Home /News /bhavnagar /Bhavnagar : આ કારણે રેલ્વેનાં બે કર્મીને મળ્યો જીએમ સેફ્ટી એવોર્ડ, વાંચો અહેવાલ
Bhavnagar : આ કારણે રેલ્વેનાં બે કર્મીને મળ્યો જીએમ સેફ્ટી એવોર્ડ, વાંચો અહેવાલ
ભાવનગર જિલ્લાના બે કર્મચારીઓને સન્માનિત કરાયા
રેલ્વેનાં બે કર્મચારીઓને પેટ્રોલીંગ દરમિયાન વેલ્ડ ક્રેક જોવા મળ્યાં હતાં. જેના પગલે સંભવિત નુકસાનને ટાળવા તાત્કાલિક પગલા લીધા હતાં. આ કામગીરીને લઇ બન્ને કર્મચારીઓને જીએમ સેફ્ટી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યાં છે.
Dhruvik gondaliya, Bhavnagar: ભાવનગર ડિવિઝનનાં બે કર્મચારીઓને ફેબ્રુઆરી માસ દરમિયાન ફરજમાં સતર્કતા અને અપ્રિય ઘટનાઓને રોકવામાં યોગદાન આપવા બદલ જીએમ સેફટી એવોર્ડની સન્માનિત કર્યાં હતાં. પશ્વિમ રેલ્વેનાં જનરલ મેનેજર અશોકકુમાર મિશ્રએ આ પ્રસંગે રેલ્વે વર્કિંગમાં સેફટી પ્રોટોકોલ પર એક ઇ – બુકનું વિમોચન પણ કર્યું હતું.
આ બે ઘટના બદલ સન્માન થયું
04 ફેબ્રુઆરી 2023 ના રોજ પેટ્રોલિંગ દરમિયાન રાજીવ કુમારને દામનગર અને લીલીયા મોટા સ્ટેશનો વચ્ચે વેલ્ડ ક્રેક જોવા મળ્યા અને અપ્રિય ઘટના અને સંભવિત નુકસાનને ટાળવા માટે તાત્કાલિક યોગ્ય પગલાં લીધા હતાં. 15 ફેબ્રુઆરી 2023 ના રોજ પેટ્રોલિંગ દરમિયાન જયકિશોરને દામનગર સ્ટેશન યાર્ડમાં વેલ્ડ ક્રેક મળી અને અપ્રિય ઘટના અને સંભવિત નુકસાનને ટાળવા માટે તાત્કાલિક યોગ્ય પગલા લીધા હતાં.
\
અભિનંદન અને વખાણનો વરસાદ થયો
ભાવનગર ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર માશૂક અહમદે જણાવ્યું હતું કે, પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર અશોક કુમાર મિશ્રએ ભાવનગર ડિવિઝનના ટ્રેક મેઈન્ટેનર્સ રાજીવ કુમાર (દામનગર) અને જયકિશોર (દામનગર)ને મેડલ, મેરિટ સર્ટિફિકેટ અને રોકડ આપી સન્માનિત કર્યા હતા.
ભાવનગર ડિવિઝનના ડિવિઝનલ રેલ્વે મેનેજર મનોજ ગોયલ અને ડિવિઝનલ સેફ્ટી ઓફિસર ઉમેશ પ્રસાદે બંને કર્મચારીઓને જીએમ એવોર્ડ પ્રાપ્ત કરવા બદલ અભિનંદન અને વખાણ કર્યા હતાં. ભવિષ્યમાં પણ ઉત્કૃષ્ટ કામગીરી કરતા રહેવા પ્રોત્સાહિત કર્યા હતા.