જેસરથી આશરે એક કિલોમીટર દૂર આવેલા રુદ્રાક્ષ ફાર્મ હાઉસ કે જ્યાં રાજુભાઈ કામળિયા નામના વ્યક્તિ પોતાના ફાર્મ હાઉસમાં કબુતરો તથા અન્ય પક્ષીઓને રોજ ચણ ખવડાવે છે
Dhruvik gondaliya Bhavngar: જ્યોતિષમાં પક્ષીઓને ચણ આપવાને બહુ મહત્વ આપવામાં આવ્યું છે. વિદ્વાનો ગ્રહોની શાંતિ માટે પક્ષીઓને દાણા નાખવાની સલાહ આપે છે. એવાં ઘણાં લોકો છે જે પૂણ્ય પ્રાપ્ત કરવા માટે રોજે પક્ષીઓને ચણ નાંખે છે. જો કે વિવિધ પ્રકારના ચણ ગ્રહોની શાંતિ માટે હોય છે. શાસ્ત્ર કહે છે કે પક્ષીઓને ચણ નાંખવાથી ઘણાં દોષ નાશ પામે છે.
એક એવો પણ સમય હતો જ્યારે ગામની મધ્યે બંધાયેલા ચબૂતરા પર સવાર-સાંજ-બપોર સદાયે ગગનને ગોખે વિહરનારા પંખીડાઓનો કલરવ સંભળાતો. આપણા વડવેરાઓ અચૂક પણે આંગણે આવતા પંખીઓને ચણ નાખતા, આંગણાના લીમડે ભાંગેલા માટલાના તળીયાના ભાગનું ઠીકરું રાખી અને એમાં પાણી ભરી મુકતા. વાંભે’ક સુરજ આસમાને ચડે એટલે પંખીઓનો કલરવ શરૂ થતો ખેર...એ તો હવે ક્યાંક ક્યાંક કળાય છે. પણ હાં, પક્ષીઓને ચણ નાખવાથી દેવી લક્ષ્મીની કૃપા પણ થાય છે.
આજે પણ અમુક લોકો રાખે જ છે ઘરની છત પર કે બાલ્કનીઓમાં પક્ષીઓના ખાવા-પીવાની વ્યવસ્થા. ચબૂતરાની સંસ્કૃતિની એક ઝલકરૂપે બધાંએ પંખીને દાણા નાખવા જ જોઇએ એ કહેવાની વાત તો છે નહી. પણ આપણો ટોપિક એ છે કે, શુંતમને ખબર છે કે પક્ષીને દાણા નાખવામાં પણ કેટલાંક નિયમોનુંતો પાલન કરવું જ જોઇએ. અને આડેધડ સત્કાર્ય કરો તો એનોબુરો પ્રભાવ પડી શકે છે એવું જ્યોતિષશાસ્ત્ર કહે છે.
ભાવનગર જિલ્લાના જેસર થી પાલીતાણા તરફ જવાના મુખ્ય માર્ગ પર અને જેસરથી આશરે એક કિલોમીટર દૂર આવેલ રુદ્રાક્ષ ફાર્મ હાઉસ કે જ્યાં રાજુભાઈ કામળિયા નામના વ્યક્તિ પોતાના ફાર્મ હાઉસમાં કબુતરો તથા અન્ય પક્ષીઓને રોજ ચણ ખવડાવે છેરાજુભાઈ કામળીયા દ્વારા 1999 થી આ ફાર્મ હાઉસ ની શરૂઆત કરવામાં આવી છે શરૂઆતમાં રાજુભાઈ કામળીયા દ્વારા ₹3,500 ની ચણ લાવી શરૂઆત કરી હતી હાલમાં તેઓ દ્વારા રોજે 70 થી 80 મણ જેટલી જુવાર પક્ષીઓને ખવડાવવામાં આવે છેઆ ફાર્મ હાઉસ ખાતે સુપ્રસિદ્ધ કથાકાર મોરારીબાપુ પણ એક મહિનાએ મુલાકાત લે છે
લગ્નમાં ભેટમાં મળેલા પૈસા પક્ષીઓ પાછળ વાપર્યા
ન્યૂઝ 18 ને રાજુભાઈ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જેઓના લગ્ન 1999માં થયેલ હોય જે સમયમાં લગ્નના દિવસે પૂજનીય વડીલો દ્વારા આશીર્વાદ માં આપવામાં આવેલી 3500 રૂપિયાની મૂડી પતિ પત્નીની એકત્ર થઈ હતી બંને દ્વારા આ મૂડી યોગ્ય જગ્યા પર વાપરવા એક નિશ્ચય કર્યો હતો અને આખરે પક્ષીઓ માટે ચણ નાખવાનું નક્કી થયું હતું અને રાજુભાઈ અને તેમના પત્ની દ્વારા પ્રથમ વખત 3,500 ની મૂડીની જુવારની ત્રણ કબૂતર તેમજ અન્ય પક્ષીઓ માટે નાખવામાં આવી હતી ત્યારે એ દિવસથી રાજુભાઈ દ્વારા દરરોજના સમયે દિન પ્રતિદિન જુવારની ચણ નાખતા પક્ષીઓ સાથે અનોખો પ્રેમ બંધાયો હતો અને રાજુભાઈ વ્યવસાય માં તટસ્થ રહ્યા હતા અને સાથે જ સેવાકીય કાર્યો પણ શરૂ રાખ્યા હતા.