavnagar: આ યુવા કવિ રામકથા પર લખી રહ્યાં છે અનોખો ગ્રંથ, જાણો કોણ છે આ કવિ
Bhavnagar: આ યુવા કવિ રામકથા પર લખી રહ્યાં છે અનોખો ગ્રંથ, જાણો કોણ છે આ કવિ
આ યુવા કવિ એ ચારણી સાહિત્ય પર ઘણી રચનાઓ લખી છે
તાજેતરમાં જ સરકાર માન્ય દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાટીયાની નવગુજરાત સંગીત વિધાપીઠ દ્વારા મહુવા તાલુકાના સુણા ગામના સાધુ સમાજનું ગૌરવ સુપ્રસિદ્ધ કવિશ્રી અને સાહિત્યકાર પાર્થ હરિયાણીને સન્માન પત્ર, આપી સન્માન કરવામાં આવ્યું હતું
Dhruvik Gonadaliya, Bhavnagar: ભાવેણા એટલે ભાવસભર ભાવનગર કે જેને કલાજગતમાં અનેક કલાકારો આપ્યા છે. ત્યારે ખાસ આજના પશ્ચિમી સંસ્કૃતિના વાતા વાયરા વચ્ચે પણ યુવાકલાકારો સાહિત્ય અને ચારણી સાહિત્યને ધબકતું રાખી રહ્યા છે. તેવા જ યુવા કવિ પાર્થ હરિયાણીએ ચારણી શૈલી અને વ્રજ સાહિત્યના જાણકાર છે એમના દ્વારા ઘણા જ નવોદિત કવિ મિત્રોને છંદો વિશે માર્ગદર્શન મળતુ રહે છે.
ચારણી સાહિત્ય પર ઘણી રચનાઓ લખાઇ છે. જેમા કાવ્ય સંગ્રહ ‘અનિલ વંદના(અપ્રકાશિત)’’ ‘હલ્દિ તણે મેદાન’’ ‘‘શક્તિ ચાલિસા” “આધ્યાત્મિક કુન્ડળિયા’’ અને પોતાની આગવી શૈલીમા ભગવાન શ્રી રામની કથા પર આધારીત ‘રાઘવ જશ પ્રકાશ’’ નામે રામાયણ ગ્રંથ લખી રહ્યા છે. જેમા વિવિધ પ્રકારના છંદોનો સમાવેશ થયો છે. એ ઉપરાંત પદો ભજનો અને ભક્તિ કાવ્યો પણ લખ્યા છે. એમની રચનાઓ અવારનાવાર જાહેર મંચો પર રજુ થતી હોય છે.
તાજેતરમાં જ સરકાર માન્ય દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાટીયાની નવગુજરાત સંગીત વિધાપીઠ દ્વારા મહુવા તાલુકાના સુણા ગામના સાધુ સમાજનું ગૌરવ સુપ્રસિદ્ધ કવિશ્રી અને સાહિત્યકાર પાર્થ હરિયાણીને સન્માન પત્ર, આપી સન્માન કરવામાં આવ્યું હતું (ભ.ઈદ. નિ ઘઉસાચ) અધ્યક્ષ કમલેશભાઈ આર. બથીયાએ તથા સમિતિ દ્વારા જય સીયારામ સાદર સૂર વંદન સહ શુભેચ્છા પાઠવવામાં આવેલા તથા સંસ્થાના અધિકારી પરષોત્તમભાઈ જે. કછેટીયા ડાયરેક્ટર દ્વારકેશ સ્કૂલ ઓફ મ્યુઝીક - ભાટીયા દ્વારા પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવેલા હતા.