Dhruvik gondaliya Bhavngar : ભારત, ચીન, તુર્કી, બર્મા અને પાકિસ્તાન એ તલનો પાક ઉગાડતા મુખ્ય દેશો છે. ભારતમાં મુખ્યત્વે ઉત્તરપ્રદેશ, આંધ્રપ્રદેશ, રાજસ્થાન અને ગુજરાત રાજયમાં આ પાકનું વાવેતર થાય છે. ગુજરાતમાં સાબરકાંઠા, બનાસકાંઠા, મહેસાણા, ભાવનગર, અમરેલી, સુરેન્દ્રનગર, જૂનાગઢ અને કચ્છ જિલ્લામાં તલનું વાવેતર થાય છે. તલનો પાક એ ટૂંકા ગાળાનો પાક હોઈ મુખ્ય પાક તરીકે, મિશ્રપાક તરીકે અને આંતરપાક તરીકે પણ સફળતાથી લઈ શકાય છે.
તલમાં રહેલ તેલની ઉત્તમ ગુણવત્તા, સુગંધ, સ્વાદ અને મુલાયમતાને કારણે તલનો પાક તેલીબિયાં પાકની રાણી તરીકે ઓળખવામાં આવે છે. સામાન્ય રીતે તેલમાં 46થી 52 % જેટલું તેલનું પ્રમાણ હોય છે. બધા જ ખાદ્ય તેલોની સરખામણીમાં તલનું તેલ ઉત્તમ ગણાય છે.
ભાવનગર જિલ્લાના તાવડા ગામના 11 ધોરણ ભણેલા પ્રગતિશીલ ખેડૂત હિપાભાઈ બાલુભાઈ ભુકણ દ્વારા પોતાના પંદર વીઘા ખેતરમાં સફેદ તલનું વાવેતર કરવામાં આવ્યું હતું તેઓને એક વીઘે 8 મણ સફેદ તલનો ઉતારો આવ્યો છે તેઓને આ સફેદ તલનો એક મણનો ભાવ આશરે 800 થી 1 હજાર રૂપિયા મળી રહ્યો છે આ સંપૂર્ણ વાવેતર ઓર્ગેનિક જીવામૃતથી કરવામાં આવ્યું છે આ સંપૂર્ણ પ્રકારની ઓર્ગેનિક ખેતી તેઓ છેલ્લા નવ વર્ષથી કરી રહ્યા છે આ સંપૂર્ણ ઓર્ગેનિક ખેતી કરવા બદલ ગુજરાત દ્વારા તેઓને પ્રગતિશીલ ખેડૂતનું પ્રમાણપત્ર પણ એનાયત કરવામાં આવ્યું હતું
તલની ખેતીમાં કેવું હવામાન માફક આવે ?
તલનો પાક ઉષ્ણ અને સમશીતોષણ હવામાનમાં સારી રીતે થાય છે. આ પાકને સામાન્ય રીતે હૂંફાળુ હવામાન વધુ અનુકૂળ આવે છે. તલના પાકને હિમથી ખૂબ જ માઠી અસર થાય છે તેથી તેને અર્ધશિયાળુ અને ઉનાળુ ઋતુમાં લેવામાં આવે તો પાકનો વિકાસ સારો થાય છે.
જમીન કેવી હોય તો સારું ઉત્પાદન થાય ?
તલના પાકને સારી નિતાર શક્તિ ધરાવતી રેતાળથી મધ્યમ કાળી જમીન વધુ અનુકૂળ આવે છે. સાધારણ અમ્લીયથી સાધારણ ભાસ્મિક જમીન કે જે જમીનનો અમ્લતાનો આંક (પી.એચ.) ૫.૫ થી ૮.૦ની વચ્ચે હોય તેમાં આ પાક સારી રીતે લઈ શકાય છે. તલ ગોરાડુથી ભારે કાળી જમીનમાં પણ લઈ શકાય છે. જે જમીનમાં પાણી ભરાઈ રહેતુ હોય તેવી જમીન અનુકુળ આવતી નથી.
તલની ખતી માટે જમીનની તૈયારી કેવી કરવી ?
