Home /News /bhavnagar /Bhavnagar: ખેડૂતોને રોકડી આવક કરાવે છે નારિયેળની ખેતી, 80 વર્ષ સુધી રહે છે લીલા!

Bhavnagar: ખેડૂતોને રોકડી આવક કરાવે છે નારિયેળની ખેતી, 80 વર્ષ સુધી રહે છે લીલા!

X
નારિયેળીમાં

નારિયેળીમાં ફળ બેઠા પછી બાર માસે પાકાં ફળ તૈયાર થાય છે.

મહુવા તાલુકાના દરીયા કિનારે આવેલ માળવાવ ગામના 12 ધોરણ ભણેલા જીગ્નેશભાઈ મીઠાભાઈ માંગુકિયા નામના ખેડૂતે પોતાની આઠથી દસ વીઘા જમીનમાં નાળિયેરીનું વાવેતર કરવામાં આવ્યું છે

    Dhruvik gondaliya Bhavngar : નારિયેળની ખેતી ખૂબ નફાકારક છે. નારિયેળ એક એવું ફળ છે જેનો ઉપયોગ ધાર્મિક કાર્યોથી લઈને રોગો સુધી દરેક જગ્યાએ થાય છે. તેની ખેતી ઘણા વર્ષો સુધી ઓછા મહેનતે અને ઓછા ખર્ચે કમાણી કરી શકાય છે. નારિયેળના વૃક્ષો 80 વર્ષ સુધી લીલા રહે છે. આવી સ્થિતિમાં ખેડૂતો એકવાર નારિયેળનું ઝાડ વાવે તો તેઓ લાંબા સમય સુધી કમાણી કરતા રહેશે.

    નારિયેળ ઉત્તરથી દક્ષિણ સુધી સમગ્ર ભારતમાં વેચાય છે. નાળિયેર ઉત્પાદનમાં ભારત વિશ્વમાં નંબર વન છે. અહીં 21 રાજ્યોમાં નારિયેળની ખેતી થાય છે. નારિયેળની ખેતી પણ ઓછી મહેનત લે છે. તેની કિંમત વધારે નથી અને ઓછા ખર્ચે વર્ષો સુધી લાખો કમાઈ શકે છે. નારિયેળના બગીચાને એવી રીતે વાવો કે જેથી આખું વર્ષ બગીચો ફળ આપે. આ માટે તમારે અલગ-અલગ સિઝનમાં ઉગતા છોડ પસંદ કરવા પડશે.



    ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના દરીયા કિનારે આવેલ માળવાવ ગામના 12 ધોરણ ભણેલા જીગ્નેશભાઈ મીઠાભાઈ માંગુકિયા નામના ખેડૂતે પોતાની આઠથી દસ વીઘા જમીનમાં નાળિયેરીનું વાવેતર કરવામાં આવ્યું છે આ ખેડૂત મહુવા શહેરમાં આવેલ નારીયાળી રિચાર્જ સેન્ટર ખાતેથી બીટી નામના નારિયેળના રોપા લાવવામાં આવ્યા હતા આ નાળિયેરીના એક રોપાની કિંમત આશરે 400 રૂપિયા હોય છે જ્યારે આ ખેડૂતે પોતાના ખેતરમાં આશરે 500 જેટલા નારિયેળીના રોપાનું વાવેતર કર્યું છેઆ બીટી નારિયેળી ના એક ઝાડ માં એક વર્ષે આશરે 200 જેટલા નંગ નારિયેળ આવે છે આ ચારથી પાંચ વર્ષે આ ઝાડમાં નારિયેળ આવવાની શરૂઆત થઈ જાય છે આ સંપૂર્ણ પ્રકારના નારિયેળનું વેચાણ મહુવા માર્કેટિંગ યાર્ડમાં કરવામાં આવી રહ્યું છે માર્કેટિંગ યાર્ડ માંથી તેઓને એક નંગ નારિયેળના 19 થી 21 રૂપિયા સુધીનો ભાવ મળી રહ્યો છે

    પ્રસર્જન : નારિયેળનું પ્રસર્જન બીજથી એટલે કે બીજમાંથી ઊછરેલ રોપાથી જ થાય છે. વાનસ્પતિક પદ્ધતિથી પ્રસર્જન થઈ શકતું નથી.

