ભાવનગરના કમળેજના ખેડૂતો પોતાના ખેતરમાં દાડમની ખેતી કરી ભારે માવજત સાથે મબલક પાક મેળવી રહ્યા છે અને સાથે સાથે સમૃદ્ધિ તરફ આગળ વધી લોકો માટે પ્રેરણારૂપ બની રહ્યા છે.
Dhruvik gondaliya. Bhavngar : આજના આધુનિક યુગમાં ખેડૂત પણ હવે મોર્ડન અને પ્રાકૃતિક પધ્ધતિ ખેતી તરફ વળી સરકારની વિવિધ ખેતીની યોજનાઓ થકી ખેતી કરી વધુ પાક સાથે સમૃદ્ધ બની રહ્યા છે. ત્યારે ભાવનગરના કમળેજના ખેડૂતો પોતાના ખેતરમાં દાડમની ખેતી કરી ભારે માવજત સાથે મબલક પાક મેળવી રહ્યા છે અને સાથે સાથે સમૃદ્ધિ તરફ આગળ વધી લોકો માટે પ્રેરણારૂપ બની રહ્યા છે.
ભાવનગરના કમળેજ, વરતેજ, નારી સાહિતના ગામન ખેડૂત કે જે વારસાગત પોતાની ખેતીને સાંભળી તો રહ્યા છે. પરંતુ સાથે સાથે આધુનિક ખેતીની પધ્ધતિ અપનાવી શિયાળુ-ઉનાળુ અને ચોમાસું પાકની સાથે-સાથે વિવિધ ફ્રુટની ખેતી કરી લોકો માટે એક ઉદાહરણરૂપ ખેડૂત બની રહ્યા છે. ખેડૂતો તેમના ખેતરમાં દાડમની ઓર્ગેનિક ખેતી કરી અનેક પ્રકારના ફળોનું વાવતેર કરી રહ્યા છે.
કમળેજ ખાતે રહેતા ખેડૂત રાજુભાઈ સાંગા અને ગોપાલભાઈ સાંગા 10 વિધામાં ૮ થી ૧૨ ફૂટનો બે વૃક્ષ વચ્ચે ગાળો રાખી 500 જેટલા દાડમના વૃક્ષો વાવી તેનું પ્રાકૃતિક પદ્ધતિ ખેતી સાથે ટપક સિંચાઈ પધ્ધતિ અપનાવી મબલક પાક મેળવી રહ્યા છે. આંબે બહાર, હસ્ત બહાર જેવી ત્રણ બહારમાં દાડમના પાક લેવાય છે. ત્યારે હાલ હસ્ત બહારમાં ૫૧૦ દાડમના વૃક્ષો પર ફળો ઝૂલી રહ્યા છે.
આ ફળોના જયારે ફૂલ બેસે છે ત્યારથી ૩ મહિના સુધી તેની ખાસ માવજત ખેડૂત દ્વારા કરવામાં આવતી હોય છે. ત્યારે રાજુભાઈએ પણ આ અંગેની ખાસ તકેદારી રાખી તેનું જતન કર્યું છે. અને જેને પરિણામે આજે તમામ દાડમના વૃક્ષો પર ૧૦૦-૧૦૦ જેટલા ફાળો આવી રહ્યા છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી જયારે પ્રાકૃતિક ખેતીને પ્રાધાન્ય આપી રહ્યા છે તેમજ રાજ્ય સરકાર ખેડૂતોને ખાસ બાગાયતી પાક માટે ખાસ સહાય આપી રહી છે. ત્યારે આ તમામ નો લાભ લઇ ભગવાનભાઈ બાગાયતી ખેતી કરી વધુને વધુ સમૃદ્ધ બની રહ્યા છે. જે ખેડૂતોની આવક ડબલ થવાનો ઉત્તમ નમૂનો છે. જેમાં અન્ય પાકો ની સાથે સાથે એક વિધા દીઠ ગોપાલભાઈ દાડમની ખેતી માંથી વાર્ષિક 50000 થી 100000 રૂ. સુધી કમાણી કરી રહ્યા છે.
દાડમની રોપણી કેવી રીતે કરી શકાય છે? રોપણી કેટલા અંતરે કરવી અને એક હેકટરમાં કેટલા છોડ આવે છે?
દાડમની રોપણી માટે ગુટી કલમ કે કટકા કલમ કરીને જમીનને ખેડી કરબથી સમતલ કરવી. ત્યારબાદ 5 મીટર × 5 મીટરના અંતરે અથવા ધનિષ્ઠ ખેતી પધ્ધતિમાં વાવેતર માટે 4 મીટર × 2 મીટરના અંતે રોપણી કરવાથી વધુ ઉત્પાદન મેળવી શકાય છે એક હેકટરમાં 1250 જેટલા છોડ આવે.
દાડમની ખેતી માટે કેવી જમીન વધુ અનુકુળ આવે છે. દાડમની જાતોમાં કઈ જાતો જાણીતી છે?
દાડમનો પાક આમ તો સામાન્ય હલકીથી થોડી છીછરી જમીનમાં થઈ શકે. પરંતુ વિશેષ સારૂ અને ગુણવતાયુકત ઉત્પાદન લેવા માટે મધ્યમ કાપી અને ગોરાડુ જમીન વધારે માફક આવે છે. દાડમની જાતોમાં ધોળકા, ગણેશ, મૃદૃલા, આરકતા, જયોતિ, રૂબી, લગવા વગેરે જાતો જાણીતી છે.
દાડમની રોપણી કર્યા પછી પાછળની માવજતમાં શું શું કાર્યો કરવાની જરૂર પડે?
દાડમની રોપણી કર્યા બાદ વરસાદ ન હોય તો પાણી આપવું તથા ખામણાં કરવાં કેળવણી અને છાંટણી કરવો પડે. જાત મુજબ ખાતરો માપસર નાખવા પડે. ખામણાં પધ્ધીતથી પિયત કરવું પડે. આ પાકને નિંદણમુકત રાખવો હાથીસાંતી ચલાવી અથવા નિંદણનાશક દવાનો ઉપયોગ કરી નિંદણ નિયંત્રણ કરવું. આમ, માવજત કરવાથી દાડમના પાકમાં બારેમાસ વધતા ઓછા પ્રમાણમાં ફળ મળ્યા કરે છે.
ખાતરની માત્ર દર વર્ષે વધારવી જોઈએ
દાડમના છોડના યોગ્ય વિકાસ માટે સમય સમય પર ખાતર જરૂર હોય છે. દર વર્ષે બગીચાના છોડમાં 10 કિલો ગાયનું છાણ, 200 ગ્રામ નાઇટ્રોજન, ફોસ્ફરસનું 120 ગ્રામ અને 100 ગ્રામ પોટેશ આપવું જોઈએ નાઇટ્રોજનની સપ્લાય માટે કાળી જમીનમાં યુરિયાનો ઉપયોગ અને લાલ જમીનમાં કેલ્શિયમ એમોનિયમ નાઇટ્રેટ ઉપયોગ કરવી જોઈએ. ખાતરની માત્રા દર વર્ષે વધારવી જોઈએ.