Home /News /bhavnagar /Bhavnagar: એવા મહિલા શિક્ષક જે પોતાના સંતાનની જેમ વિદ્યાર્થીઓને આપે છે શિક્ષણ!
Bhavnagar: એવા મહિલા શિક્ષક જે પોતાના સંતાનની જેમ વિદ્યાર્થીઓને આપે છે શિક્ષણ!
રાજ્ય મંત્રી ના વરદ હસ્તે આ શિક્ષકને સન્માનિત કરાયા હતા
મહુવા તાલુકાના ભાદરોડ કેન્દ્રવતી શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હીનાબેન નાવર કે જેવો મૂળ મહુવાના વતની છે અને હાલ તેઓ મહુવા તાલુકાના ભાદરોડ કેન્દ્રવતી શાળા ખાતે શિક્ષક તરીકે ફરજ બજાવી રહ્યા છે.
Dhruvik gondaliya Bhavngar: શિક્ષક માત્ર પુસ્તકીયુ જ્ઞાન નહીં, પરંતુ જીવન જીવવાની કેળવણી પણ આપે છે અને તે દ્વારા તે શ્રેષ્ઠ સમાજ, શ્રેષ્ઠ વિદ્યાર્થીનું નિર્માણ કરે છે, માત્ર વિદ્યાર્થી જ નહીં પરંતુ સમાજ,ગામના ઘડતર દ્વારા તેને નવી દિશા આપવાનું કામ સમર્થ શિક્ષકો કરી શકે છે.શિક્ષક સમાજને આગળ લઈ જવાની મહત્વપૂર્ણ જવાબદારી વહન કરે છે.તેથી તેમની વિશેષ જવાબદારી બની જાય છે.સમાજના જવાબદાર નાગરિકોને ઘડવાનું મહત્વપૂર્ણ કાર્ય શિક્ષકો કરે છે૨૧ મી સદી જ્ઞાનની સદી છે, તેને વાસ્તવમાં પરિણામલક્ષી એક શિક્ષક જ બનાવી શકે. શિક્ષક ક્યારેય સાધારણ હોતો નથી. સમાજ-જીવનમાં યોગદાન દ્વારા તે હંમેશા પ્રતિત થતું આવ્યું છે.
ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના ભાદરોડ કેન્દ્રવતી શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હીનાબેન નાવર કે જેવો મૂળ મહુવાના વતની છે અને હાલ તેઓ મહુવા તાલુકાના ભાદરોડ કેન્દ્રવતી શાળા ખાતે શિક્ષક તરીકે ફરજ બજાવી રહ્યા છે. હીનાબેન નાવર દ્વારા પોતાના વર્ગખંડમાં બાળકોને પોતાના છોકરાની જેમ સાચવી અને શિક્ષણ આપી રહ્યા છે.
કોઈ બાળક તોફાન કરતું હોય તો તેને થાપલી મારીને સમજાવતા નથી પરંતુ તેને વહાલ કરીને સમજાવે છેહીનાબેન સવારે 11 વાગ્યે સ્કૂલે આવી બાળકોને શિક્ષણ આપવાની શરૂઆત કરે છે ત્યારબાદ બાળકો સાથે ભોજન પણ લે છે અને બાળકોને જ્ઞાન સાથે ગમ્મતની વાતો કરી શિક્ષણ આપી રહ્યા છે
સન્માનિત કરાયા હતા
જ્યારે ભાવનગર ખાતે યોજાયેલા તાલુકા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષકોના સન્માન સમારોહમાં સહકાર રાજ્યમંત્રી તથા પ્રોટોકોલ મંત્રી જગદીશ વિશ્વકર્માના વરદ હસ્તે હીનાબેન નાવરને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
જિલ્લા તથા તાલુકા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષકોનું કરાયું સન્માન
બારડ ૨મેશભાઈ - કુંભણ કેંદ્રવર્તી શાળા, મકવાણા પ્રવીણભાઈ – નાના ખૂંટવડા પ્રાથમિક શાળા, ડો. પ્રકાશભાઇ રાઠોડ – સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા, મેહુલભાઈ ભાલ –પાલિતાણા હાઈસ્કૂલ, મુકેશકુમાર વાઘેલા- અવાણીયા કુમાર પ્રા. શાળા, નાવર હિનાબેન – ભાદ્રોડ કે. વ. શાળા, ભટ્ટી શિતલબેન – કુંભણ પરેશભાઈ – ધારુકા કેંદ્રવર્તી શાળા નું સન્માન કરવામાં આવ્યું હતું