    નારિયેળીમાં ફળ બેઠા પછી બાર માસે પાકાં ફળ તૈયાર થાય છે. જ્યારે ફળ બીજ તરીકે વાપરવાનું હોય ત્યારે તેને વૃક્ષ ઉપર પૂરા બાર માસ પાકવા દેવું જરૂરી છે. આવાં તંદુરસ્ત તથા એકસરખાં બીજને ઉતાર્યા બાદ 1થી 2 માસ પછી વાવેતરના ઉપયોગમાં લેવામાં આવે છે.

    ક્યારીમાં નારિયેળીનાં ફળને નજીક નજીક ઊભાં તથા આડાં એમ બે રીતે વાવી શકાય છે. બીજને વાવતી વખતે ઉપરનું મોઢું સાધારણ ખુલ્લું રાખવું પડે છે. ક્યારીમાં સમયસર પાણી આપવામાં આવે છે તથા નીંદામણ કરવામાં આવે છે.

    જાડા, સીધા અને મજબૂત થડવાળાં, 4થી 6 ઘેરા લીલા રંગનાં પર્ણો ધરાવતા, જુસ્સાદાર, 9થી 12 માસના રોપ વાવેતર માટે પસંદ કરવામાં આવે છે. વાવેતર પહેલાં ઉનાળામાં 1 × 1 × 1 મી. લાંબા, ઊંડા ખાડા તૈયાર કરી ચોમાસું શરૂ થતાં વામન જાતો 6 × 6 મી.ના અંતરે અને ઊંચી તથા સંકર જાતો 7 × 7 મી.ના અંતરે રોપવામાં આવે છે.

    ખાતર : બારે માસ તથા લાંબા ગાળા માટે નિયમિત ઉત્પાદન લેવા માટે પ્રમાણસર ખાતરોનો ઉપયોગ જરૂરી છે. રોપના વિકાસ સાથે પ્રતિવર્ષ ખાતરોના પ્રમાણમાં વધારો કરવાનો રહે છે

    પિયત : અન્ય બાગાયતી પાકોની સરખામણીમાં નારિયેળીને વધારે પાણીની સતત જરૂર પડે છે. જમીનની જાત, ઋતુ વગેરે બાબતો ધ્યાનમાં રાખી ઉનાળામાં 4–6 દિવસે અને શિયાળામાં 8–12 દિવસે પાણી આપવામાં આવે છે. નીંદામણનો નાશ કરવા માટે વર્ષમાં 2થી 3 આંતર ખેડ કરવી જરૂરી છે.

    આંતરપાક : નારિયેળીના પાક સાથે આંતરપાક તરીકે જુવાર, મગફળી, બાજરી, ઘઉં, રજકો, શાકભાજી વગેરે પાકો લેવામાં આવે છે. નારિયેળી સાથે કેળનું વાવેતર ઘણું લાભદાયક નીવડે છે જ્યારે કાયમી પાક તરીકે ચીકુનો પાક ઘણો અનુકૂળ આવે તેમ છે. છાંયાવાળા ભાગ નીચે આદું, હળદર, અળવી, સૂરણ જેવા પાક પણ સારી રીતે લઈ શકાય છે

    રાસાયણિક બંધારણ : નારિયેળને સૂકવી તેનું નિપીડન(pressing) કરવાથી કોપરેલ પ્રાપ્ત થાય છે. કોપરામાં લગભગ 64.5 % તેલ અને 6.5 % પાણી હોય છે. કોપરેલ રંગહીનથી માંડી આછું બદામીપીળું હોય છે. સમશીતોષ્ણ આબોહવામાં તે ચીકણી, કેટલેક અંશે સ્ફટિકી, સફેદથી પીળા રંગની ઘન ચરબી સ્વરૂપે હોય છે. તેના કેટલાક ભૌતિક-રાસાયણિક ગુણધર્મો આ પ્રમાણે છે : વિ. ગુ. 0.918825° સે. વક્રીભવનાંક (nD)25° સે. 1.4530-1.4560, સાબૂકરણ આંક 251–263, આયોડિન આંક 8.0–9.6, ફૅટી ઍસિડોનો અનુમાપાંક (titre) 20.40 –23.50, શુદ્ધગતિક શ્યાનતા (kinematic viscosity) 28.58 – 29.79 (37.7° સે.) અને 5.83–6.06 એન્ટીસ્ટોકસ (98.8° સે.).હોય છે.

    ઉપયોગો : નારિયેળીનો દરેક ભાગ મનુષ્યની અગત્યની જરૂરિયાત સંતોષવામાં મહત્વનો ભાગ ભજવે છે તેથી તેને ‘કલ્પવૃક્ષ’ તરીકે ઓળખવામાં આવે છે. મુખ્યત્વે આડપેદાશો નીચે પ્રમાણે છે :

    (1) કોપરું : 1000 કિલો કોપરું મેળવવા માટે આશરે 6200 પાકાં નારિયેળની જરૂર પડે છે એટલે કે 6થી 7 નારિયેળમાંથી 1 કિલો કોપરું નીકળે છે.

    (2) તેલ (કોપરેલ) : કોપરામાં 66 %થી 72 % જેટલું તેલનું પ્રમાણ હોય છે જે અન્ય તેલીબિયાં પાકો કરતાં વધારે છે. દુનિયાના તેલ તથા ચરબીના કુલ ઉત્પાદનમાં કોપરેલ 10 % સ્થાન ધરાવે છે.

    (3) ખોળ : કોપરામાંથી તેલ કાઢ્યા બાદ 32 %થી 40 % જેટલો ખોળ મળે છે. તેનો ઉપયોગ પશુ તથા મરઘાંબતકાંના ખોરાક તરીકે થાય છે.

    (4) કાથી : પાકા નારિયેળમાંથી 35 %થી 40 % રેસા મળે છે. તેને કાથીના નામે ઓળખાય છે.

    (5) કાચલી : કોપરાની બહારનું સખત પડ કાચલી તરીકે ઓળખાય છે. તેમાંથી વાસણો, સંગીતનાં સાધનો, રમકડાં તેમજ અન્ય આકર્ષક વસ્તુઓ બનાવી શકાય છે.

    (6) પાન : નારિયેળીનાં પાન ઝૂંપડાના છાપરા તરીકે, સાદડી બનાવવા, સળીઓ કાપી સાવરણા બનાવવા અને વચ્ચેની દાંડીઓ નજીક નજીક બાંધીને પાર્ટિશન તરીકે ઉપયોગમાં લઈ શકાય છે.

    (7) થડ : પુખ્ત ઉંમરના પાકી ગયેલ ઝાડનું લાકડું સસ્તા અને મજબૂત બાંધકામ માટે, મકાનો અને છાપરામાં વાપરી શકાય છે. જો પાણી ન લાગે તો આ લાકડું ઘણો લાંબો સમય ટકે છે. ડુંગળીના સંગ્રહ માટે મેડા બનાવવા થડનો વ્યાપક ઉપયોગ થાય છે

    નારિયેળ 4 વર્ષમાં ફળ આપવાનું શરૂ કરે છે

    નારિયેળના છોડને પ્રથમ 3 થી 4 વર્ષ સુધી સંભાળની જરૂર હોય છે. નાળિયેરનો છોડ 4 વર્ષમાં ફળ આપવાનું શરૂ કરે છે. જ્યારે તેના ફળનો રંગ લીલો થઈ જાય છે, ત્યારે તેને તોડી લેવામાં આવે છે. તેના ફળને પાકવામાં 15 મહિનાથી વધુ સમય લાગે છે. ઝાડમાંથી તોડ્યા પછી ફળ પાકે છે.
    First published:

    Tags: Local 18, ખેડૂત, ભાવનગર

    विज्ञापन