Home /News /bhavnagar /Bhavnagar: મહુવા યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ તળિયે, મણના 70 રૂપિયા બોલાતા ખેડૂતો ચિંતામાં

Bhavnagar: મહુવા યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ તળિયે, મણના 70 રૂપિયા બોલાતા ખેડૂતો ચિંતામાં

X
યાર્ડમાં

યાર્ડમાં કપાસ, ઘઉં,ચણા, જીરુ અને મગફળીની સારી એવી આવક થઈ રહી છે.

ભાવનગર જિલ્લામાં મગફળી, ઘઉં, તલ, ચણા, જીરું, લાલ અને સફેદ ડુંગળી, તુવેર, અને કપાસનું મોટા પ્રમાણમાં વાવેતર થયું હતું. જેના કારણે યાર્ડમાં કપાસ, ઘઉં,ચણા, જીરું  અને મગફળીની સારી આવક થઈ રહી છે. પરંતુ હાલમાં લાલ ડુંગળીનો ભાવ માત્ર 70 રૂપિયા મણ બોલાતા ખેડૂતોમાં ચિંતા જોવા મળી છે.

વધુ જુઓ ...
Dhruvik gondaliya, Bhavnamgar: ભાવનગર જિલ્લામાં મગફળી, ઘઉં, તલ, ચણા, જીરું, લાલ અને સફેદ ડુંગળી, તુવેર, અને કપાસનું મોટા પ્રમાણમાં વાવેતર થયું હતું. જેના કારણે યાર્ડમાં કપાસ, ઘઉં,ચણા, જીરુ અને મગફળીની સારી એવી આવક થઈ રહી છે. વહેલી સવારથી જ ખેડૂતો કપાસ વેચવા માટે ખાનગી વાહનો લઇને મહુવા માર્કેટિંગ યાર્ડમાં આવી રહ્યાં છે.મહુવા માર્કેટિંગ યાર્ડમાં લાલ ડુંગળી ના એક મણના 70 રૂપિયાથી લઈને 181 રૂપિયા સુધીના રહ્યાં હતાં.

આ જણસીનાં આટલા ભાવ રહ્યાં

મહુવા માર્કેટિંગ યાર્ડમાં લાલ ડુંગળીના 58531 કટ્ટાની આવક થઈ હતી. 20 કિલોના નીચા ભાવ 70 રૂપિયા અને ઉંચા ભાવ 181 રહ્યાં હતાં. સફેદ ડુંગળીના 84126 કટા આવક થઈ હતી. મણના નીચા ભાવ 215 રહ્યાં હતાં અને ઊંચા ભાવ 511 રૂપિયા રહ્યા હતા. ઘઉં ટુકડા અને લોકવનના 2142 કટ્ટાની આવક થઈ હતી. જેના મણના નીચા ભાવ 404 રૂપિયા રહ્યા હતા અને ઉંચા ભાવ 800 રુપિયા સુધી રહ્યા હતા.



નારિયેળના 59057 નંગની આવક થઈ હતી. મણનાં નીચા ભાવ 450 રહ્યા હતા અને ઉંચા ભાવ 1750 રૂપિયા રહ્યા હતા. મહુવા માર્કેટિંગ યાર્ડમાં દેશી ચણાના 337 કટા ની આવક થઈ હતી જેના 20 કિલોના નીચા ભાવ 670 રહ્યા હતા અને ઊંચા ભાવ 1146 રૂપિયા સુધીના રહ્યા હતા.
First published:

Tags: Bhavnagar news, Local 18, Market yard