Home /News /bhavnagar /Bhavnagar: આ ખેડૂતે અજમાવ્યો અનોખો આઇડિયા, ટ્રક ભરાય એટલું કાકડીનું થયું ઉત્પાદન

Bhavnagar: આ ખેડૂતે અજમાવ્યો અનોખો આઇડિયા, ટ્રક ભરાય એટલું કાકડીનું થયું ઉત્પાદન

ખેડૂતે કાકડીનું મબલખ ઉત્પાદન કર્યું

મહુવા તાલુકાના આસરાણા ચોકડી નજીક આવેલ એક ખેડૂત ગ્રુપ જેનું નામ છે Esteem એગ્રો એન્ડ ફૂડ એસોસિએશન ફેમીલી ફાર્મર કે જેઓ દ્વારા છેલ્લા દસ વર્ષથી ગ્રીનહાઉસમાં આધુનિક ખેતી કરી કમાય છે લાખો રૂપિયા

    Dhruvik gondaliya :Bhavngar. આજના ખેડૂત એક એવી અસરકારક નવી ટેકનોલોજી જોઈએ છે જે સતત ઉત્પાદકતા અને નફા ની સ્થિરતા વધારી શકે.  અને આજ ટેકનોલોજી કહેવાય છે ગ્રીન હાઉસ ટેકનોલોજી. ગ્રીન હાઉસ ટેકનોલોજીથી છોડને કુદરતી વિપત્તિ જેમ કે વરસાદ, વાવાજોડું,કીટક જન્ય રોગો અને વધુ પડતી ગરમી જેવા પરિબળો થી બચાવી પાકને અનુકુળ વાતાવરણ આપી શકાય છે. ગ્રીન હાઉસ ટેકનોલોજી થી છોડ ની આસપાસ એક આદર્શ વાતાવરણ બનાવી શકાય છે જ્યાં કોઇ પણ સમયે,કોઈપણ જગ્યાએ,કોઈ પણ છોડ ને અનુકુળ પર્યાવરણીય પરિસ્થિતિઓ પેદા કરી ઓછામાં ઓછા કામદાર દ્વારા વધુ માં વધુ ઉત્પાદન લઇ શકાય છે.

    ગ્રીન હાઉસ ઓછામાં ઓછા એક એકર એટલે કે 4000 મીટર (40 ગુંઠા)માં સરકારી નિયમ મુજબ બનાવી શકાય છે. ગ્રીન હાઉસ માં હાઈટેક ખેતી પદ્ધતિથી થતા ખેતીના ફાયદાને ધ્યાન માં રાખીને ભારત સરકાર તેમજ ગુજરાત સરકાર ધ્વારા સબસીડી મળવા પાત્ર છે. ગ્રીન હાઉસમાં ટપક પદ્દતિ ધ્વારા પાણી,ખાતર અને દવાનો શ્રેષ્ઠ ઉપયોગ કરી ત્રણે નો થતો બગાડ અટકાવી શકાય છે અને છોડ સિવાયની જગ્યામાં પાણી અને ખાતરના મળવાથી નિંદામણ પણ ઘણું જ ઓછુ કરવું પડે છે.



    ત્યારે આ પ્રકારની ખેતી મહુવા તાલુકાના આસરાણા ચોકડી નજીક આવેલ એક ખેડૂત ગ્રુપ જેનું નામ છે Esteem એગ્રો એન્ડ ફૂડ એસોસિએશન ફેમીલી ફાર્મર કે જેઓ દ્વારા છેલ્લા દસ વર્ષથી ગ્રીનહાઉસમાં આધુનિક ખેતી કરી કમાય છે લાખો રૂપિયા મકિમભાઇ ખેડૂતના જણાવ્યા મુજબ તેઓ દ્વારા વર્ષ 2010 થી આ ખેતી ની શરૂઆત કરવામાં આવી હતી શરૂઆતની ખેતીમાં તેઓ દ્વારા શેરડી તથા ટામેટાના પાકની ખેતીની શરૂઆત કરવામાં આવી હતી.



    જેઓ દ્વારા શાકભાજીનું વેચાણ મહુવાના માર્કેટયાર્ડમાં કરવામાં આવ્યું હતું ત્યારે તેઓને માર્કેટિંગ યાર્ડ માંથી સારી એવી આવક થતા તેઓ દ્વારા ગ્રીનહાઉસ માં ખેતી કરવાનો વિચાર આવ્યો જ્યારે તેઓએ વર્ષ 2011માં ગ્રીનહાઉસનું પ્લાનિંગ કરી બાર વીઘા જમીનમાં ગ્રીનહાઉસની ખેતી કરવાની શરૂઆત કરી ખેતીમાં તેઓ દ્વારા ખીરા કાકડીનું વાવેતર કરવામાં આવ્યું આ ફેરા કાકડીના વાવેતરમાં તેઓને વાર્ષિક ઉત્પાદન સારું એવું મળી રહ્યું હતું

    એક વીઘે થતું ઉત્પાદન : 100 ટન

    એક એકરે થતું ઉત્પાદન : 40 ટન

    વિશેષતાઓ :

    આ ખેરા કાકડીમાં પાણીનું પ્રમાણ વધારે આવે છે અને માર્કેટમાં આ જાતની ડિમાન્ડ વધારે હોવાથી આવકમાં પણ વધારો થાય છે આ કાકડી નું વાવેતર ગ્રીન હાઉસ સિવાય થતું નથી.



    પ્રતિ કિલો નો ભાવ :20 ₹

    કેટલા દિવસનો પાક

    આ પાક 90 દિવસનો છે જે એક વર્ષમાં ત્રણ વખત ઉતારો આવે છે અહીં ગ્રીન હાઉસમાં 35 જેટલા મજૂરો રેગ્યુલર રોજગારી મેળવી રહ્યા છે આ ખીરા કાકડી પાકમાં ચોમાસા દરમિયાન સ્ટોરેજ કરાયેલ વરસાદી પાણી આપવામાં આવે છે અહીં વરસાદી પાણીનું સ્ટોરેજ કરવાની પણ વ્યવસ્થા કરાયેલ છે આ પાકને અહીં બોરવેલ કે કુવાનું પાણી આપવામાં આવતું નથી
    Published by:Vijaysinh Parmar
    First published:

    विज्ञापन

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन