Home /News /bhavnagar /Bhavnagar : મહુવાનાં ગામડામાં કરા પડ્યાં, આગામી બે દિવસ હજુ ખેડૂતો માટે ચિંતાજનક

Bhavnagar : મહુવાનાં ગામડામાં કરા પડ્યાં, આગામી બે દિવસ હજુ ખેડૂતો માટે ચિંતાજનક

મહુવા તાલુકાનાં કેટલાક ગામડામાં આજે બપોર બાદ વરસાદ થયો હતો. તેમજ કરા પડ્યાં હતાં. તેમજ હજુ બે દિવસ વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.

મહુવા તાલુકાનાં કેટલાક ગામડામાં આજે બપોર બાદ વરસાદ થયો હતો. તેમજ કરા પડ્યાં હતાં. તેમજ હજુ બે દિવસ વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.

    Dhruvik gondaliya, Bhavnagar:  રાજ્યમાં કમોસમ વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે આજે બપોર બાદ ભાવનગર જિલ્લાનાં મહુવા તાલુકાનાં ગ્રામ પંથકમાં કમોસમી વરસાદ પડ્યો હતો. પંથકમાં કરા સાથે વરસાદ પડ્યો હતો. વરસાદનાં કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. ભાવનગર જિલ્લામાં મહુવામાં આજે બપોર બાદ કમોસમી વરસાદની સવારી આવી પહોંચી હતી. મહુવાનાં બગદાણા, ખુટવડા, કુંભણ, આસપાસનાં ગામમાં ધોધમાર વરસાદ થયો હતો. તેમજ વરસાદ સાથે કરા પડ્યાં હતાં. વરસાદ પડતા ખેડૂતોમાં દોડધામ મચી ગઇ છે.મહુવાનાં ગામડાઓમાં આજે બપોર બાદ કરાનો વરસાદ થયો હતો. વરસાદ પડતા ખેડૂતોમાં ચિંતા વ્યાપી ગઇ છે. વરસાદથી ખેતી પાકને ભારે નુકસાન થશે.


    પાક બચાવવા આટલું કરવું
    પાકને કમોસમી વરસાદથી થતી નુકસાનથી બચાવવા માટે ખેડૂતોના ખેત ઉત્પાદિત પાક ખેતરમાં કાપણી કરેલા પાક ખુલ્લા હોય તો તે પાકને તાત્કાલિક સલામત સ્થળે ખસેડવાની કાર્યવાહી કરવી જોઇએ. પાકોને પ્લાસ્ટિકની તાડપત્રીથી યોગ્ય રીતે ઢાંકી દેવો અને ઢગલાની ફરતે માટીનો પાળો બનાવી વરસાદનું પાણી ઢગલાની નીચે જતું અટકાવવું જોઇએ.


    ભાવનગર જિલ્લામાં ફરી માવઠાની આગાહી કરવામાં આવી છે.
    19 અને 21 માર્ચનાં રોજ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે ભાવનગર જિલ્લામાં તોફાની પવન સાથે કરા વરસતા વરસાદથી નગરજનો ઉનાળામાં અચંબિત થઇ ગયા હતા.વર્ષો બાદ ભાવનગરમાં કરાનો વરસાદ થતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા અને હાથમાં બરફ લઈને તેનો આનંદ માણતા હતા.
    First published:

    Tags: Bhavnagar news, Local 18

    विज्ञापन