Home /News /bhavnagar / Bhavnagar: વહીવટીતંત્રની મંજૂરી લઇ પરિવારના સદસ્યોએ એક સાથે બૌદ્ધ ધર્મ અપનાવ્યો

 Bhavnagar: વહીવટીતંત્રની મંજૂરી લઇ પરિવારના સદસ્યોએ એક સાથે બૌદ્ધ ધર્મ અપનાવ્યો

વહીવટીતંત્રની પૂર્વ મંજૂરી લેવામાં આવી

આ પ્રંસગે બૌદ્ધ ધર્મના અનુયાયીઓ અને ડો.બાબા સાહેબ આંબેડકર તેમજ બૌદ્ધ સાહિત્યને સાક્ષી રાખીને હિંદુ ધર્મ છોડી બૌદ્ધ ધર્મનો અંગીકાર કર્યો છે જે પરિવારોએ આજે હિન્દુધર્મ છોડ્યો

    Dhruvik gondaliya Bhavngar : ઘ બૌદ્ધિસ્ટ સોસાયટી ઓફ ઇન્ડિયા દ્વારા ઘમ્મદિક્ષા કાર્યક્રમ આજરોજ શહેરના ટોપથ્રી સર્કલ પાસે સામૂહિક બૌદ્ધ ધર્મ અપનાવવા અંગે આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 175 કરતાં વધુ પરિવારોને હિંદુ ધર્મ છોડીને વિધિવત રીતે બૌદ્ધ ધર્મનો સ્વીકાર કર્યો છે. ભાવનગર ખાતે આયોજિત કાર્યક્રમમાં 175 કરતાં વધુ પરિવારના સદસ્યોએ એક સાથે રહીને બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો હતો.

    વહીવટીતંત્રની પૂર્વ મંજૂરી લેવામાં આવી

    આ પ્રંસગે બૌદ્ધ ધર્મના અનુયાયીઓ અને ડો.બાબા સાહેબ આંબેડકર તેમજ બૌદ્ધ સાહિત્યને સાક્ષી રાખીને હિંદુ ધર્મ છોડી બૌદ્ધ ધર્મનો અંગીકાર કર્યો છે જે પરિવારોએ આજે હિન્દુધર્મ છોડ્યો છે તેની અગાઉ વહીવટીતંત્રની પૂર્વ મંજૂરી લેવામાં આવી હતી અને તે અંતર્ગત જ ધર્મ બૌદ્ધ ધર્મ અંગીકાર કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ખૂબ મોટી સંખ્યામાં ભાવનગર સહિત આસપાસના વિસ્તારોના લોકોએ બૌદ્ધ દીક્ષા સમારોહમાં હાજરી આપી હતી.


    500 લોકોએ બૌદ્ધ ઘમ્મ વિશે માહિતી મેળવી

    દલિત સમુદાયના પરિવારો બૌદ્ધ ધર્મ પાળી રહ્યા છે ત્યારે આજે વધુ 170 કરતા વધુ પરિવારો એ વહિવટી તંત્રની પૂર્વ મંજૂરી લીધા બાદ હવે બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો છે, જયારે 500 લોકોએ બૌદ્ધ ઘમ્મ વિશે માહિતી મેળવી હતી. જેમાં બાબા સાહેબે આપેલી 22 પ્રતિજ્ઞા બોલીને માનવતાવાદી ધમ્મમાં દિક્ષાર્થીઓએ પ્રવેશ કર્યો હતો.
    First published:

    Tags: Local 18, ભાવનગર