Home /News /bhavnagar /Bhavnagar: કાળી-સફેદ શેરડીની ખેતીથી આ ખેડૂત થયા માલામાલ, કઇ પદ્ધતિ અપનાવી કે થયો ફાયદો?

Bhavnagar: કાળી-સફેદ શેરડીની ખેતીથી આ ખેડૂત થયા માલામાલ, કઇ પદ્ધતિ અપનાવી કે થયો ફાયદો?

X
આ

આ સંપૂર્ણ શેરડીના વાવેતરમાં જીવામૃત આપવામાં આવી રહ્યું છે 

ભાવનગર જિલ્લાના જેસર તાલુકા નજીક આવેલ જેઝાદ ગામના ખેડૂત દ્વારા પોતાના ખેતરમાં 7 થી 10 વીઘા જેટલી જમીનમાં કાળી અને સફેદ શેરડીનું વાવેતર કરવામાં આવ્યું છે.

    Dhruvik gondaliya Bhavngar : શેરડી એક મહત્ત્વનો લાંબા સમયનો રોકડિયો પાક છે. કૃષિવિશ્વનો અથવા કૃષિ આધારિત ઉધોગોમાં ખાંડ ઉદ્યોગ બીજા ક્રમનો અગત્યનો ઉધોગ છે. સંશોધન દ્વારા સુધારેલ જાતો અને આધુનિક ખેત પદ્ધતિ દ્વારા આવનાર સમયમાં તે ૧૦૦ ટન સુધી વધારી શકાય તેમ છે. સુધારેલ જાતો, વિવિધ ખેતી પદ્ધતિઓ , પાક સંરક્ષણ ખાતરો તથા પિયર અને યોગ્ય સમયે યોગ્ય ભલામણો ખેડૂતમિત્રો દ્વારા અપનાવાય તો ચોક્સ શેરડીનું ઉત્પાદન ૧૦૦ ટન સુધી વધારી શકાય તેમ છે.

    શેરડીમાં છેલ્લા પાંચ-છ વર્ષથી રોગ-જીવાતોનો ઉપદ્રવ વધતો જાય છે. ખાસ કરીને સુકારો, રાતડો, વેધકો અને સફ્ટ ખામી તથા વિવિધ ખાતરો અને ખર્ચાળ ખેતી પદ્ધતિઓથી ઉત્પાદન ખર્ચ વધે છે. ત્યારે શેરડીની સુધારેલા ખેતી પદ્ધતિઓ અપનાવી જરૂરી છે. જેથી ઉત્પાદન ખર્ચમાં કરકસર કરી અને ગુણવત્તાસભર ઉત્પાદન મેળવી શકાય છે.



    શેરડીની ખેતીથી લાખો રૂપિયાની આવક કેવી રીતે થાય ?

    ભાવનગર જિલ્લાના જેસર તાલુકા નજીક આવેલ જેઝાદ ગામના ખેડૂત દ્વારા પોતાના ખેતરમાં 7 થી 10 વીઘા જેટલી જમીનમાં કાળી અને સફેદ શેરડીનું વાવેતર કરવામાં આવ્યું છે. આ ખેડૂતો દ્વારા એક વીઘે બેથી અઢી લાખ રૂપિયા જેટલું વાર્ષિક ઉત્પાદન લેવામાં આવે છે.  હરેશભાઈ દેંગડા દ્વારા ન્યુઝ 18 સાથે વાત કરતા જણાવ્યું હતું કે તેઓ છેલ્લા સાત વર્ષથી આ પ્રકારની ખેતી કરી રહ્યા છે પોતાના ખેતરમાં ટપક સિંચાઈ પદ્ધતિથી આ પાકનું ઉત્પાદન લઈ રહ્યા છે.

    તેઓ દ્વારા ભાવનગર જિલ્લામાં જ નહીં પરંતુ બોટાદ અમરેલી રાજકોટ સહિતના જિલ્લાઓમાં પણ શેરડીનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. તેઓને પ્રતિ કિલોનો 20 થી 25 રૂપિયા ભાવ મળી રહ્યો છે. સાથે તેઓ દ્વારા આ સંપૂર્ણ વાવેતર ગાય આધારિત ખેતી કરી રહ્યા છે તેઓ દ્વારા પોતાના જ ખેતરમાં જીવામૃત બનાવી શેરડીના પાકને આ ખાતર આપી રહ્યા છે

    આબોહવા

    શેરડીના (sugarcane) પાકને ભેજવાળી આબોહવા માફક આવે છે. વાવેતર સમયે ૧૨° સે.થી ઓછું ઉષ્ણતામાન અને પરિપક્વા થવા માટે સૂકી અને ઠંડી આબોહવાની જરૂર પડે છે. હાલ અત્યારના સમયમાં વધતા-ઓછા પ્રમાણમાં બધા જ હવામાનમાં ઉગાડવામાં આવે છે.

    જમીન અને જમીનની તૈયારી

    શેરડીનાં પાકને સારા નિતારવાળી મધ્યમ કાળી અને ગોરાડું જમીન ખૂબ જ માફ્ટ આવે છે. શેરડીનું સારું ઉત્પાદન મેળવવા માટે જમીનમાં તળપાણીની સપાટી ૧.૦ મીટરથી નીચે હોવી જોઈએ. દક્ષિણ ગુજરાતની મધ્યથી ભારે કાળી જમીનમાં જ્યારે શેરડીનો પાક લેવાનો હોય ત્યારે સબ સોઈલિંગ અને ટ્રેક્ટર વડે વારંવાર ખેડ કરી સખત પડને તોડવું જરૂરી બને છે. ત્યાર બાદ ઊંડી રીઝર વડે યોગ્ય રોપણી મુજબનાં અંતર સાથે નીકો અને પાળા બનાવવા. સાથે સાથે ૧૦ થી ૧૫ મીટરના અંતરે પિયત માટે ઢાળિયા બનાવવા.

    જાતોની પસંદગી

    શેરડીની જાતોની પસંદગીમાં વધુ ઉત્પાદનની સાથે રોગજીવાત સામે ટકી રહેવાની શક્તિ હોવી જરૂરી છે. સાથે સાથે રોપણી માટેની જાતો સુકારા અને રાતડા સાથે પ્રતિકારક અને વધુ ઉત્પાદન આપતી જાતો પસંદ કરવી.
    First published:

    Tags: Local 18, Sugarcane, ખેડૂત, ભાવનગર

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन