Home /News /bhavnagar /Bhavnagar: તમે શનિ-રવિ શું કરો, આ ભાઇ ઝૂપડપટ્ટીના બાળકો ભેગા કરે અને...

Bhavnagar: તમે શનિ-રવિ શું કરો, આ ભાઇ ઝૂપડપટ્ટીના બાળકો ભેગા કરે અને...

સંજયભાઈ તલસરીયા

સંજયભાઈ તલસરિયા દ્વારા શિયાળાની સિઝનમાં બાળકોને ગરમ કપડાનો વિતરણ કરવામાં આવે છે ઉનાળામાં વસ્ત્રદાન અને ચંપલ પણ આપવામાં આવે છે 

Dhruvik gondaliya Bhavngar:  સેવા પરમો ધર્મ’ આ વાક્યને સાર્થક કરી રહ્યા છે મૂળ સાયલા તાલુકાના સંજયભાઈ તલસરીયા જે છેલ્લા. તેઓ 12 વર્ષથી ભાવનગર ખાતે ફુલસર વિસ્તારમાં રહેતા અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનમાં અધ્યાપક તરીકે ફરજ નિભાવી રહ્યા છે ભાવનગરમાં જ વસવાટ કરી રહ્યા અને માનવસેવાનું એક અનોખુ કાર્ય કરી રહ્યા છે જે આપણા સમાજ માટે એક ઉદાહરણ છે. ભાવનગરમાં બાળ ચેતના કેન્દ્ર નામની માનવસેવા સંસ્થા ચલાવે છે. સંજયભાઈ તલસરીયા એ વર્ષ 2015 થી ઝુંપડપટ્ટીમાં જઈને બાળકોને શિક્ષણ આપવાનું કામ કરી રહ્યા છે જે આજે પણ અવિરત ચાલુ છે.

ન્યૂઝ 18 સાથે વાત કરતા સંજયભાઈ તલસરિયા એ જણાવ્યું હતું કે ભાવનગરના પશ્ચિમ છેડે આવેલો વિસ્તાર એટલે ફુલસર ! અને ત્યાં મારું મકાન. જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ભાવનગરમાં હું અધ્યાપક, એટલે ત્યાં જવા માટે ઘરેથી નીકળું એટલે રસ્તામાં એક કસબો આવે, એ વિસ્તારને સહુ ખારા વિસ્તાર કહે. ઓંકળાની નજીકમાં ખાડાટેકરા અને બિન ઉપજાવ વિસ્તાર, એટલે વર્ષો પહેલા લોકો ભાવનગરની આજુબાજુના લોકો વિસ્તારમાંથી અહીં રળવા (કમાવા)માટે આવેલા અને આ વિસ્તારમાં દાડી- ધપાડી કરે, મજૂરી કરે એવો એશ્રમિકો આ વિસ્તારમાં રહે.આ વિસ્તારમાં વધુ વસ્તી કાછિયાજ્ઞાતિની. આ જ્ઞાતિના લોકોની બહેનો બંગડી, ચાંદલા, રીબીન સોય-દોરા વગેરે વહેંચે અને ભાઈઓ આજુબાજુના વિસ્તારમાં મજૂરી કરે તેમજ ભંગારનો વ્યવસાય કરે. આ પરિવારના બાળકો સાત કે આઠ ધોરણ સુધી ભણે. મોટા ભાઈ-બહેનોનાના ભાંડુડાઓની દિવસ ભર સાર-સંભાળ રાખે, દીકરીઓ મોટી થાય એટલે લગ્ન કરી દે, છોકરાઓ વધુ  ન ભણે એટલે ભંગારનો વ્યવસાય કરે કે છૂટક મજૂરી કરી જીવન વીતાવે.રમત દ્વારા શિક્ષણના શ્રીગણેશ :-

આ વિસ્તારમાંથી રોજ ઓફિસે જ્વા નીકળવાનું થતું. અને આવવા જ્વાનું થતું, થયું કે આ બાળકોને ટ્યુશન તો કોણ કરાવે ? તેથી શનિ-રવિ અને રજાના દિવસોમાં જ્યારે પણ સમય મળે એટલે તેઓને ભણાવવા કરતાં સૌથી પહેલા તેની સાથે રમત રમું છું અને પછી શિક્ષણ તરફ વાળું એવું વિચાર્યું. તેથી સાંજના સમયે કોઈ વખત સાયકલ ઉપર તો કોઈ વખત હોન્ડા ઉપર બેસી વિસલ લઈને નીકળી જાઉ. સાથે-સાથે થેલીમાં નાના મોટા દડા કૂદવાના દોરડા, રબરની રિંગ વગેરે રમત રમવાની વસ્તુઓ લઈ જાઉ અને ત્યાં આખુલ્લા વિસ્તારમાં રમાડુ નિર્દોષ- નિખાલસ બાળકો એવા તો શાંતિ અને શિસ્તબદ્ધ રમે કે તેમના પ્રત્યે વધુ લાગણી થઈ અને દોસ્તી બંધાઈ. જ્યારે શનિ-રવિ રજા મળે એટલે સિસોટી લઈ તેમજ રમતના સાધનો સાથે નીકળી જવું અને થાકુ નહીં ત્યાં સુધી રમાડુ.શિક્ષકે વધુમાં જણાવ્યું કે હું પણ ખુશ થાવ અને બાળકો પણ ખુશ! પેલા બાળકોની કાલી-ઘેલી બોલી, તેમના હસમુખ આ ચહેરાઓ મેલા ઘેલા કપડાં ભલે હોય પણ મન તેમનાં સાફ હતા.બાળકો તો રવિવાર ક્યારે આવે તેની રાહ જોવા લાગતા. રસ્તા પરથી જ્યારે હું પણ નિકળું ત્યારે કહે એ … સાહેબ ! અમને રમાડવા ક્યારે આવશો ? હું પણ શનિ-રવિની રાહ જોઉ. એક પ્રગાઢ નાતો બંધાયો..આવું તો એક વર્ષ બે વર્ષ ચાલ્યું અને પછી આ બાળકો સાથે મારી ગોઠવી બંધારણી. હવે તેઓને સંસ્કાર, શિક્ષણ અને પર્યાવરણ જાગૃતતા તરફ વાળવાના હતા. કારણ કે મૂળભૂત આશય મારો એ હતો અને એ કાર્ય તરફ વળે.અહી ચાલતા કેન્દ્રનું નામ એને કામ શું છે એ બાળકોના મન મગજમાં આજે પણ કદાચ નથી પરંતુ તેઓને તેઓની ભીતરી શક્તિને ઓળખી તેમની સંસ્કારવાન બનાવવા, પ્રકૃતિ તરફ વાળી પ્રકૃતિ પ્રેમ જગાવવો અને પછી સમાજ સેવા તરફ વાળવા એ મારા આ નાના એવા કેન્દ્ર બાળ ચેતના કેન્દ્રનો આશય હતો અને આજે આ વાતને સાત વર્ષના વાણાવાઈ ચૂક્યા છે આજે પણ આ કાર્ય ખૂબ જ સાહજિકતાથી કરી રહ્યા છીએ તેનો વિશેષ આનંદ છે.સંજયભાઈ તલસરિયા દ્વારા શિયાળાની સિઝનમાં બાળકોને ગરમ કપડાનો વિતરણ કરવામાં આવે છે ઉનાળામાં વસ્ત્રદાન અને ચંપલ પણ આપવામાં આવે છે પ્રવાસ પણ કરાવવામાં આવે છે સાથે સાથે વર્ષ દરમિયાન આવતા વાર તહેવારોમાં બાળકોની સાથે રહીને તહેવારોની ઉજવણી કરી રહ્યા છે.
First published:

Tags: Local 18, ભાવનગર