Home /News /bhavnagar /Bhavnagar: ગુજરાતમાં લંકેશનો ભક્ત, આ વ્યક્તિએ રાવણની મૂર્તિ પ્રતિષ્ઠા કરી!

Bhavnagar: ગુજરાતમાં લંકેશનો ભક્ત, આ વ્યક્તિએ રાવણની મૂર્તિ પ્રતિષ્ઠા કરી!

X
રવિ

રવિ ઓઝા દ્વારા ભારતનું પ્રથમ બીલીપત્ર ના ઝાડ માંથી શિવલિંગ બનાવવામાં આવ્યું છે.

રાવણ મંદિરના પૂજારીના જણાવ્યા મુજબ શિવ પૂજાના અંતમાં આ રાવણકૃત શિવ તાંડવ સ્‍તોત્રનો પ્રદોષનું સમયે ગાન કરવાથી કે વાંચવાથી લક્ષ્મી સ્‍થિર રહે છે.

  Dhruvik gondaliya Bhavngar:  ભારતમાં અન્ય ઘણી જગ્યાએ રાવણની પૂજા કરવામાં આવે છે.ઉત્તર પ્રદેશના કાનપુરમાં સ્થિત દશાનંદ મંદિર એક એવું મંદિર છે જેનું નિર્માણ 1890માં થયું હોવાનું કહેવાય છે. દશેરાના અવસર પર, જ્યાં સમગ્ર દેશમાં રાવણના પૂતળાનું દહન કરવામાં આવે છે, આ દિવસે આ મંદિરમાં રાવણને શણગારવામાં આવે છે. અને આરતી કરવામાં આવે છે. માત્ર ઉત્તર પ્રદેશમાં જ નહીં પરંતુ ભારતના કેટલાક અન્ય રાજ્યોમાં પણ રાવણની પૂજા કરવાની પરંપરા છે. જેમાં આંધ્રપ્રદેશના કાકીનાડા રાવણ મંદિર, મધ્યપ્રદેશના વિદિશામાં રાવણગ્રામ રાવણ મંદિર.

  આ રાજ્યના મંદસૌરમાં રાવણ મંદિરને પણ ખાસ માનવામાં આવે છે કારણ કે રાવણ અને મંદોદરીના લગ્ન અહીં થયા હતા.રાવણનું જન્મસ્થળ ઉત્તરપ્રદેશના નોઈડા સ્થિત બિસરખ ગામમાં હોવાનું કહેવાય છે.અહીં તેમનું બીજું મંદિર છે.  રાવણની મૂર્તિ પ્રતિષ્ઠા કોણે કરી ગુજરાતમાં આ પ્રથમ કિસ્સો હશે કે, જ્યાં રાવણની મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી છે. ભાવનગર શહેરના ટોપ થ્રિ સર્કલ પાસે સુમેરુ બંગલોઝ સોસાયટીમાં રહેતા રવિ ઓઝા નામના સાધકે ભગવાન સોમનાથના સ્થાપના દિવસ અને પરશુરામ જયંતિ નિમિતે ભગવાન શિવજી અને પરશુરામની મૂર્તિની સાથે રાવણની મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા કરી છે.રામાયણ તો તમે બધાએ જોઈ અને વાંચી જ હશે. તેમાં મુખ્ય વિલન એટલે રાવણ રાવણે એવું પરાક્રમ કર્યું હતું કે, આજ દિન સુધી કોઈ માતાએ પોતાના બાળકનું નામ રાવણ નથી રાખ્યું. બીજી તરફ રાવણ એક ભક્ત અને જ્ઞાની વિદ્વાન હતો. આવું કહેવું છે ભાવનગરના એક યુવકનું. ભાવનગરના આ સાધક યુવકે ભગવાન શિવ અને પરશુરામ સાથે \"રાવણ\"ની મૂર્તિની પ્રતિષ્ઠા કરી હતી. જી હાં, રાવણની મૂર્તિ જ હતી. યુવકે જણાવ્યું હતું કે, તેને સાધનાનો શોખ હોવાથી તેણે રાવણની મૂર્તિ પ્રતિષ્ઠા કરી હતી.  રાવણની મૂર્તિ પ્રતિષ્ઠા બાદ શુ અને મૂર્તિની વિશેષતા -ભાવનગરના સાધક રવિ ઓઝાએ પોતાના ઘરે મૂર્તિપ્રતિષ્ઠા કરી હતી, જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. શોભાયાત્રા પણ કાઢવામાં આવી હતી. રવિ ઓઝાએ જણાવ્યું હતું કે, મૂર્તિ રાવણની 3 ફૂટની અને 200 કિલોની છે. હું મારા વ્યક્તિગત રીતે સાધના કરવા માગું છું. રાવણે જે સિદ્ધિઓ હાંસલ કરી હતી. તે સિદ્ધિ હાંસલ કરવા 12 દિવસ મારા રૂમમાં કોઈને આવવા પર પ્રતિબંધ છે. હું દેશ માટે અને કોઈએ ના કર્યું હોય તેવું અલગ કાર્ય કરવા માગું છું.  રવિ ઓઝા દ્વારા ભારતનું પ્રથમ બીલીપત્રના ઝાડમાંથી શિવલિંગ બનાવવામાં આવ્યું છે. રાવણ મંદિરના પૂજારીના જણાવ્યા મુજબ શિવ પૂજાના અંતમાં આ રાવણકૃત શિવ તાંડવ સ્‍તોત્રનો પ્રદોષનું સમયે ગાન કરવાથી કે વાંચવાથી લક્ષ્મી સ્‍થિર રહે છે.
  First published:

  Tags: Local 18, ભાવનગર

  विज्ञापन

  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन