Home /News /bhavnagar /Bhavnagar: ગોપનાથ મહાદેવ, આ મંદિરે જ નરસિંહ મહેતાએ કરી હતી ભક્તિગીતોની રચના

Bhavnagar: ગોપનાથ મહાદેવ, આ મંદિરે જ નરસિંહ મહેતાએ કરી હતી ભક્તિગીતોની રચના

ભાવનગર જિલ્લાના તળાજા તાલુકામાં ઝાંઝમેરની નજીકમાં એક જગ્યા આવેલી છે જે ગોપનાથ મહાદેવની જગ્યા તરીકે ઓળખાય છે. આ મંદિરની રચના રાજપીપળાના ગોહિલ રાજવી ગોપાલસિંહ ગોહિલે કરેલી.

ભાવનગર જિલ્લાના તળાજા તાલુકામાં ઝાંઝમેરની નજીકમાં એક જગ્યા આવેલી છે જે ગોપનાથ મહાદેવની જગ્યા તરીકે ઓળખાય છે. આ મંદિરની રચના રાજપીપળાના ગોહિલ રાજવી ગોપાલસિંહ ગોહિલે કરેલી.

    Dhruvik Gondaliya, Bhavngar : ભાવનગર જિલ્લાના તળાજા તાલુકામાં ઝાંઝમેરની નજીકમાં એક જગ્યા આવેલી છે જે ગોપનાથ મહાદેવની જગ્યા તરીકે ઓળખાય છે. આ મંદિરની રચના રાજપીપળાના ગોહિલ રાજવી ગોપાલસિંહ ગોહિલે કરેલી.  જેના નામ પરથી આગળ જતાં ગોપનાથ નામ પડ્યું હશે એવી માન્યતા છે. શરુઆતમાં મંદિરનું નિર્માણ તો થઈ ચુકેલું હતું પણ મંદિરના તાબા હેઠળ જમીન ન હતી જે ઇ.સ 15મી સદીમાં ઝાંઝમેરના રાજા રાઠોડ રાજવી લગધીરસિંહજી રાઠોડે આપેલી(1300 વીઘા) . આ મંદિરમાં જ આદિકવી તથા ભક્તકવિ જેવા નામથી પ્રસિદ્ધિ પામેલા નરસિંહ મહેતાના પ્રભાતિયાં અને ભક્તિગીતોની રચના થયી હતી જે ગુજરાતી સાહિત્ય જગતમાં આગવું સ્થાન ધરાવે છે.

    દંતકથા:- ગોપનાથ મંદિર સાથે એક દંતકથા જોડાયેલી છે કે નરસિંહ મહેતાને તેના ભાભી મેણું મારે છે ત્યારે તે આ મંદિરમાં 7 દિવસ અન્ન અને જળ વગર ભગવાનની ઉપાસના કરે છે,પરિણામ સ્વરૂપ ભગવાન મહાદેવ આ ભક્તને પ્રસન્ન થાય છે અને વરદાન માંગવાનું કહે છે ત્યારે નરસિંહ મહેતા ભગવાનને જે વ્હાલું હોય તે આપવાનું કહે છે અને ત્રિલોકનાથ ભગવાન નરસિંહ મહેતાને શ્રી કૃષ્ણની રાસલીલા બતાવે છે.અને આજે પણ મંદિરની અંદર પ્રવેશતાજ ઉપર નજર કરો તો તમને સ્થાપત્ય કલાના નમૂના સ્વરૂપ રાસલીલાના દર્શન થાય છે.આ મંદિરને તોડી પાડવાના ઘણા પ્રયાસો વિધાર્મીઓ દ્વારા કરાયાં પણ ઝાંઝમેર રાજ્યના તાબા હેઠળ આવતા આ મંદિરની રક્ષા માટે ઝાંઝમેરના રાઠોડો હમેશા અભૂતપૂર્વ શૌર્ય અને સાહસ સાથે પોતાનો ક્ષત્રિયધર્મ નિભાવતા હતા…

