Home /News /bhavnagar /

ભાવનગર: વલ્લભીપુર પાલિકામાં ભડકો, ભાજપના પાંચ નગરસેવકોના રાજીનામા, જુઓ વીડિયો

ભાવનગર: વલ્લભીપુર પાલિકામાં ભડકો, ભાજપના પાંચ નગરસેવકોના રાજીનામા, જુઓ વીડિયો

વલ્લભીપુર સેવા સદન

Vallabhipur Palika: મળતી માહિતી પ્રમાણે વલ્લભીપુર પાલિકામાં છેલ્લા ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. અહીં પ્રમુખ અને ઉપ-પ્રમુખથી કેટલાક સભ્યો નારાજ ચાલી રહ્યા છે.

    ભાવનગર: ભાવનગરની વલ્લભીપુર પાલિકા (Vallabhipur Pakila)માં ભડકો થયો છે. અહીં ભાજપ (BJP)ના પાંચ જેટલા નગરસેવકોએ રાજીનામા ધરી દીધા છે. પાલિકામાં 24 પૈકી 21 સભ્યો ભાજપના છે. જાણવા મળેલી વિગત પ્રમાણે પાંચેય સભ્યોએ વલ્લભીપુર ભાજપ પ્રમુખને પોતાના રાજીનામા મોકલી આપ્યા છે. પાલિકામાં છેલ્લા ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. મળતી માહિતી પ્રમાણે પ્રમુખ અને ઉપ-પ્રમુખથી કેટલાક સભ્યો નારાજ ચાલી રહ્યા છે.



    પાંચ સભ્યોએ રાજીનામા ધરી દીધા છે, તેમજ તેમણે પોતાના રાજીનામા પણ મોકલી આપ્યા છે ત્યારે નારાજ સભ્યોને મનાવી લેવામાં આવશે કે પછી તમામના રાજીનામા સ્વીકારી લેવામાં આવશે તે જોવાનું રહ્યું.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: ચૂંટણી, ભાજપ, ભાવનગર

    આગામી સમાચાર