તલના બીજનું કદ ખૂબ જ નાનું હોવાથી તેનો સારો ઉગાવો થાય તે માટે જમીન ઢેફા રહિત, ભરભરી હોવી જરૂરી છે. જો શિયાળુ પાક લીધા પછી તલનો પાક લેવાનો હોય તો રવી પાકની કાપણી પછી ઓરવણ કરી વરાપ થયે જમીનને સારી રીતે તૈયાર કરવી.
તલના આ પ્રકાર જાણી લો પછી તેની કરવી પસંદગી : (૧) ગુજરાત તલ-૧:
આ જાત મુખ્ય તેલીબિયાં સંશોધન કેન્દ્ર, અમરેલી દ્વારા સને ૧૯૮૦માં બહાર પાડવામાં આવેલ છે. તે ૮૦થી ૯૦ દિવસમાં પાકી જાય છે. તલના | બીજનો રંગ સફેદ (લાઈટ બ્રાઉન) અને બીજમાં તેલનું પ્રમાણ લગભગ પ૧ % જેટલું હોય છે.
(ર) ગુજરાત તલ-ર:
ગુજરાત તલ -૨ જાત, એ ગુજરાત તલ-૧ અને જી.સી. ૨૫ જાત વચ્ચે સંકરણ કરીને બનાવેલ જાત છે. આ જાત મુખ્ય તેલીબિયા સંશોધન કેન્દ્ર, અમરેલી ખાતેથી સને ૧૯૯૪માં બહાર પાડવામાં આવેલ છે. આ જાત સમગ્ર રાજયમાં વાવેતર માટે અનુકૂળ જાત છે. આ જાતની ઉત્પાદન ક્ષમતા ગુજરાત તલ-૧ કરતાં વધુ છે. અને તે ૯૦ થી ૯૫ દિવસમાં પાકી જાય છે. બીજનો રંગ સફેદ છે અને તેમાં તેલનું પ્રમાણ પ૦ % છે. આ જાત ચોમાસુ અને ઉનાળુ ઋતુમાં પણ લઈ શકાય છે.
(૩) ગુજરાત તલ-૧૦ :
ગુજરાત તલ -૧ જાત અને થગુ. તલ-૧૦ કરતાં સાર્થક રીતે વધુ ઉત્પાદન આપે છે જેથી ઉનાળુ ઋતુમાં વાવણી માટે ગુ.તલ-૨ અને ટી.એન. એ. યુ. ૧૭ જાતમાંથી પ્યોર લાઈન સિલેકશનથી મેળવેલ જાત છે. બીજનો રંગ કાળો છે અને ઘાટા એકાંતરે આવે છે.
સરદાર કૃષિનગર દાંતીવાડા ખાતે હાથ ધરાયેલ અખતરાના ઉપરોકત પરિણામો દર્શાવે છે કે ઉનાળુ ઋતુ માટે તલની ત્રણ જાતો ગુ. તલ-૧, ગુ. તલ-૨ અને ગુ. તલ-૧૦ પૈકી ગુ. તલ-૨ જાત એ ગુ.તલ-૧ અને ગુ.તલ ૧૦ કરતાં સાર્થક રીતે વધુ ઉત્પાદન આપે છે જેથી ઉનાળુ ઋતુમાં વાવણી માટે ગુ. તલ-૨ જાતની પસંદગી કરવી.
વાવણી પદ્ધતિ અને અંતર :
ટપક પદ્ધતિ દ્વારા તલનું વધુ ઉત્પાદન લેવા માટે તલના પાકની વાવણી જોડિયા હારમાં કરવાની ભલામણ છે. તલના પાકની વાવણી ૩૦ સે.મી. ના ગાળે જોડીયા હારમાં અને બે જોડીયા હાર વચ્ચે ૬૦ સે.મી.નું અંતર રાખી કરવી અને હારમાં બે છોડ વચ્ચેનું અંતર ૧૦૧૫ સે.મી. જાળવવું. પાકની વાવણી હારમાં કરવાથી બે હાર વચ્ચે આંતરખેડ કરી શકાય. તલનું બીજ કદમાં મ્સ બારીક છાણિયા ખાતર સાથે ભેળવીને વાવણી કરવાથી હારમાં બીજની સપ્રમાણ વહેંચણી જાળવી શકાય છે. બીજના સારા ઉગાવા માટે બીજની વાવણી ૨ થી ૩ સે. મી, ઊંડાઈએ કરવી વાવણી સમયે જમીનમાં પુરતો ભેજ હોવો ખાસ જરૂરી છે.