Home /News /bhavnagar /Bhavnagar News: આ બંને યુવતીઓએ ભાવનગર જિલ્લાનું નામ રોશન કર્યું!

Bhavnagar News: આ બંને યુવતીઓએ ભાવનગર જિલ્લાનું નામ રોશન કર્યું!

સમગ્ર ગુજરાતમાંથી 33 બહેનોએ ભાગ લીધો

નંદકુંવરબા મહિલા કોલેજ દેવરાજનગર ખાતે અભ્યાસ કરતી વિધાર્થીની વિલાસ ભોપાભાઇ ચૌહાણ અને નીતા રમેશભાઈ કટેશીયા એ તાજેતરમાં અમરેલી ખાતે યોજાયેલ ઓપન ગુજરાત મેરાથોન દોડમાં ભાગ લીધો હતો.

Dhruvik gondaliya Bhavngar : મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી સંલગ્ન નંદકુંવરબા મહિલા કોલેજ દેવરાજનગર ખાતે અભ્યાસ કરતી વિધાર્થીની વિલાસ ભોપાભાઇ ચૌહાણ અને નીતા રમેશભાઈ કટેશીયા એ તાજેતરમાં અમરેલી ખાતે યોજાયેલ ઓપન ગુજરાત મેરાથોન દોડમાં ભાગ લીધો હતો.ગજેરા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત ઓપન ગુજરાત મેરાથોન દોડનું આયોજન કરવામાં આવેલ હતું. 11 કી.મી.ની આ મેરાથોન દોડમાં સમગ્ર ગુજરાતમાંથી 33 બહેનો એ ભાગ લીધો હતો.

આ મેરાથોન દોડમાં નંદકુવરબા મહિલા કોલેજ દેવરાજનગરમાં અભ્યાસ કરતી વિધાર્થીની વિલાસ ભોપાભાઇ ચૌહાણે સમગ્ર ગુજરાતમાં પ્રથમ નંબર મેળવી 11 હજારનું રોકડ ઇનામ તથા મેડલ પ્રાપ્ત કર્યો હતો. જયારે નીતા રમેશભાઈ કટેશીયાએ દ્વિતીય નંબર મેળવી 5 હજારનું રોકડ ઇનામ અને મેડલ પ્રાપ્ત કર્યો હતો.



એક તરફ આજે મહિલાઓ દરેક ક્ષેત્રમાં પુરુષોની સામે ખભાથી ખભા મીલાવીને આગળ વધી રહી છે, ત્યારે ભાવનગરની આ બંને યુવતીઓ તેના જેવી હજારો મહિલાઓ માટે પ્રેરણારૂપ બની છે. બંને વિદ્યાર્થીનીઓ વિલાસ ભોપાભાઇ ચૌહાણ અને નીતા રમેશભાઈ કટેશીયાની આ સિધ્ધિ બદલ કોલેજના ટ્રસ્ટી ભરતસિંહ ગોહિલ તથા ડાયરેક્ટર રવિન્દ્રસિંહ સરવૈયાએ અને કોલેજના સમગ્ર પરિવારે અભિનંદન પાઠવ્યા હતા.
First published:

Tags: Local 18, ભાવનગર