Home /News /bhavnagar /Bhavnagar: સૌરાષ્ટ્રનું આ ગામ મીની સુરત તરીકે ઓળખાય છે, સુવિધા એવી કે મોર્ડન વિલેજ કહેવાય છે!

Bhavnagar: સૌરાષ્ટ્રનું આ ગામ મીની સુરત તરીકે ઓળખાય છે, સુવિધા એવી કે મોર્ડન વિલેજ કહેવાય છે!

X
આ

આ ગામ સંપૂર્ણ સીસીટીવી કેમેરા થી સજજ છે 

પરવડી ગામ ભાવનગર જીલ્લાના ગારીયાધાર તાલુકામા આવેલુ છે. ભાવનગરનુ આ નાનકડું ગામ મોર્ડન વિલેજ તરીકેની છાપ ધરાવે છે જેનુ એક માત્ર કારણ એ છે કે ગામમા આ ઉભી કરવામા આવેલી સુવીધા અને ગામનો વિકાસ !

    Dhruvik gondaliya Bhavngar :આપણે સૌ જાણીએ છીએ કે ગુજરાત મા અનેક ગામો આવેલા છે જેમા ઘણા ગામો નો વિકાસ થયો છે જયારે ઘણા ગામોનો વિકાસ આજે પણ નથી થયો અને પાયાની સુવીધા ઓ પણ ના હોય તેવા અનેક ગામડાઓ છે ત્યારે આજે એક એવા ગામ ની વાત કરીશું જે ગામ અન્ય ગામના લોકો માટે પણ ઉદાહરણરુપ છે. આવો જાણીએ આ કયું ગામ છે આ…આપણે જે ગામ ની વાત કરી રહયા છીએ એ ગામ નુ નામ પરવડી છે.

    પરવડી ગામ ભાવનગર જીલ્લાના ગારીયાધાર તાલુકામા આવેલુ છે, ભાવનગરનુ આ નાનકડું ગામ મોર્ડન વિલેજ તરીકેની છાપ ધરાવે છે. જેનુ એક માત્ર કારણ એ છે કે ગામમા આ ઉભી કરવામા આવેલી સુવીધા અને ગામ નો વિકાસ !. પરવડી ગામને મીની સુરત પણ કેહેવામા આવે છે. ભાવનગરના આ ગામ પ્રાથમીક શાળા સાથે ઉચ્ચ માધ્યમિક શાળા પણ આવેલી છે જેમા કોમ્યુટર લેબ, પ્રયોગ લેબ જેવી શહેરમા એક શાળા હોય તેવી જ વિશાળ શાળા આ ગામમા આવેલી છે.



    આ શાળાનુ ઉદ્ઘાટન પી.એમ મોદીએ કરેલુ છે. આ ઉપરાંત આ ગામમા શહેર જેવી સુવીધા ઉભી કરવામા આવી છે જેમા સારા રોડ રસ્તા, ગટર લાઈન અને સોલાર લાઈટો પણ લગાવવા આવી છે. સાથે સાથે આ ગામમાં સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવ્યા છે. આ ગામમાં એક બંગલાની કિંમત એક કરોડ રૂપિયા છે એ બંગલામાં મોંઘી દાઢ લક્ઝરીયસ કારો પણ જોવા મળી રહી છે,  જ્યારે પણ તમે આ ગામમા જશો ત્યારે તમે ખુદ એવો અનુભવ કરશો કે આ એક મોર્ડન વિલેજ છે.

    ગામમા બેંક પણ આવેલી છે આ ઉપરાંત શહેર મા જોવા મળતા ભવ્ય બંગલા અને કાર પણ જોવા મળશે આ ગામના વિકાસ નો ફાળો ગામ ના લોકો ને જ જાય છે ગામમા રહેતા લોકો પોતાના ગામ માટે એટલા જાગૃત છે કે દરેક મુશ્કેલીઓ અને અસુવિધાઓનુ નિરાકરણ મેળવે આ ગામમા મુખ્યત્વે પટેલ અને કોળી સમાજના લોકો વસે છે.

    આ ગામને મીની સુરત પણ કહેવામા આવે છે કારણ કે આ ગામના લોકો ધંધા રોજગાર માટે સુરત સાથે જોડાયેલા છે અને પોતાના ગામ માટે ફંડ ફાળો આપીને ઘણી સુવીધા ઉભી કરી છે. આ ગામનો વિકાસ 2007 થી થયો હતો. ગામમા પાણીના સંગ્રહ માટે ટાંકી , ગાર્ડન, સારા રોડ સસ્તા ,શાળા , પશુ પક્ષીઓ માટે પાણીયારુ , આધુનિક ઢબનુ મોક્ષ ધામ, શોપિંગ મોલ , આશ્રમ વગેરે સુવીધાઓ ઉભી કરેલી છે. જ્યારે આ ગામમાં વસવાટ કરતા લોકો હાલ સુરતમાં મોટા ઉદ્યોગકારો તરીકે પણ ઓળખાઈ રહ્યા છે.
    First published:

    Tags: Local 18, ગામડા, ભાવનગર, સુરત

    विज्ञापन