Home /News /bhavnagar /Bhavnagar: લાખો કમાણી કરાવતી હળદર અને કેળાની ખેતી, આ ખેડૂત બન્યા માલામાલ!

Bhavnagar: લાખો કમાણી કરાવતી હળદર અને કેળાની ખેતી, આ ખેડૂત બન્યા માલામાલ!

ભાવનગરના ખેડૂત હળદર અને કેળાની ખેતી કરીને સારી કમાણી કરી રહ્યાં છે.

દુધાળા નંબર 2 ગામમાં હળદરની ખેતીની શરૂઆત મેરામભાઇ ભુકણ દ્વારા કરવામાં આવી હતી. આ માટે તેઓએ રાજુલા તાલુકાના ઝાપોદર ગામના ખેડૂતની ત્યાં વિઝિટ કરી હતી તથા જ્યાં હળદરની ખેતી થતી હોય તેવા વિસ્તારની મુલાકાત લઇ માહિતી મેળવી હતી.

    Dhruvik gondaliya,Bhavnagar : જેમ જેમ ટેક્નોલોજીની સુવિધાઓ વધતી ગઇ તેમ તેમ ખેડૂતો પણ હવે આધુનિક બનવા લાગ્યા છે. સીઝનલ પાક લેવાને બદલે હવે કમાણી કરી આપતાં પાકનું પણ વાવેતર કરવા લાગ્યા છે. સૌરાષ્ટ્રમાં ખેડૂતો પ્રાકૃતિક ખેતી અને નવીનતમ ખેતી માટે જાણીતા છે. આવું એક ગામ સૌરાષ્ટ્રનું છે જ્યાં હળદરની ખેતી કરીને ખેડૂતો સારી એવી આવક મેળવી રહ્યાં છે. મહુવા તાલુકાના દુધાળા નંબર 2 ગામની જ્યાં મોટાભાગના ખેડૂતો હળદર અને કેળાની ખેતી કરી છે.


    દુધાળા નંબર 2 ગામમાં હળદરની ખેતીની શરૂઆત મેરામભાઇ ભુકણ દ્વારા કરવામાં આવી હતી. માટે તેઓએ રાજુલા તાલુકાના ઝાપોદર ગામના ખેડૂતની ત્યાં વિઝિટ કરી હતી તથા જ્યાં હળદરની ખેતી થતી હોય તેવા વિસ્તારની મુલાકાત લઇ માહિતી મેળવી હતી. મેરામભાઇ ભુકણ દ્વારા પોતાના 27 વીઘાની જમીનમાં હળદરનું વાવેતર કરવામાં આવ્યું હતું.



    હળદરના વાવેતરમાં જેઓ દ્વારા ઓર્ગેનિક અને આધુનિક ખેતી પદ્ધતિ અપનાવવામાં આવી હતી.ઓછા પાણીએ સારી ખેતી માટે ડ્રીપ ઇરીગેશન પદ્ધતિ અપનાવવામાં આવી હતી. જેવો દ્વારા હળદરને પૂરતા પ્રમાણમાં દવા, ખાતર અને પાણી મળી રહે જે હેતુથી પંપ બનાવી અને 24 કલાક દેખ રેખ હેઠળ હળદરની ખેતીની શરૂઆત કરવામાં આવી હતી. પરિણામ સ્વરૂપે  200થી 300 મણ લીલી હળદરનું ઉત્પાદન કરવામાં આવ્યું હતું. હળદરના પાવડરનો એક કિલોનો ભાવ 100 રૂપિયા માર્કેટની અંદર આપવામાં આવી હતી.


    ખેડૂત દ્વારા હળદરની ખેતીની સાથે સાથે કેળાની ખેતી પણ શરૂ કરી હતી. કેળાની સફળ ખેતી કેવી રીતે કરી શકાય તે માટે તેઓએ આણંદ યુનિવર્સિટીમાંથી માહિતી મેળવી હતી. ત્યારબાદ મેરામભાઇ ભૂકણ દ્વારા 157 વીઘામાં કેળાનું ઉત્પાદન કર્યું હતું. મેરામ ભાઈ દ્વારા કેળાનું ઉત્પાદન થયા બાદ તેને ગોંડલ, કેશોદ, જેતપુર અને મહુવા બજારમાં વેચાણ અર્થે મોકલવામાં આવે છેત્યારબાદ મેરામભાઇને PD લાઈટ સંસ્થાનો સંપર્ક થયો હતો ત્યારબાદ તેઓએ પીડી લાઇટ ના સહયોગથી તથા મહારાષ્ટ્રના ચાંગલી APMC માર્કેટની વિઝીટ કરી હતી અને માર્કેટિંગ અંગેની માહિતી મેળવી હતી.



    હળદરના વાવેતર માટે જમીન તૈયાર કઈ રીતે કરવી


    એક વીઘામાં હળદરના વાવેતરમાં 50 કિલો એરડીનો ખોળ નાખવાનો તથા માલ્ક બાયો ખાતર નાખવામાં આવે છે. ત્યારબાદ જૈવિક ખાતર આપવામાં આવે છે જેથી હળદરના પાકમાં ઉત્પાદનમાં વધારો આવે છે. છેલ્લા પાંચ વર્ષથી ખેતી કરતા મેરામભાઇ ભૂકણની ખેતીનું ઉત્પાદન જોઈને આસપાસના ખેડૂતોને પણ નવીન્તમ માર્ગદર્શન લેવાની ઈચ્છાઓ જાગી હતી. જેથી મેરામભાઇ ભૂકણની વાડીમાં હળદર કેળાની ખેતી અંગે માર્ગદર્શન સેમીનારના આયોજનો પણ કરવામાં આવી રહ્યા છે.

    First published:

    Tags: કેળા, ખેડૂત, ખેતી, ભાવનગર

    विज्ञापन
    विज्ञापन