VIDEO: ગોતેશ્વર મહાદેવના મંદિરમાં આવેલ કળશીમાં નાગદેવતા જોવા મળ્યા, મંદિરના પૂજારીએ પૂજા કરી
VIDEO: ગોતેશ્વર મહાદેવના મંદિરમાં આવેલ કળશીમાં નાગદેવતા જોવા મળ્યા, મંદિરના પૂજારીએ પૂજા કરી
ગોતેશ્વર મહાદેવના મદિરમાં આવેલ કળશીમાં નાગ દેવતા જોવા મળ્યા.
સ્થાનિક લોકો અનુસાર, શિવ મંદિરમાં નાગદેવતાએ દર્શન આપતા તેઓ ધન્યતા અનુભવી રહ્યા છે અને તેમના ત્યાં નાગદેવતાની કૃપા થઇ હોવાનું જણાવી રહ્યા છે. જોકે હાલમાં આ વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.
હિન્દૂ પંચાંગ અનુસાર શ્રાવણ માસ વદ પાંચમને નાગ પંચમી તરીકે ઉજવવામાં આવે છે, આ દિવસે નાગદેવતાનું પૂજન-અર્ચન કરવામાં આવે છે. ઉપવાસ કરીને નાગદેવતાને કુલેર અને તલવટની પ્રસાદી ધરવામાં આવે છે. પરંતુ આખા વર્ષ દરમિયાન પણ નાગદેવતા પોતાના ભક્તોને દર્શન આપતા રહે છે અને ભક્તો શિવ મંદિર (Shiv Temple)માં તેમના દર્શન માત્રથી હર્ષની લાગણી અનુભવતા હોય છે ત્યારે આજે બોટાદ (Botad)માં હરણકુઈ નવહથ્થા હનુમાન મંદિર (Hanuman Temple)નો એક વીડિયો વાઈરલ (Viral Video) થયો છે જેમા નાગદેવતા કળશીમાં જોવા મળ્યા હતા.
બોટાદમાં હરણકુઈ નવહથ્થા હનુમાન મંદિરનો એક વીડિયો હાલમાં વાયરલ થઇ રહ્યો છે જેમાં નાગ દેવતાને મંદિરના પૂજારીએ પૂજા કરી નીચે ઉતાર્યા હતા. બોટાદ હરણકુઈ નવહથ્થા હનુમાન મંદિરનો વીડિયો વાઈરલ થયો છે. જેમાં ગોતેશ્વર મહાદેવના મંદિરમાં આવેલ કળશમાં નાગ દેવતા જોવા મળ્યા હતા. અહીં મંદિરમાં રાખેલ કળશીમાં નાગદેવતા જોવા મળતા મંદિરના પૂજારીએ પૂજા કરી તેમને નીચે ઉતાર્યા હતા. આ વીડિયો ગઈકાલનો હોવાનું મંદિરના પુજારીએ સ્વીકાર્યું છે.
ગોતેશ્વર મહાદેવના મંદિરમાં કળશીમાં નાગ દેવતા જોવા મળ્યા
નાગ દેવતા કળશીમાં જોવા મળતા મંદિરના પૂજારીએ પૂજા કરી
બોટાદ હરણકુઈ નવહથ્થા હનુમાન મંદિરનો વીડિયો થયો વાઈરલ#Botad#Videopic.twitter.com/Nib7Puw3aZ
પ્રાપ્ત માહિતી અનુસાર, બોટાદમાં હરણકુઈ નવહથ્થા હનુમાન મંદિરના ગોતેશ્વર મહાદેવના મંદિરમાં આવેલ કળશમાં નાગદેવતા જોવા મળ્યા હતા. આ દરમિયાન આ વાત વાયુવેગે વાયરલ થતા લોકોના ટોળા મંદિરમાં ઉમટી પડ્યા હતા. અને ભક્તોએ નાગદેવતાના દર્શન કર્યા હતા. ત્યાં જ મંદિરના પુજારીએ નાગદેવતાની આરતિ ઉતારી હતી અને તેમને કંકુ દિવા કર્યા હતા. જે બાદ નાગદેવતાને નીચે ઉતારાયા હતા. આ ઘટનાનો વીડિયો હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.
સ્થાનિક લોકો અનુસાર, શિવ મંદિરમાં નાગદેવતાએ દર્શન આપતા તેઓ ધન્યતા અનુભવી રહ્યા છે અને તેમના ત્યાં નાગદેવતાની કૃપા થઇ હોવાનું જણાવી રહ્યા છે. જોકે હાલમાં આ વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.
Published by:rakesh parmar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર