Home /News /bhavnagar /Bhavnagar : સયકા જૂની આ શાળા અલ્પદ્રષ્ટિવાળા લોકોનાં જીવનમાં પાથરે છે પ્રકાશ
Bhavnagar : સયકા જૂની આ શાળા અલ્પદ્રષ્ટિવાળા લોકોનાં જીવનમાં પાથરે છે પ્રકાશ
ભાવનગરમાં અલ્પદ્રષ્ટિવાળા લોકો માટે વર્ષ 1932માં અંધ ઉદ્યોગ શાળાની શરૂઆત કરવામાં આવી હતી. અહીં 167 છોકરા, છોકરીઓ અભ્યાસ કરી રહ્યાં છે. શાળામાં શિક્ષણ સાથે રોજગારલક્ષી તાલીમ પણ આપવામાં આવે છે.
ભાવનગરમાં અલ્પદ્રષ્ટિવાળા લોકો માટે વર્ષ 1932માં અંધ ઉદ્યોગ શાળાની શરૂઆત કરવામાં આવી હતી. અહીં 167 છોકરા, છોકરીઓ અભ્યાસ કરી રહ્યાં છે. શાળામાં શિક્ષણ સાથે રોજગારલક્ષી તાલીમ પણ આપવામાં આવે છે.
Dhruvik gondaliya, Bhavnagar: ભાવનગર શહેરમાં આવેલી અંધ ઉદ્યોગ શાળાની સ્થાપના આઝાદી પહેલા કરવામાં આવી હતી. મુંબઇ ગયેલા અને ભાવનગરના યુવાનની મુલાકાત બાદ મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ ભાવનગરમાં દ્રષ્ટિહીન અને અલ્પદ્રષ્ટિવાળા લોકો માટે ખાસ 1932માં અંધ ઉદ્યોગ શાળાની સ્થાપના કરી હતી. આજે પણ સદી નજીક જઈ રહેલી અંધ ઉદ્યોગશાળામાં બ્રેઇલ લિપિના પુસ્તકનું પ્રેસ અને લાઈબ્રેરી પણ છે. ઓરબીટ જેવા સાધનથી પણ બાળકોને અભ્યાસ કરાવવામાં આવે છે, આ સંસ્થામાં બાળમંદિર થી લઈ 12 ધોરણ સુધીના અંધ છોકરા-છોકરીઓને વિના મૂલ્ય અભ્યાસ કરાવવામાં આવે છે. સાથે સાથે રોજગાર લક્ષી તાલીમ પણ આપવામાં આવે છે જેમાં, પંખા રીપેરીંગ મોટર રીપેરીંગ અગરબત્તી મીણબત્તી બનાવવાની રીત, છોકરીઓ માટે રસોઈ કામ જેવી તમામ પ્રકારની રોજગાર લક્ષી તાલીમ આપવામાં આવે છે.
હાલ અહીં શાળામાં 167 છોકરા - છોકરીઓ અભ્યાસ કરી રહ્યાં છે. આ શાળામાં છોકરાઓને રહેવાની અલગ સુવિધા અને છોકરીઓને રહેવાની અલગ સુવિધાઓ ઉપલબ્ધ છે. તેમ અંધ ઉદ્યોગશાળાના સંચાલક લાભુભાઈ સોનાણીએ જણાવ્યું હતું.
અનુવાદ અંધકાર જગતમાં શિક્ષણનું અજવાળું કેવી રીતે શાળાઓમાં બાળકોને ગુજરાત પાઠ્યપુસ્તક મંડળના અને સરકારના નક્કી કરેલા ધારા ધોરણ મુજબનો પાઠ્યક્રમ ભણાવવામાં આવે છે. ત્યારે દ્રષ્ટિહીન પ્રજ્ઞાચક્ષુ અંધ ઉદ્યોગશાળામાં પણ તે જ પાઠ્યક્રમ ભણાવવામાં આવે છે. જો કે ફર્ક એટલો હોય છે અંધ ઉદ્યોગશાળામાં પુસ્તક બ્રેઇલ લિપિના એટલે કોરા કાગળના હોય છે. જેમાં સોય જેવા સાધનથી પડેલા કાણાં દ્વારા શબ્દો ઓળખવામાં આવે છે અને શિક્ષણ મેળવવામાં આવે છે. અંધ ઉદ્યોગશાળાનું પરિણામ 100 ટકા સુધી આવેલું છે, તેમ અંધ ઉદ્યોગ શાળાના શિક્ષક હસમુખભાઈ તોરડાએ જણાવ્યું હતું.
અંધ ઉદ્યોગશાળાની શિક્ષણપ્રણાલી અને સુવિધા અંધ ઉદ્યોગશાળામાં હજારો વિદ્યાર્થીઓ અભ્યાસ કરીને ગયા છે. બ્રેઇલ પ્રેસમાં પાઠ્યપુસ્તક સહિત અન્ય જ્ઞાન માટેના પુસ્તકોની લાઈબ્રેરી છે, જેને બ્રેઇલ લાઈબ્રેરી નામ આપવામાં આવ્યું છે. આ સાથે રાખડી બનાવવી અને અલ્પ દ્રષ્ટિવાળા પ્રજ્ઞાચક્ષુ માટે મોટર રિવાઇન્ડિંગ જેવા રોજગારના સ્રોતની તાલીમ પણ રોજગારી હેતુ આપવામાં આવે છે. વર્ગ ખંડમાં બ્રેઇલ લિપિ સહિત સાદા પુસ્તકો પણ હોય છે. શિક્ષકના શબ્દો અને બ્રેઇલ લીપીના સથવારે શિક્ષણ આપવામાં આવે છે. તેમજ ઓરબીટ જેવા સાધન આવતા બ્રેઇલ લીપીમાં ડીવાઇસથી સ્ટોર થાય અને ઓટોમેટિક શ્રુતિ ફોન્ટમાં કન્વર્ટ થાય છે. શ્રુતિ ફોન્ટ ઓટોમેટિક અવાજમાં પણ કન્વર્ટ થાય છે જેની તાલીમ પણ આપવામાં આવી રહી છે. અંધ ઉદ્યોગશાળામાં સામાન્ય બાળક જેમ સુવિધા ઉભી કરાઈ છે. આ અંધ ઉદ્યોગ શાળાના સંચાલક લાભુભાઈ સોનાણી પોતે અંધ છે. અને તેઓ દ્વારા પણ જીવનનો ધબકાર નામનું પુસ્તક લખવામાં આવ્યું છે.