Home /News /bhavnagar /Bhavnagar: પ્રકૃતિ બચાવ માટે પૈસાની જરૂર નથી, આ વાત સાબીત કરી મહુવાના શૈલેષભાઇએ!
Bhavnagar: પ્રકૃતિ બચાવ માટે પૈસાની જરૂર નથી, આ વાત સાબીત કરી મહુવાના શૈલેષભાઇએ!
ચકલીઓના અનોખી રીતે માળા બનાવી વિતરણ કરી રહ્યા છે
શૈલેષભાઈ છેલ્લાં 12 વર્ષથી સેવ બર્ડ કેમ્પેન ચલાવી રહ્યા છે અને આ માટે તેમણે પ્રયાસ નેચર ગૃપ ચેરિટેબલ ટ્રષ્ટ નામનું ગૃપ પણ બનાવ્યું છે, જેમાં તેમની સાથે બીજા 8 સભ્યો પણ આજે પક્ષીઓના બચાવ માટે કામ કરી રહ્યા છે.
Dhruvik gondaliya Bhavngar: વાત છે ભાવનગર તાલુકાના મહુવાના છૂટક મજૂરી કરતા શૈલેષભાઈ બારૈયાની. 35 વર્ષિય શૈલેષભાઈ અને તેમનાં પત્ની બંને છૂટક મજૂરી કરી ઘરનું ગુજરાન ચલાવે છે, તેમને એક દીકરો પણ છે, પરંતુ તેમનો પ્રકૃતિ પ્રેમ એટલો બધો છે કે, તેમણે પક્ષીઓ અને પ્રકૃતિ બચાવ માટે અનોખો રસ્તો કાઢ્યો છે અને તે છે “વેસ્ટમાંથી બેસ્ટ” શૈલેષભાઈ છેલ્લાં 12 વર્ષથી સેવ બર્ડ કેમ્પેન ચલાવી રહ્યા છે અને આ માટે તેમણે પ્રયાસ નેચર ગૃપ ચેરિટેબલ ટ્રષ્ટ નામનું ગૃપ પણ બનાવ્યું છે, જેમાં તેમની સાથે બીજા 8 સભ્યો પણ આજે પક્ષીઓના બચાવ માટે કામ કરી રહ્યા છે.
આજથી 12 વર્ષ પહેલાં શૈલેષભાઈએ પક્ષી બચાવનું અભિયાન શરૂ કર્યું ત્યારે તેમની પાસે સૌથી પહેલાં રેસ્ક્યુ કરેલ સમડી લાવવામાં આવી હતી ઈલાજ કરવા. ત્યારબાદથી દર વર્ષે 14 ડિસેમ્બરથી 15 જાન્યુઆરી સુધી તેઓ જંગલ વિભાગ સાથે મળીને પણ ખાસ સેવ બર્ડ કેમ્પેન કરે છે, જેમ પતંગના દોરાથી ઘાયલ થયેલ પક્ષીઓને પણ તેઓ સારવાર આપી રહ્યા છે.
એક પોપટ થી વિખૂટું પડી ગયું હતું. આ પોપટ પણ 5 વર્ષથી તેમના ઘરે જ છે. તેને રોજ સવારે શૈલેષભાઈ ખુલ્લા આકાશમાં વિહરવા પણ મૂકે છે, પરંતુ સાંજ પડે પોપટ તેની જાતે જ ઘરે આવી જાય છે, કારણકે તેને શૈલેષભાઈ સાથે પ્રેમના સંબંધો બંધાઈ ગયા છે. પતિ-પત્ની પોતે નજીવી કમાણી કરતાં હોવાં છતાં આ બંને પોપટ માટે નિયમિત ફળો લાવે છે.
શૈલેષભાઈ પોતાના સ્વ ખર્ચે ચકલીઓના માળાનું પણ વિતરણ કરી રહ્યા છે
પહેલાં તો શૈલેષભાઈ પક્ષીઓ માટે બર્ડ ફીડર અને ચકલીના માળા પૈસાથી ખરીદતા હતા, પરંતુ ધીરે-ધીરે તેના ભાવ વધતાં તેમને તેનો ખર્ચ ખૂબજ મોંઘો પડવા લાગ્યો એટલે તેમણે બીજો રસ્તો શોધ્યો. તેઓ કરિયાણાના દુકાનવાળા અને પાનપાર્લર વાળાઓ પાસેથી ખાલી ડબ્બા અને કોલ્ડડ્રિંક્સની બોટલો લાવવા માંડ્યા અને વાસણવાળા પાસેથી નકામી, ડીસો. કોઈ દુકાનદાર એક ડબ્બાનો એક રૂપિયો લે તો કોઈ મફતમાં પણ આપે. તો ડીસો તેઓ વજન પર લે અને તેમાંથી જ બર્ડ માટે માળાઓ બનાવી રહ્યા છે
તારીખ 14 જાન્યુઆરીના રોજ મકરસંક્રાંતિ નિમિત્તે તેઓ શહેરમાં ઘાયલ પક્ષીઓની સારવાર પણ કરશે અને સાથે સાથે રસ્તા પર તથા ઈલેક્ટ્રીક પોલ પર લાગેલા પતંગની દોરીઓ પણ સાફ કરશે