Home /News /bhavnagar /Bhavnagar: પક્ષીઓને નવું જીવન આપે છે આ સંસ્થા, તમને ઘાયલ પક્ષી દેખાય તો આ નંબર પર કરો સંપર્ક
Bhavnagar: પક્ષીઓને નવું જીવન આપે છે આ સંસ્થા, તમને ઘાયલ પક્ષી દેખાય તો આ નંબર પર કરો સંપર્ક
વાવાઝોડા દરમિયાન 800 કરતા વધારે પક્ષીઓનું રેસ્ક્યુ કરવામાં આવેલ
રાજહંસ નેચર ક્લબ ટ્રસ્ટ વર્ષ 2013થી ભાવનગર શહેરમાં વન વિભાગના માર્ગદર્શન હેઠળ 365 દિવસ વિનામૂલ્ય ઘાયલ પક્ષીઓની સારવાર કરી રહ્યું છે, જે અંતર્ગત જે તે સ્થળ ઉપરથી ઘાયલ કે બીમાર પક્ષીની જાણકારી મળતા રેસ્ક્યુ કરી સારવાર કરવામાં આવે છે
Dhruvik gondaliya Bhavngar : રાજહંસ નેચર ક્લબ ટ્રસ્ટ વર્ષ 2013 થી ભાવનગર શહેરમાં વન વિભાગ ભાવનગરના માર્ગદર્શન હેઠળ 365 દિવસ વિનામૂલ્ય ઘાયલ પક્ષીઓની સારવાર કરી રહ્યું છે, જે અંતર્ગત જે તે સ્થળ ઉપરથી ઘાયલ કે બીમાર પક્ષીની જાણકારી મળતા સંસ્થાના સભ્યો દ્વારા તેને રેસ્ક્યુ કરી સારવાર કરવામાં આવે છે. ત્યારબાદ સ્વસ્થ થતા ખુલ્લા આકાશમાં વિહળતું મૂકવામાં આવે છે.
દર વર્ષની માફક આ વર્ષે પણ ઉતરાયણ પર્વ નિમિત્તે વન વિભાગ ભાવનગરના નેજા હેઠળ રાજહંસ નેચર ક્લબ ટ્રસ્ટ ની ટીમ ભાવનગર શહેર અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં ઘાયલ પક્ષીઓની સારવાર માટે ખડે પગે રહેશે. તેમ જ ઉતરાયણ પર્વ પૂર્વે શહેરમાં ઘાયલ પક્ષીઓની સંખ્યા ઓછી થાય તે માટે જૈન જાગૃતિના પ્રયત્નો પણ કરી રહી છે.
31 ડિસેમ્બર 2022 સુધીમાં 24,680
પક્ષીઓનું રેસક્યુ તેમજ સારવાર કરવામાં આવેલ છે. તેમાં તાઉતે વાવાઝોડા દરમિયાન એક જ દિવસમાં ચાલુ વાવાઝોડા દરમિયાન 800 કરતા વધારે પક્ષીઓનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું.
અપિલ -
આપ સૌને નમ્ર અપીલ કે સવારના 09:00 વાગ્યા પહેલા અને સાંજે 5:00 વાગ્યા પછી પતંગ ન ચડાવો અને તમારી આસપાસ લટકતા દોરા ઓ ઉતારી લ્યો અને તેનો નાશ કરો જેથી પક્ષીઓની દયાજનક સ્થિતિ ન બને તમારી આસપાસ કોઈપણ ઘાયલ પક્ષી દેખાય તો નીચેની હેલ્પલાઇન નંબર ઉપર સંપર્ક કરવા વિનંતી. 9824913912- 9974146150 9998151626
સાથે આ સંસ્થા પ્રાકૃતિક શિક્ષક પણ આપી રહી છે
ભારતનું આવતી કાલનું ભવિષ્ય એટલે શાળા અને કોલેજના વિદ્યાર્થીઓ, રાજહંસ નેચર કલબ ટ્રસ્ટ, ભાવનગર દ્વારા વિદ્યાર્થીઓમાં પ્રકૃતિ પ્રત્યે જાગૃતિ આવે અને પોતાના પ્રાકૃતિક વારસાનું મહત્વ સમજી તેને જાળવે અને લોકોને પણ તેનું મહત્વ સમજાવવા પ્રયત્નો કરે તે હેતુથી સંસ્થા આજ સુધી અંદાજીત ૩૬૦ શિબિર અને ૨૬,૨૦૦ થી વધારે વિદ્યાર્થીઓ માટે વિકટોરીયા પાર્ક, કાળીયાર રાષ્ટ્રીય ઉદ્યાન, ગીર જેવી જગ્યાઓ પર વનવિભાગ ના માર્ગદર્શન તથા સહયોગથી પ્રાકૃતિક શિક્ષણ શિબિર સફળતાપૂર્વક પાર પાડેલ છે. જેમાં ૩૫૦ થી વધુ વિદ્યાર્થીઓ સંસ્થા સાથે સ્વયંસેવક તરીકે જોડાયેલ છે