Home /News /bhavnagar /Bhavnagar : નેત્રહીન કલાકારોએ એકાંકી નાટક રજૂ કરી લોકોને મંત્રમુગ્ધ કર્યા

Bhavnagar : નેત્રહીન કલાકારોએ એકાંકી નાટક રજૂ કરી લોકોને મંત્રમુગ્ધ કર્યા

પ્રગ્નાચક્ષુ કલાકારોએ એવી કૃતિ રજુ કરી કે બધા જોતા જ રહી ગયા!

ભાવનગરમાં અખિલ ગુજરાત અંધજન એકાંકી નાટ્ય સ્પર્ધા ખુલ્લી મુકાઈ છે.બે દિવસની સ્પર્ધમાં 165થી વધુ નેત્રહીન કલાકારોએ એકાંકી નાટક રજૂ કરી લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા.

  • Hyperlocal
  • Last Updated :
  • Bhavnagar, India

    Bhavnagar : ભાવનગરમાં પ્રજ્ઞાચક્ષુ કલાકારઓ પોતેની કલાથી લોકોને મંત્રમુગ્ધ કરી દીધી છે. શ્રી કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળાનાં યજમાન પદે ત્રીજી નાટ્ય એકાંકી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 17 સંસ્થાઓની ટીમનાં 165 થીવધુ પ્રજ્ઞાચક્ષુ કલાકાર ભાઈ-બહેનો ભાગ લઇ રહ્યા છેભાવનગરમાં શ્રી કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળાનાં યજમાન પદે ત્રીજી નાટ્ય એકાંકી સ્પર્ધાનું તા.25 અને 26 નવેમ્બરનાં રોજ આયોજન કરવામાં આવ્યું છે. જેનું ઉદ્ઘાટન જાણીતા અભિનેતા ગૌરાંગ આનંદનાં હસ્તે દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવ્યું હતું. સ્પર્ધામાં રાજ્યમાં નેત્રહીનોને શિક્ષણ આપતી વિભાગ- માં 7 અને વિભાગ - માં 10 મળી કુલ 17 સંસ્થાઓની ટીમનાં 165 થી વધુ પ્રજ્ઞાચક્ષુ કલાકાર ભાઈ-બહેનો ભાગ લઇ રહ્યા છે અને 30 મિનીટની નાટ્ય એકાંકી સ્પર્ધામાં પ્રજ્ઞાચક્ષુ કલાકારોનો વાચિક, આંગિક અને સાત્વિક અભિનય રજૂ કર્યો હતો.


    પ્રથમ વિજેતાને 25 હજારનું ઇનામ


    સ્પર્ધામાં તાલીમ પામેલા શિક્ષક ભાઈ-બહેનો દ્વારા એકાંકીઓનું નિર્દેશન કરવામાં આવ્યું છે. સ્પર્ધામાં વિભાગ - માં 16 વર્ષ સુધીના અને વિભાગ- માં 16 વર્ષથી ઉપરનાં પ્રજ્ઞાચક્ષુ કલાકારો ભાગ લઇ રહ્યા છે. બંને વિભાગમાં રાષ્ટ્રીય અંધજન મંડળ ભાવનગર જિલ્લા શાખા દ્વારા પ્રથમ વિજેતાને 25 હજાર, દ્વિતીય વિજેતાને 20 હજાર અને તૃતીય વિજેતાને 15 હજાર રોકડ પુરસ્કાર, ટ્રોફી અને પ્રમાણપત્ર આપવામાં આવશે. પ્રસંગે મુખ્ય મહેમાન હિતેશભાઈ દવે કહ્યું હતું કે, અહી નેત્રહીનોનાં ઘડતર માટે થતી પ્રવૃત્તિઓ નિહાળવા જેવી હોય છે. સંસ્થાનાં પ્રત્યેક આયોજનો સૌ કોઈને માર્ગદર્શન પૂરું પડે તેવા હોય છે.



    નેત્રહીન કલાકારોનો ઉત્સાહ બેવડાયો


    નાટ્ય એકાંકી સ્પર્ધા વિષે માહિતી આપતા સંસ્થાનાં જનરલ સેક્રેટરી અને રમતગમત અને સાંસ્કૃતિક સમિતિ રાજ્યશાખાનાં ચેરમેન શ્લાભુભાઈ સોનાણીએ જણાવ્યું હતું કે, વાચિક, આંગિક અને સાત્વિક અભિનય કલા દ્વારા નેત્રહીનોની અંતરની આંખે અજવાળા પથરાઈ. ભાવનગરનાં આંગણે પ્રકારનું ત્રીજું આયોજન થઇ. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, પહેલા વર્ષ 1998-99 તેમજ વર્ષ 2005માં નેત્રહીન નાટ્ય એકાંકી સ્પર્ધાનું આયોજન ભાવનગરનાં આગણે કરવામાં આવ્યું હતું. પરંતુ વર્ષે નેત્રહીન કલાકારોનો ઉત્સાહ બેવડાયો છે. કારણ કે છેલ્લા 4 વર્ષથી કોવિડનાં કારણે સ્પર્ધાનું આયોજન થઇ શક્યું નથી. પ્રસંગે બાબાભાઈ, મહેશભાઈ પાઠક, હર્ષકાન્ત રાખશીયા, ભાવેશભાઈ ગાંધી, બાબુભાઈ ગોહિલ સહીતના મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

    Published by:Vijaysinh Parmar
    First published:

    Tags: Local 18, ભાવનગર

    विज्ञापन

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन