Home /News /bhavnagar /Bhavnagar : આ 'જમાદાર' નો રસ પીવા તો વિદેશીઓ પણ રાહ જોઇને બેસે છે

Bhavnagar : આ 'જમાદાર' નો રસ પીવા તો વિદેશીઓ પણ રાહ જોઇને બેસે છે

X
મહુવા

મહુવા તાલુકામાં બગીચાઓ નષ્ટ થઈ જતાં અને વિષમ આબોહવાના કારણે નામશેષ થયેલી જમાદાર કેરીને કેટલાક પ્રગતિશીલ ખેડૂતોએ ફરી ડેવલપ કરી છે અને છેલ્લા બે વર્ષ થી મહુવા, તળાજાની બજારમાં જમાદાર કેરી જોવા મળી રહી છે.

મહુવા તાલુકામાં બગીચાઓ નષ્ટ થઈ જતાં અને વિષમ આબોહવાના કારણે નામશેષ થયેલી જમાદાર કેરીને કેટલાક પ્રગતિશીલ ખેડૂતોએ ફરી ડેવલપ કરી છે અને છેલ્લા બે વર્ષ થી મહુવા, તળાજાની બજારમાં જમાદાર કેરી જોવા મળી રહી છે.

Dhruvik gondaliya, Bhavnagar: ભાવનગરમાં આશરે એક દાયકાથી સોસિયાની કેસર લોકપ્રિય બની રહી છે. ગીરની કેસર કેરીની તુલનાએ સોસિયાની કેસર કેરીનું દળ થોડું વધુ ભરાવદાર હોવા સાથે સ્વાદમાં પણ થોડો તફાવત હોય છે. કેસર કેરી કરતાં પણ જે જુની છે અને વડીલો જેના વખાણ કરતાં થાકતા નથી. મહુવાની જમાદાર કેરીની તુલનાએ કોઈ અન્ય કેરી ન આવી શકે. પરંતુ આ કેરી મહુવા તાલુકામાં બગીચાઓ નષ્ટ થઈ જતાં અને વિષમ આબોહવાના કારણે નામશેષ થયેલી જમાદાર કેરીને કેટલાક પ્રગતિશીલ ખેડૂતોએ ફરી ડેવલપ કરી છે અને છેલ્લા બે વર્ષ થી મહુવા, તળાજાની બજારમાં જમાદાર કેરી જોવા મળી રહી છે.



કિલોનાં 400 રૂપિયા સુધીનો ભાવ

ભાવનગર બજારમાં કાચી કેરીનાં કિલોનાં ભાવ રૂપિયા 80 થી લઈને 250 સુધીનો છે. સારી એક નંબરની પાકી કેસર 250 થી લઈ ને 400 સુધી મળે છે. ખેડૂતોએ જણાવ્યું હતું કે, આ વખતે ગત વર્ષની તુલનાએ પાક ઓછો છે. આથી સિઝન લાંબી નહીં ચાલે. પરંતુ માવઠાનો ખતરો તોળાઈ રહ્યો હોય આથી ખેડૂતો ફાલમા દળ ભરાતાંની સાથે કેરી વહેલી બજારમાં લાવી રહ્યા છે.



સાસિયાની કેરીનું ઉત્પાદન ઘટી ગયું

ભાવનગરમાં સૌથી વધુ કેસર કેરીની ડિમાન્ડ રહે છે. જિલ્લાના સોસિયામાં જ કેસર કેરીના પાક લેવાતો હોય, લોકોને સ્થાનિક કેરીનો સ્વાદ માણવા મળે છે. સોસિયાની કેસર કેરી તેના સ્વાદ અને મીઠાશ માટે સમગ્ર રાજ્યમાં પ્રખ્યાત છે. જેનું મુખ્ય કારણે દરિયાઈ પટ્ટી અને અનુકૂળ વાતાવરણના કારણે સોસિયાની કેરીનું ફળ સારૂ ઉતરે છે. અગાઉની તુલનામાં છેલ્લા ર-૪ વર્ષ કેરીના પાકનું ઉત્પાદન ઘટી ગયું છે. જેની અસર ભાવ ઉપર પણ જોવા મળે છે.



કેરીનાં ભાવ વધુ રહેવાની સંભાવનાં છે

વરસાદનાં કારણે મોર ખરી ગયો છે. કેરીનું ઉત્પાદન ઓછું થશે. જેના કારણે કેરીનાં ભાવ બજારમાં રહેવાની સંભાવનાં છે. જોકે હજુ આગામી દિવસોમાં વરસાદ થશે તો કેરીનાં પાકને ભારે નુકસાન થવાની સંભાવનાં છે. ગુજરાતના અમરેલી,વડોદરા,ભાવનગર અમદાવાદ, ઉપરાંત ગુજરાત બહાર પણ આ કેસર કેરીની સપ્લાય કરવામાં આવે છે.
First published:

Tags: Bhavnagar news, Local 18