Home /News /bhavnagar /Bhavnagar: મંદબુદ્ધિના લોકોની અનોખી રીતે સેવા કરે છે આ સંસ્થા, જુઓ કેવી સારસંભાળ રાખે છે!

Bhavnagar: મંદબુદ્ધિના લોકોની અનોખી રીતે સેવા કરે છે આ સંસ્થા, જુઓ કેવી સારસંભાળ રાખે છે!

X
આશ્રમમાંઅત્યારે

આશ્રમમાંઅત્યારે 50 મહિલા અને 10 બાળકોસહિત 70થી વધુ લોકો આશ્રય લઈ રહ્યાછે 

પાલિતાણાની આજુબાજુના રીક્ષાવાળા અને સોનગઢ-ભાવનગરના ટેક્સીવાળાને કાયમી સુચના કે કોઈ પાગલ મળે તો તેને આ આશ્રમ સુધી પહોંચાડો તમને આવવા જવાનું ભાડુ આશ્રમ ચુકવી દેશે. 

  Dhruvik gondaliya Bhavngar:  ભાવનગર જિલ્લાના પાલીતાણા નજીક 2003થી પાગલો માટેનો આશ્રમ ચલાવતા ભીખાભાઈ ભરવાડ અને તેના બન્ને પુત્રો ભરતભાઈ અને કિશોરભાઈની સેવાની લગન અને ઝનુન પ્રેરણાદાયી છે. ખેતીનો વ્યવસાય કરતા આ પરિવારે તેના મોભી ભીખાભાઈનો સંકલ્પ ઝીલી લીધો અને પાગલોમાં પ્રભુ વસે છે એવા ભાવ સાથે પાગલોની ભક્તિ શરૂ કરી.

  આ આશ્રમમાં અત્યારે 50 મહિલા અને 10 બાળકો સહિત 70થી વધુ લોકો આશ્રય લઈ રહ્યા છે.ભીખાભાઈ ભરવાડે ન્યુઝ એઇટિંગ સાથે વાત કરતા જણાવ્યું હતું કે ‘‘હું આખી જિંદગી જુગાર રમ્યો છુ. પણ એક પાગલ અબળાની કોઈએ ઈજ્જત લૂંટી અને એ બનાવથી હું હચમચી ગયો. આ બનાવ મારી જિંદગીનો ટર્નીંગ પોઈન્ટ હતો. હું બીજુ તો કશુ કરી શકુ તેમ ન હતો એટલે મેં મારી પત્ની રાજીને વાત કરી અને અમે આખો પરિવાર તે દિવસથી ગોતી ગોતીને પાગલોને ભેગા કરીએ છીએ તેમને પ્રેમ, હૂંફ, લાગણી આપીએ છીએ, સગવડો આપીએ છીએ અને એક સ્વસ્થ માનવ બનાવી સમાજમાં પાછા મોકલીએ છીએ.’  ’ આ સંસ્થામાં ઘણી બધી સેવાકીય સંસ્થાઓ દ્વારા મંદબુદ્ધિના લોકોને ભોજન પણ આપવામાં આવે છે હાલ શિયાળાની સિઝન ચાલુ હોય ત્યારે મંદબુદ્ધિના લોકોની સેવાકીય સંસ્થાઓ દ્વારા સ્વેટર સહિતની વસ્તુઓનું પણ વિતરણ કરવામાં આવે છે. કોઈ પાગલ મળે તો તેને આ આશ્રમ સુધી પહોંચાડો તમને આવવા જવાનું ભાડુ આશ્રમ ચુકવી દેશે.

  પાલિતાણાની આજુબાજુના

  રીક્ષાવાળા અને સોનગઢ-ભાવનગરના ટેક્સીવાળાને કાયમી સુચના કે કોઈ પાગલ મળે તો તેને આ આશ્રમ સુધી પહોંચાડો તમને આવવા જવાનું ભાડુ આશ્રમ ચુકવી દેશે. શરૂઆતના તબક્કામાં સવારે મારા આ વિશાળ પરિવારને શું ખવડાવીશ ? એની ચિંતા સતાવતી હતી. પણ તેમના પત્ની રાજીબેન કહે છે, ‘અમને પણ ખબર નથી પણ અહીં લોકો કપડા, વાસણ, જમવાનું બધુ એમની રીતે પહોંચાડતા જ રહે છે.

  પ્રેમ, પ્રેમ અને પ્રેમજ આપી પાગલોને સાજા કરવામાં આવે

  પાલિતાણાના આ આશ્રમની પ્રેરણા બાદ હાલ સુરત, સમઢીયાળા બોટાદ અને ગારિયાધારમાં પણ આ પ્રકારના પાગલોના આશ્રમ શરૂ થયા છે. ગાંડાની હોસ્પિટલમાં માણસ દવા અને સારવાર લઈ સાજો થાય છે પણ પાગલોના આશ્રમમાં તો માત્ર પ્રેમ, પ્રેમ અને પ્રેમજ આપી પાગલોને સાજા કરવામાં આવે છે. પાલિતાણાની તળેટીએ આવેલો આ આશ્રમ ભલે તળેટીએ આદપુર ગામે રહ્યો પણ તેમાં કાર્યરત કુટુંબ માનવતાની ટોચે છે. મુઠ્ઠી ઊંચેરા પરિવારની સેવાને અહીંથી પસાર થતા લોકો મનોમન વંદન કરે છે.
  First published:

  Tags: Local 18, ભાવનગર

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन