Dhruvik gondaliya, Bhavngar : મહુવા યાર્ડમાં આજે જુદી જુદી જણસીની આવક થઇ છે. સારા પ્રમાણમાં ખેડૂત જણસી લઇને આવી રહ્યાં છે. ત્યારે આજે કાળા તલ કરતા સફેદ તલનાં ભાવ સારા રહ્યાં હતાં. યાર્ડમાં સફેદ તલનાં સૌથી ઉંચા ભાવ એક મણાનાં 3581 રહ્યાં હતા અને કાળા તલનાં એક મણનાં 3052 રૂપિયા રહ્યાં હતાં.
કાળા તલ કરતા સફેદ તલનાં ભાવ ઉંચા
સફેદ તલની તેજીએ કાળા તલને આંબી ગઇ છે. દર વર્ષે સફેદ તલ કરતા કાળા તલના ભાવ પ્રમાણમાં ઉંચા જ રહેતા હોય છે. પરંતુ ભાવનગર અને મહુવા માર્કેટીંગ યાર્ડમાં આજે સફેદ તલના સૌથી ઉંચા ભાવ રૂપિયા 3581 રહ્યાં હતા અને કાળા તલના ભાવ રૂપિયા 3052 બોલાયા હતાં. જયારે મહુવા માર્કેટીંગ યાર્ડમાં સફેદ તલના નીચા ભાવ 2953 રૂપિયા અને સૌથી ઉંચા ભાવ 3476 રૂપિયા બોલાયા હતા.
અન્ય જણસીનાં આટલા ભાવ રહ્યાં
મહુવા માર્કેટિંગ યાર્ડમાં આજના મગફળીનાં નીચા ભાવ 1383 રૂપિયા અને ઊંચા ભાવ 1458 રૂપિયા રહ્યાં હતાં. લાલ ડુંગળીનાં નીચા ભાવ 75 રૂપિયા અને ઊંચા ભાવ 211 રૂપિયા રહ્યાં હતાં. સફેદ ડુંગળીનાં નીચા ભાવ 140 રૂપિયા અને ઊંચા ભાવ 353 રૂપિયા સુધી રહ્યાં હતાં.કપાસનાં ભાવ રૂપિયા 1272 રૂપિયાથી લઈ 1569 સુધી રહ્યાં હતાં. બાજરીનાં એક મણનાં ભાવ 450 થી 596 રૂપિયા સુધી રહ્યો હતો. ઘઉંનાં નીચા ભાવ 450 થી 751 રૂપિયા રહ્યાં હતાં. ધાણાનાં રૂપિયા 900 થી 1051 સુધી ભાવરહ્યો હતો.