Home /News /bhavnagar /Bhavnagar: DJના ઘોંઘાટમાં શરણાઈના સૂર આથમ્યા, શું કહે છે આ લોકો, સાંભળો

Bhavnagar: DJના ઘોંઘાટમાં શરણાઈના સૂર આથમ્યા, શું કહે છે આ લોકો, સાંભળો

X
આ

આ વાદ્યને સમાજમાં ઊંચું સ્થાન અપાવવાનું ભગીરથ કાર્ય ઉસ્તાદ બિસમિલ્લાખાને કર્યું

શરણાઈના નાના સ્વરૂપને નિકર્ણ કહેવામાં આવે છે. નિકર્ણ સાથે સૂર પૂરવા માટે વગાડવામાં આવતા વાદ્યને પોંગી કહેવામાં આવે છે. તેમાંથી એકસાથે માત્ર એક જ સ્વર કાઢી શકાય છે, જે અનુરણન કરે છે તેને શ્રુતિ કહેવામાં આવે છે, 

    Dhruvik gondaliya Bhavngar:  ભારતના ગ્રામજનોમાં શરણાઈ નામનું સુષિર વાદ્ય આજે પણ લોકપ્રિય છે. તે વગાડનારાઓનો એક અલાયદો વર્ગ છે. પ્રાચીનકાળમાં દરેક ગામના ચોરે અથવા દરબારની ડેલીએ કે મંદિરના પ્રવેશદ્વારે કોઈક ઊંચાં સ્થાન પર બેસીને શરણાઈવાદકો વહેલી સવારમાં આ વાદ્ય વગાડતા અને તે દ્વારા સૂર્યોદયના કે પ્રાત:કાળના આગમનનું સૂચન આપતા. ઢોલ કે નગારાં વગાડનારા કલાકારો શરણાઈના વાદકોને સાથ પૂરતા. શરણાઈના સૂરો શુભનાં સૂચક ગણવામાં આવે છે. તેથી આજે પણ મોટાભાગના શુભપ્રસંગની શરૂઆતમાં શરણાઈ વગાડવાની પ્રથા ઓછાવત્તા પ્રમાણમાં ભારતમાં ટકી રહી છે.

    શરણાઈના નાના સ્વરૂપને નિકર્ણ કહેવામાં આવે છે. નિકર્ણ સાથે સૂર પૂરવા માટે વગાડવામાં આવતા વાદ્યને પોંગી કહેવામાં આવે છે. તેમાંથી એકસાથે માત્ર એક જ સ્વર કાઢી શકાય છે, જે અનુરણન કરે છે તેને શ્રુતિ કહેવામાં આવે છે, જો કે પોંગી વાદ્યમાં પાંચ કે છ છિદ્રો હોય છે પરંતુ તેનો એકસાથે ઉપયોગ કરવામાં આવતો નથી.



    એક જમાનામાં શરણાઈ એ દરબારી વાદ્ય નહિ પરંતુ હલકી જાતનું વાદ્ય ગણાતું અને તે વગાડનારાઓનો સામાજિક દરજ્જો પણ સામાન્ય ગણાતો. આ વાદ્યને સમાજમાં ઊંચું સ્થાન અપાવવાનું ભગીરથ કાર્ય ઉસ્તાદ બિસમિલ્લાખાને કર્યું. તે માટે તેમને ભારતના સર્વોચ્ચ સન્માન ‘ભારતરત્ન’થી નવાજવામાં આવ્યા છે. આજે શરણાઈને દરબારી વાદ્ય ગણવામાં આવે છે અને તે વગાડનારાઓનો મોભો પણ ઊંચો ગણવામાં આવે છે.

    ભાવનગર જિલ્લાના, જેસર તાલુકાના કરલા ગામના ભાયાભાઈ શરણાઈના
    સૂર રેલાવી લોકોને મંત્રમુગ્ધ કરી રહ્યા છે. તેઓ 50 વર્ષથી શરણાઈ વાદન કરે છે. તેઓના પિતા એ પણ 80 વર્ષ સુધી શરણાઈ વાદન કર્યું હતું અને ભાવનગર મહારાજા કૃષ્ણકુમારસિંહ શરણાઈના સુર સાંભળવા માટે બોલાવતા હતા. ભાયાભાઈ દ્વારા ખાલી લગ્નમાં જ નહીં પરંતુ તેઓ નવરાત્રીમાં ભજનમાં મુસ્લિમોનો તહેવાર મોહરમમાં પણ શરણાઈનું વાદન કરવામાં આવે છે એક જમાનામાં શરણાઈ એ દરબારી  વાદ્ય નહિ પરંતુ હલકી જાતનું વાદ્ય ગણાતું અને તે વગાડનારાઓનો સામાજિક દરજ્જો પણ સામાન્ય ગણાતો.

    આ વાદ્યને સમાજમાં ઊંચું સ્થાન અપાવવાનું ભગીરથ કાર્ય ઉસ્તાદ બિસમિલ્લાખાને કર્યું. તે માટે તેમને ભારતના સર્વોચ્ચ સન્માન ‘ભારતરત્ન’થી નવાજવામાં આવ્યા છે. આજે શરણાઈને દરબારી વાદ્ય ગણવામાં આવે છે અને તે વગાડનારાઓનો મોભો પણ ઊંચો ગણવામાં આવે છે. તેઓએ ભાવનગર જિલ્લા સિવાયના અન્ય જિલ્લાઓમાં પણ શરણાઈ વગાડી છે.

    શરણાઈ પરિચય

    શરણાઈ એક વાયુ વાદ્ય છે તેને શુકનવંતુ વાદ્ય મનાય છે. ભારતમાં તે લગ્ન અને અન્ય શુભ પ્રસંગે વપરાય છે.આ એક નળી આકારનું વાદ્ય છે. છેડા તરફ જતાં તેનો વ્યાસ ધીરે ધીરે વધતો જાય છે. તેમાં મોટે ભાગે ૬ કે ૯ કાણાં હોય છે. આ મા બેજોડી નળી વપરાય છે. આમ તે ચાર બરુ વાળો પાવો બને છે. શ્વાશને રોકીને વિવિધ પ્રકારની ધ્વનિ કાઢી શકાય છે.
    First published:

    Tags: DJ, Local 18, ભાવનગર

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો વધુ વાંચો