Home /News /bhavnagar /Bhavnagar: Bsc સુધી ભણેલો ખેડૂત કરે છે દાડમની ખેતી, વર્ષે આટલું ઉત્પાદન મેળવ છે

Bhavnagar: Bsc સુધી ભણેલો ખેડૂત કરે છે દાડમની ખેતી, વર્ષે આટલું ઉત્પાદન મેળવ છે

X
દાડમની

દાડમની રોપણી,5'×5' ના અંતરે કરવામાં આવે છે.

મહુવા તાલુકાનાં છાપરી ગામનાં ખેડૂત દાડમની ખેતી કરી રહ્યાં છે. એક વીઘામાંથી વર્ષે 1700થી 1800 કિલો દાડમનો ઉત્પાદન થઇ રહ્યું છે.

Dhruvik Gondaliya, Bhavnagar: ભાવનગર જિલ્લાનાં મહુવા તાલુકાનાં છાપરી ગામનાં ખેડૂત હરેશભાઇ મનુભાઇ જાળોધરે બીએસસી એગ્રો સેન્ટર સુધીનો અભ્યાસ કર્યો છે. હાલ દાડમની ખેતી કરી રહ્યાં છે. દાડમનાં એક ઝાડમાંથી આઠથી દસ કિલો દાડમનુ ઉત્પાદન થઇ રહ્યું છે. એક કિલો દાડમનાં 80થી 90 રૂપિયા ભાવ મળી રહ્યાં છે. એક વીઘે 1700થી 1800 કિલો દાડમનું વર્ષે ઉત્પાદન લઇ રહ્યાં છે. તેમજ ટપક સિંચાઇ પદ્ધતિથી ખેતી કરી રહ્યાં છે.

1250 છોડનું વાવેતર કર્યું છે

ખેડૂત હરેશભાઇ મનુભાઇ જાળોધર 25 વીઘામાં દાડમની ખેતી કરી રહ્યાં છે. પાંચ ફુટ બાય પાંચ ફટનાં ઘનિષ્ટ ખેતી પદ્ધતિથી વાવેતર કર્યું છે. એક હેકટરમાં 1250 જેટલા છોડનું વાવેતર કર્યું છે.



ખાતરની માત્ર દર વર્ષે વધારવી જોઈએ

દાડમના છોડના યોગ્ય વિકાસ માટે સમય સમય પર ખાતર જરૂર હોય છે. દર વર્ષે બગીચાના છોડમાં 10 કિલો ગાયનું છાણ,



200 ગ્રામ નાઇટ્રોજન, ફોસ્ફરસનું 120 ગ્રામ અને 100 ગ્રામ પોટેશ આપવું જોઈએ.



નાઇટ્રોજનની સપ્લાય માટે કાળી જમીનમાં યુરિયાનો ઉપયોગ અને લાલ જમીનમાં કેલ્શિયમ એમોનિયમ નાઇટ્રેટ ઉપયોગ કરવી જોઈએ. ખાતરની માત્રા દર વર્ષે વધારવી જોઈએ.



આ પ્રકારની જમીન દાડમનાં પાક માટે અનુકૂળ

દાડમનો પાક સામાન્ય હલકીથી થોડી છીછરી જમીનમાં થઈ શકે. પરંતુ વિશેષ સારૂ અને ગુણવત્તાયુકત ઉત્પાદન લેવા માટે મધ્યમ કાપી અને ગોરાડુ જમીન વધારે માફક આવે છે. દાડમની જાતોમાં ધોળકા, ગણેશ, મૃદૃલા, આરકતા, જયોતિ, રૂબી, લગવા વગેરે જાતો જાણીતી છે.
First published:

Tags: Bhavnagar news, Farmer in Gujarat, Local 18

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો