Home /News /bhavnagar /Bhavnagar: આ ખેડૂતને હળદરની ખેતીએ કર્યા માલામાલ, દૂરદૂરથી ખેડૂતો આવે છે જોવા!

Bhavnagar: આ ખેડૂતને હળદરની ખેતીએ કર્યા માલામાલ, દૂરદૂરથી ખેડૂતો આવે છે જોવા!

X
આ

આ ખેડૂતે હળદરની ખેતી કરી સારી આવક મેળવી

નાના આસરાણા ગામમાં વિરજીભાઈ મનુભાઈ જીંજાળા એ તેમની જમીનમાં હળદરની ખેતી ચાલુ કરી હતી. તેઓએ ખેતી શીખીને 6 વીઘા જમીનમાં હળદરની ખેતી ચાલુ કરી હતી

  Dhruvik gondaliya :Bhavngar. : ભારત દેશ ખેતી પ્રધાન દેશ છે અને તેથી જ દેશભરમાં જુદી જુદી ખેતી જોવા મળે છે, આજે બધા જ ખેડૂતો જુદી જુદી ખેતી કરીને લાખો રૂપિયાની કમાણી કરતા હોય છે. આજે બધા જ ખેડૂતો ધીમે ધીમે આધુનિક ખેતી તરફ વળ્યાં છે જેમાં ઓછા ખર્ચે વધારે નફો મેળવી શકાય છે.
  આજના સમયમાં બધા જ ખેડૂતો આધુનિક ખેતી તરફ વળી ગયા છે.એવી જ રીતે ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના નાના આસરાણા ગામમાં વિરજીભાઈ મનુભાઈ જીંજાળા એ તેમની જમીનમાં હળદરની ખેતી ચાલુ કરી હતી. તેઓએ ખેતી શીખીને 6 વીઘા જમીનમાં હળદરની ખેતી ચાલુ કરી હતી. તેઓએ ઓર્ગેનિક ખેતી અપનાવી હતી. તેઓએ એટલી જ જમીનમાં બરમાં સાગર નામની જાતની હળદરની ખેતી કરી હતી.

  આજે હળદરનો પાઉડર 100 રૂપિયા માર્કેટમાં વેચાય છે. તેઓએ આ ખેતી માટે યુનિવર્સીટીમાં શીખી લીધું હતું . આમ તેઓએ બધી જ જુદી જુદી રીતે ખેતી કરી રહ્યા છે અને આ સાથે તેમની જમીનમાંથી લાખો રૂપિયાની આવક પણ કરી રહ્યા છે અને બીજા ખેડૂતોની માટે પ્રેરણારૂપ બન્યા છે. બીજા છેલ્લા પાંચ વર્ષોથી આ ખેતી કરી રહ્યા છે અને તેમાં પણ લોકોને શીખવાડી રહ્યા છે અને આમ તેઓ લાખો રૂપિયા કમાણી કરી રહ્યા છે. આવી જ રીતે બધા જ યુવાનો પણ તેમની ખેતી તરફ વળી ગયા છે અને તેમાંથી લાખો રૂપિયા કમાઈ રહ્યા છે.  હળદર એક અગત્યનો મરી મસાલાનો પાક છે. ગુજરાત રાજયમાં મુખ્યત્વે વલસાડ, નવસારી, સુરત, પંચમહાલ, સાબરકાંઠા, આણંદ અને નડિયાદ જીલ્લાઓમાં હળદરની ખેતી થાય છે. દક્ષિણ ગુજરાતમાં આાંબા ચીકુની વાડીઓમાં મિશ્રપાક અને આંતરપાક તરીકે લેવામાં આવે છે. જોકે હવે સેૌરાષ્ટ્રમાં પણ હળદરની ખેતી શરૂ થઇ ચૂકી છે.

  હવામાન

  હળદર ઉષ્ણકટિબંધિય વિસ્તારનો પાક હોય ગરમ અને ભેજવાળી આબોહવા વધુ માફક આવે છે. દરિયાની સપાટી થી ૧૫૦૦ મીટર ઉંચાઇએ પહાડી પ્રદેશમાં ર૦ થી ૩૦ સે. તાપમાને તથા વાર્ષિક ૧૫૦૦ થી રરપ૦ મીમી વરસાદવાળો પ્રદેશમાં પિયત પાક તરીકે સફળતાથી ઉગાડી શકાય છે.

  જમીન

  સારા નિતારવાળી અને પૂરતા પ્રમાણમાં સેન્દ્રિય તત્વ ધરાવતી ગોરાડુ, મધ્યમ કાળી કે નદી કાંઠાની કાંપવાળી ફળદ્રુપ જમીન વધુ અનુકૂળ છે.

  જ્મીનની તૈયારી

  હળદરની ગાંઠોનો સારો વિકાસ થાય તે માટે જમીનને હળ અથવા ટ્રેકટરથી બે થી ત્રણ વાર ખેડી સમાર વડે ઢેફાં ભાંગી કરબથી સમતળ કરવી, જમીનમાં સેન્દ્રિય ખાતરનું પ્રમાણ જળવાય રહે તે માટે હેકટરે પ૦ થી ૬૦ ટન સારૂં કોહવાયેલ છાણિયું ખાતર જમીન તૈયાર કરતી વખતે આપવું.  બીયારણનો દર
  એક હેકટરના વાવેતર માટે 2800થી 3000  કિગ્રા હળદરની ગાંઠોની જરૂર પડે છે.

  વાવણી અંતર
  30 x 15 સે.મી. અંતરે વાવેતર કરવામાં આવે છે.

  હળદર ના પાન ઉપર આવતા વિવિધ રોગોનો ઉપચાર !

  હળદરની વાનસ્પતિક વૃધ્ધી દરમ્યાન વિવધ પાનના રોગો જેવા કે પાનના ટપકાં, પાનનો બ્લોચ, કાલવ્રણ વગેરે આવતા હોય છે. આવા રોગોના રોકથામ માટે સને 2021 દરમ્યાન આણંદ કૃષિ યુનિ. દ્વારા બહાર પાડેલ એક ભલામણ અનુસાર એઝોક્ષીસ્ટ્રોબીન 18.2 % + ડાયફેનોકોનાઝોલ 11.4% એસસી બે ફૂગનાશકનું તૈયાર મિશ્રણ દવા 10 મિલિ પ્રતિ 10  લી પાણી પ્રમાણે રોગની શરુઆત થાય ત્યારે પ્રથમ છંટકાવ અને બીજો છંટકાવ 15 દિવસ પછી કરવાથી અસરકારક રીતે રોગો કાબૂમાં આવી જાય છે. આ દવાના દ્રાવણમાં સારુ સ્ટીકર 10 મિલિ પ્રતિ 10 લી પાણી પ્રમાણે અચૂક ઉમેરવું
  First published:

  Tags: Local 18, ખેડૂત, ભાવનગર

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો વધુ વાંચો