Dhruvik gondaliya Bhavngar : મુસાફરોની માંગ અને તેમની સુવિધાને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવેએ ભાવનગર ડિવિઝનની 5 જોડી ટ્રેનોના કોચની સંરચનામાં ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે. ભાવનગર ડિવિઝનના સિનીયર ડીસીએમ માશૂક અહમદના જણાવ્યા મુજબ, આ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે:
1. ટ્રેન નંબર 19319/19320 વેરાવળ-ઇન્દોર-વેરાવળ એક્સપ્રેસમાં એક વધારાના થર્ડ એસી કોચ વધારવામાં આવશે. તેમજ જનરલ કોચની જગ્યાએ એક વધારાનો સ્લીપર કોચ પણ લગાવવામાં આવશે. આ ફેરફાર ઈન્દોરથી 7.02.2023 અને વેરાવળથી 8.02.2023થી લાગુ થશે.
2. ટ્રેન નંબર 20966/20965 ભાવનગર-સાબરમતી-ભાવનગર સુપરફાસ્ટ ઇન્ટરસિટી એક્સપ્રેસને એક થર્ડ એસી કોચને બદલે એક એસી ચેર કાર દ્વારા બદલવામાં આવશે. આ ફેરફાર ભાવનગર અને સાબરમતી બંને સ્ટેશનો પરથી 03.02.2023થી લાગુ થશે.
3. ટ્રેન નંબર 22990/22989 મહુવા-બાંદ્રામાં સામાન્ય કોચને બદલે ફર્સ્ટ કમ સેકન્ડ એસી કોચ લગાડવવામાં આવશે. આ ફેરફાર 10.03.2023થી બાંદ્રા ટર્મિનસથી અને 11.03.2023થી મહુવાથી લાગુ થશે.
4. ટ્રેન નંબર 22994/22993 મહુવા-બાંદ્રામાં સામાન્ય કોચને બદલે ફર્સ્ટ કમ સેકન્ડ એસી કોચ લગાડવવામાં આવશે. આ ફેરફાર 8.03.2023થી બાંદ્રા ટર્મિનસથી અને 9.03.2023થી મહુવાથી લાગુ થશે.