મહુવા એપીએમસીમાં તા. 14 અને 15 માર્ચનાં રોજ ઉભા વાહનોમાં હરરાજી કરવામાં આવશે. તેમજ ખેડૂતોએ બે દિવસ લાલ અને સફેદ ડુંગળી યાર્ડમાં ન લાવવા તાકીદ કરવામાં આવી છે.
Dhruvik gondaliya, Bhavnagar: રાજ્યમાં બે દિવસ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. જેના પગલે ખેડૂતોમાં ચિંતા વ્યાપી ગઇ છે. તેમજ એપીએમસી દ્વારા વિવિધ પગલે લેવામાં આવી રહ્યાં છે. મહુવા એપીએમસીમાં તા. 14 અને 15 માર્ચનાં રોજ ઉભા વાહનોમાં હરરાજી કરવામાં આવશે. તેમજ ખેડૂતોએ બે દિવસ લાલ અને સફેદ ડુંગળી યાર્ડમાં ન લાવવા તાકીદ કરવામાં આવી છે.
ઉભા વાહનમાં હરરાજી કરવામાં આવશે
મહુવા માર્કેટિંગ યાર્ડના ડાયરેક્ટર ઘનશ્યામ પટેલે જણાવ્યું હતું કે, મહુવા માર્કેટિંગ યાર્ડમાં લાલ અને સફેદ ડુંગળીની ઓપન હરરાજી કરવામાં આવે છે. માવઠાની આગાહીનાં પગલે વરસાદ થવાની શકયતા છે.
જણસીને સાચવવાની કોઇ વ્યવસ્થા નથી. તેમજ બે દિવસ સફેદ અને લાલ ડુંગળી ખેડૂતોએ લાવવી નહી. આ ઉપરાંત યાર્ડમાં ઉભા વાહનોમાં હરરાજી કરવામાં આવશે.
સપ્તાહમાં બે દિવસ મગફળીની હરરાજી થશે
મહુવા યાર્ડમાં મગફળીની આવક થઇ રહી છે. તેમજ વરસાદની આગાહી કરવામાં આવી છે. મહુવા યાર્ડમાં સપ્તાહમાં સોમવાર અને ગુરૂવાર બે દિવસ જ મગફળીની હરરાજી કરવામાં આવશે. જેની દરેક ખેડૂતો અને એજન્ટ મિત્રોએ નોંધ લેવી.