Home /News /bhavnagar /Bhavnagar : અહીં ડુંગર પર બિરાજમાન છે મા ખોડિયાર, ચમત્કારીક ત્રિશૂલ હોવાની માન્યતા
Bhavnagar : અહીં ડુંગર પર બિરાજમાન છે મા ખોડિયાર, ચમત્કારીક ત્રિશૂલ હોવાની માન્યતા
ભાવનગર જિલ્લાનાં છેવાડે ડુંગર ઉપર શાખપુરમાં ખોડિયાર માતાજીનું મંદિર આવેલું છે. અહીં ખોડિયાર માતા સાક્ષાત છે. લોકો મનોકામનાં લઇને અહીં આવે છે અને પૂર્ણ થતી હોવાની માન્યતા છે.
ભાવનગર જિલ્લાનાં છેવાડે ડુંગર ઉપર શાખપુરમાં ખોડિયાર માતાજીનું મંદિર આવેલું છે. અહીં ખોડિયાર માતા સાક્ષાત છે. લોકો મનોકામનાં લઇને અહીં આવે છે અને પૂર્ણ થતી હોવાની માન્યતા છે.
Dhruvik gondaliya, Bhavnagar: ભાવનગર જિલ્લાના છેવાડે શાખપુરમાં ખોડિયાર માતાજીનું મંદિર આવેલું છે. ઈ. સ. 1914ની આસપાસ ભાવનગરનાં રાજવી ભાવસિંહજી ગોહિલે મંદિરનું સમારકામ કરાવ્યું હતું. અહીં આઈ શ્રી ખોડિયાર માતાજીને સોનાનું છત્ર (સતર) ભાવસિંહજીએ ચડાવ્યુ હતું. કહેવાય છે કે, અહીં વર્ષો પહેલા રહેતા લક્ષ્મીપુરીબાપુએ વર્ષો સુધી તપ કરી ખોડીયાર મા સહિત સાત બહેનો અને એક ભાઈને પ્રગટ કર્યા હતા. હાલ અહીં મંદિરે લાખો શ્રદ્ધાળુ આવી રહ્યા છે, ખોડીયાર માતા શ્રદ્ધાળુઓની મનોકામના પૂર્ણ કરે છે ખોડિયાર માતાનું મંદિર ડુંગર પર આવેલું છે. મંદિર સુધી પહોંચવા માટે 700 પગથિયા ચડવા પડે છે.
અહીં દર દિવાળી ઉપર મેળો પણ ભરાય છે. આ મંદિરે દર રવિવારે અને મંગળવારે લાખો શ્રદ્ધાળુઓ પોતાની મનોકામના પૂર્ણ કરવા આવે છે. અહીં રસોડા વ્યવસ્થા પણ શરૂ કરવામાં આવી છે. સાથે સાથે અહીં રહેવાની પણ સુવિધા છે.
આ શાખપુર ખોડીયાર માતાના મંદિરમાં ચમત્કારિક ત્રિશુલ પણ આવેલું છે. જે ત્રિશુલ ઉપર ચુંદડી બાંધવાથી લોકોની મનોકામના પૂર્ણ થાય છે. અહીં ડુંગર પર સાત બહેનો બિરાજમાન થયા છે અને ભાઈ મેખરીયા દાદા પણ બિરાજમાન છે. કઈ રીતે પહોંચવું ગારીયાધાર થી 7 કિલોમીટરના અંતરે આવેલું છે. પ્રાઇવેટ વાહન મારફતે જઈ શકાય છે. દામનગર થી 15 કિલોમીટરના અંતરે આવેલ છે. એસટી બસ તથા પ્રાઇવેટ વાહન મળી રહે છે.