    16 સદીમાં મુગલ શાસકો દ્વારા મંદિર પર હુમલો કરવામાં પણ આવેલો હતો જે રાઠોડ ક્ષત્રિયોએ પોતાની વીરતા અને ધર્મરક્ષાની તત્પરતા તથા પોતાના ક્ષત્રિય નિયમોની પાલનતા, આ ત્રણ નિયમ કહો કે ત્રિવેણી સંગમ પણ આ 3 નિયમોને આધીન થઈને રાઠોડ રાજવીઓ તથા તેની સૈન્યએ આ મુગલોની પરાજિત કર્યા હતા તેની સાબિતી સ્વરૂપ આજે પણ ઝાંઝમેર તથા ગોપનાથમાં આ રાઠોડ રાજવીઓના પાળિયા આવેલા છે…ઝાંઝમેર એ ભાવનગર રાજ્યની અંદર આવેલું પેટા રાજ્ય ગણાતું જેના પર રાઠોડ રાજવીઓનું શાશન હતું…અભૂતપૂર્વ ઇતિહાસ,અદમ્ય સાહસ,અકલ્પનિયઘટનાઓ,અવિશ્વસનીય શૂરવીરતા એ આ ઝાંઝમેરની ભૂમિમાં સમાયેલા છે.તેના પર પછી ક્યારેક લેખ લખીશ પણ આ ઝાંઝમેરની તાબા હેઠળ ગોપનાથ મહાદેવ મંદિર આવેલું

    ઉત્તમ સ્થાપત્ય કલાનો નમૂનો:- ગોપનાથમાં પ્રવેશતાની સાથે જ અજોડ સ્થાપત્ય કલા દેખાય અને તે જોવાથી વ્યક્તિ આશ્ચર્ય પામે જ કે આ મંદિરથી લોકો કઈ રીતે અજાણ છે. અદભુત સ્થાપત્ય કલા તેના માટે કોઈ જ શબ્દ નથી મળતો.

    શિવજીને કૃષ્ણની રાસલીલા પસંદ હોય તેથી અહીં રાધા-કૃષ્ણનું મંદિર છે

    ગોપનાથ મહાદેવના મંદિરની સાથેજ અહીં નરસિંહ મહેતા નું મંદિરછે.જે દર્શાવે છેકે અહીં નરસિંહ મહેતા એ શિવજીની ભક્તિ કરેલ. એ ઉપરાંત અહીં રાધેકૃષ્ણ નું મંદિર છ. એ શિવજી ને કૃષ્ણની રાસલીલા પસંદ હોય તેથી કપોળ પરિવાર દ્વારા બનાવી આપેલ છે.

    ઝાંઝમેરના વાજા રાઠોડ રાજવીએ 1300 વીઘા જમીન નિભાવ માટે આપી

    ગોપનાથ મહાદેવ બ્રહ્મહચારી જગ્યાના ટ્રસ્ટી સુજાનસિંહ વાજાએ જણાવ્યું હતુ કે 1458ની સાલમાં ઝાંઝમેર ના રાજવી તરીકે લખધીરસિંહ વાજા રાઠોડ રાજવી હતા. તેમણેચાર ધામ ની યાત્રા એ સમયે કરેલી.યાત્રા બાદ દાન કરવાનો રિવાજ હોય ગોપનાથ મહાદેવ મંદિરના નિભાવ માટે 1300 વીઘા જમીન નું પોતાના રાજમાંથી દાન કરેલ.તેનો શીલા લેખ મળી આવેલ છે. આજે વાજા રાઠોડ રાજવીની સ્ટેચ્યુ અહીં દર્શનાર્થે અને જાજરમાન ઇતિહાસ ને લોકો જાણે તેમાટે મુકવામાં આવેલ છે.

