ભાવનગરમાં રુવાપરી માતજીના મંદિરે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન ભાવનગર યુવરાજ જયવીરરાજસિંહ ગોહિલની પાઘડી પર ચકલી આવીને બેસી ગઈ હતી
રુવાપરી માતજીના મંદિરે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં બનેલી આ ચમત્કારિક ઘટનાનો વીડિયો જોઇ લોકો એવી પણ ચર્ચા કરી રહ્યા છે અને તેઓ મહારાજા ક્રિષ્ણાકુમાર સિંહજીની યાદ આવી ગઇ છે. સાથે જ રા નવઘણના ભાલે ચકલી બેઠી ને રસ્તો દેખાવ્યો હોવાનું સાહિત્યકારો પાસે સાંભળવા મળે છે
ભાવનગર (Bhavnagar)માં રુવાપરી માતજીના મંદિરે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન આજે એક દિવ્સ ઘટના બની હતી. જેને જોઇ લોકોને વર્ષો જૂની લોકવાયકા સાચી ઠરી હોવાનો અનુભવ થયો હતો. આજે અહીં માતાજીના મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ હતો ત્યારે ભાવનગરના યુવરાજ જયવીરરાજ સિંહ ગોહિલની પાઘડી પર વિધિ દરમિયાન જ અચનક જ ચકલી ( Bhavnagar Sperow Video) આવીને બેસી ગઈ હતી અને ચમત્કારિક ઘટના બની હતી. જોકે યુવરાજના સાફા પર ચકલી બેસતા લોકોને વર્ષો જૂની લોકયાવકા યાદ આવી ગઇ હતી. આ ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જે સોશિય મીડિયામાં વાયુવેગે વાયરલ થઇ રહ્યો છે.
રુવાપરી માતજીના મંદિરે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં બનેલી આ ચમત્કારિક ઘટનાનો વીડિયો જોઇ લોકો એવી પણ ચર્ચા કરી રહ્યા છે અને તેઓ મહારાજા ક્રિષ્ણાકુમાર સિંહજીની યાદ આવી ગઇ છે. સાથે જ રા નવઘણના ભાલે ચકલી બેઠી ને રસ્તો દેખાવ્યો હોવાનું સાહિત્યકારો પાસે સાંભળવા મળે છે. તેમ આજે પણ ભાવનગરમાં રુવાપરી માતજીના મંદિરે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ભાવનગર યુવરાજ સાહેબની પાઘડી પર ચકલી બેસી હતી. તેથી આ એક પાવનકારી ક્ષણ હોવાનું પણ લોકો જણાવી રહ્યા છે.
તમને જણાણી દઇએ કે, ભાવનગરમાં રુવાપરી માતજીના મંદિરે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન ભાવનગર યુવરાજ જયવીરરાજસિંહ ગોહિલની પાઘડી પર ચકલી આવીને બેસી ગઈ હતી. લોકોને માં પોતે ચકલી સ્વરૂપે વિધિમાં જોડાયાની દિવ્ય અનુભૂતિ થઈ હતી.
નોંધનિય છે કે, મહારાજા કૃષ્ણકુમાર સિંહજી પણ જ્યારે રુવાપરી માં ને ત્યાં આવતા અને શુભ કાર્ય કરતા ત્યારે ચકલી આવીને બેસતી તેવી લોકવાયકા વર્ષોથી ચાલી આવે છે.
Published by:rakesh parmar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર