Home /News /bhavnagar /Bhavnagar: શું તમને ખબર છે મોરારિબાપુએ અહીં વિદ્યાર્થીઓને મફતમાં રહેવા-જમવાની કરી છે વ્યવસ્થા!

Bhavnagar: શું તમને ખબર છે મોરારિબાપુએ અહીં વિદ્યાર્થીઓને મફતમાં રહેવા-જમવાની કરી છે વ્યવસ્થા!

X
માલણ

માલણ નદીને કાંઠે 1984 આ આજનું ગુરુકુળ વ્યવસ્થિત રૂપે શરૂ થયું. 

1981ના મે માસમાં મહુવા ખાતે રામકથા યોજાય હતી, જેમાં કથાના ખર્ચને બાદ કરતાં દસ-અગિયાર લાખ બચ્યા. 1981માં એ રકમમાંથી આ કૈલાસ ગુરુકુળની જમીન ખરીદવામાં આવી.

Dhruvik gondaliya Bhavngar: એક શિક્ષક જ્યારે વિસ્તરે છે ત્યારે. તે પર્યાવરણના કણેકણમાં પ્રસરે છે.તેનો વ્યાપ અખિલાઇને સ્પર્શ કરે છે.તેનો ચેતાવિસ્તાર પ્રત્યેક તબ્બકે કશુંક સ્થાયી કરતો જાય છે અને વિકસતો જાય છે.' રામચરિત માનસ' ની વિશિષ્ટ અને અર્થસઘન કથાઓ દ્વારા લોકમાનસને દીક્ષિત કરતા મોરારિબાપુની અસાધારણ શિક્ષકચેતના આવિ રીતે જ વિસ્તરી છે અને આ વિસ્તરણનો સ્થાયી પડાવ એટલે કૈલાસ ગુરુકૂળ.

1981ના મે માસમાં મહુવા ખાતે રામકથા યોજાય હતી, જેમાં કથાના ખર્ચને બાદ કરતાં દસ-અગિયાર લાખ બચ્યા. 1981માં એ રકમમાંથી આ કૈલાસ ગુરુકુળની જમીન ખરીદવામાં આવી. શરૂઆતમાં મહુવા ગામના ખારના ઝાપે મેડી પર 30 વિદ્યાર્થીઓ થી ગુરુકુળ ની શરૂઆત થઈ. ત્યારબાદ માલણ નદીને કાંઠે 1984 આ આજનું ગુરુકુળ વ્યવસ્થિત રૂપે શરૂ થયું. શરૂઆતમાં જ્યારે પ્રાથમિક શાળાઓ ઓછી હતી ત્યારે ધોરણ પાંચથી કોલેજ સુધીના બાળકો પછીથી ધોરણ આઠ થી કોલેજ સુધીના વિદ્યાર્થીઓ અને ધોરણ આઠમું પ્રાથમિક શાળામાં જતા ધોરણ નવથી કોલેજ સુધીના વિદ્યાર્થીઓ અહીં પ્રવેશ મેળવે છે.



વિદ્યાર્થીઓની સંખ્યા મહત્તમ સો (100)ની રાખવામાં આવે છે અને જે બાળકો ઊંડાણના વિસ્તારમાં રહે છે અને શિક્ષણ મેળવવા જેમને દૂર જવું પડે છે તેમજ તેઓની આર્થિક સ્થિતિ વધારે નબળી છે તેમના પ્રથમ પસંદગીથી પ્રવેશ આપવામાં આવે છે. અહીં રહેવા અને જમવા માટે કોઈ જ ફી લેવામાં નથી આવતી. શિક્ષણ વાતાવરણમાંથી સવિશેષ થતું હોય છે. જીવન શિક્ષણ માટે ઉત્તમ વાતાવરણ જ શિક્ષણની શ્રેષ્ઠતા સર્જે છે.



કૈલાસ ગુરુકુળમાં આવા ઉત્તમ શૈક્ષણિક વાતાવરણનું સર્જન સહજ જ થાય છે. રહેવા માટેની સ્વચ્છ, સમૃદ્ધ સુવિધા, પૌષ્ટિક ભોજન અને રમતગમત માટેનું મેદાન તેમના તન-મનને પુષ્ટ કરે છે. સવારે પૂજ્ય બાપુના અવાજમાં વૈતાલિક તેમને ખરા અર્થમાં જગાડે છે અને શ્રમ, પ્રાર્થના, ચિંતન અને વાંચનથી તેઓ જીવન ઘડતરના પાઠ શીખે છે.



શાળાના અભ્યાસક્રમને પોશાક એવા તજજ્ઞીય વ્યાખ્યાનો, વિવિધ કલાઓ જેવી કે નાટ્ય, શિલ્પ,ચિત્ર વગેરેની કાર્યશિબીરો અહીં વારંવાર યોજાય છે.યોગાસનો, વકતૃત્વ,નિબંધ અને વિવિધ સ્પર્ધાઓ તેમનામાં રહેલી શક્તિઓની ઓળખ કરાવે છે અને તેને પોષે છે.કારકિર્દી- માર્ગદર્શન, મનોવૈજ્ઞાનિક માર્ગદર્શન અને સલાહ એ અહીંની વ્યવસ્થાના અભિન્નન અંગો છે.



મોરારી બાપુ પોતે કશું જ થોપવામાં માનતા નથી. તેમનું અહીં એક સ્પષ્ટ દર્શન છે કે ડિગ્રી અને ગુણની ઉપલબ્ધિ કરતા આ વિદ્યાર્થીઓ સારા માનવો બને તે જરૂરી છે. તેમના ઉદાત જીવન ઘડતરની ખેવના કરવી એ મૂળભૂત હેતુ અહીંના કાર્યક્રમમાં સર્વોપરી છે.
First published:

Tags: Hostel, Local 18, Morari bapu, Students, ભાવનગર