    પહેલી દીવાદાંડી:- પહેલી દીવાદાંડીની સ્થાપના 1879 મા થઈ હતી.1975થી તે કામ કરતી બંધ થઈ ગયી છે..સફેદ રંગે રંગાયેલી બેવડો વરંડો ધરાવતી લગભગ 12 મીટર ઊંચો ઈંટોનો મિનારો ધરાવે છે.દીવો હવે હટાવી લેવાયો છે, આ ઐતિહાસિક દીવાદાંડી ભાવનગર રાજ્ય દ્વારા બનાવાઈ હતી,હાલમાં ખસ્તાહાલ હાલતને લીધે સ્થળ જવા માટે ખુલ્લું છે પણ મિનારો બંધ કરી દેવાયો છે..

    બીજી દીવાદાંડી:- ઇ.સ.1975માં પહેલી દીવાદાંડી બંધ થઈ તેની સાથે જ બીજી દિવાદાંડીનું કામ શરૂ થયું હતું,તે દીવાદાંડી હાલમાં પણ કાર્યરત છે,દર 20 સેકન્ડે પ્રકાશનો ઝબકારો કરતી જે મારા ગામ ખંઢેરામાં પણ દેખાય છે ,44 મીટરની ઊંચાઈએ,30 મીટર ઊંચાઈના લાલ અને સફેદ રંગે રંગાયેલા નળાકાર ટાવર પર લાલટેન મુકાયેલી છે,આ નવી દીવાદાંડી જૂની દિવાદાંડીથી લગભગ 500 મીટરના અંતરે ઉત્તર દિશામાં છે..

    ગોપનાથ બંગલો:- નવી બનેલી દિવાદાંડીની નજીક ભાવનગરના રાજવીઓ એ બનાવેલ ગોપનાથ બંગલો પણ આવેલો છે ,જે હાલમાં “વિજયવિલાસ પેલેસ” હોટેલ તરીકે ઉપયોગમાં લેવાઇ રહ્યો છે.

    અત્યંત રમણીય દરિયાકિનારો:- અહીં આપેલી તસવીરો જોવાથી તો માત્ર અંદાજો જ લગાવી લગાવી શકાયશે,પણ સાચે જ ક્યારેક ભાવનગર આવો અને ગોપનાથની મુલાકત લીધા વગર જતા રહો તો તમે વિશ્વની સર્વશ્રેષ્ઠ પ્રકૃતિ અને અદભુત ઇતિહાસનું રસપાન કરવાથી વંચિત રહી જશો. ખૂબ જ આકર્ષિત દરિયા કિનારો ગોપનાથની શાનમાં ચાર ચાંદ પુરે છે.

    સામાન્ય રીતે હિન્દૂ ધાર્મિકસ્થળ હોય ત્યાં ભગવા રંગની ધજા હોય છે પણ આ ઇતિહાસનું પહેલું એવું મંદિર છે કે જ્યાં ધોળા રંગની ધજા ચડે છે કારણ કે હરિ અને હર આ બંને થઈ ને હરિહર નામ ઉપસી આવે છે અને બંનેના સ્વરૂપની પૂજા થાય છે માટે ધોળી ધજા ચડે છે. પણ આના કારણે સ્થાનિકો તેને “ધોળીધજાવાળા દેવ” તરીકે ઓળખે છે મંદિરની બહાર પગથિયાં ઉતરો એટલે એકદમ સામે જ નરસિંહ મહેતાની મૂર્તિ આવેલી છે તળાજાના વિસ્તારમાં આવો તો આ સ્થળ પર્યટક સ્થળ,આધ્યાત્મિક સ્થળ તેમ જ,મનોરંજન માટે ખૂબ જ ઉત્તમ સ્થળ છે માટે જોવાનું ચૂકશો નહીં જ.
    Published by:Vijaysinh Parmar
    First published:

    Tags: Temple, ભાવનગર

    विज्ञापन
    विज्ञापन